કોરોનાથી લઇને આ અનેક બીમારીઓથી બચવું હોય તો બીજું બધુ સાઇડમાં મુકીને આ આર્યુવેદિક કાઢાનું કરો સેવન

દિવાળીના તહેવારની ઉજવણી દરેક ઘરમાં ધામધૂમથી થાય છે. જે વ્યક્તિની જેટલી શક્તિ અને ક્ષમતા તે અનુસાર તે દિવાળીની ઉજવણી કરે છે. ઉજવણી કોઈપણ રીતે થાય આ તહેવારને લોકો મન ભરીને માણે છે. વર્ષ દરમિયાન આવતા તહેવારોમાં કદાચ સૌથી વધુ ઉત્સાહ લોકોમાં દિવાળીને લઈને રહે છે. દિવાળીમાં ઘરની સફાઈ થાય છે, જૂની વસ્તુ નીકળે છે અને નવી વસ્તુઓ આવે છે. લોકો ઘરમાં નવી વસ્તુઓ લાવી શણગાર કરે છે સાથે જ કપડા પણ નવા ખરીદવામાં આવે છે. આ દિવસોમાં લોકો તૈયાર થઈ અને ફરવા પણ જતા હોય છે. જો કે આ વર્ષની દિવાળીની ઉજવણીમાં લોકો સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે.

image source

ઉત્સવના ઉત્સાહમાં આપણે કોરોનાને ભુલી જવાનું નથી તેવામાં જરૂરી છે કે સ્વાસ્થ્ય પ્રત્યે પણ થોડી સભાનતા રાખવામાં આવે. દિવાળીમાં સામાન્ય રીતે ફટાકડાના કારણે પ્રદૂષણની સમસ્યા તો રહે જ છે પરંતુ આ વર્ષે તેની સાથે કોરોના પણ છે. આવામાં સ્વાસ્થ્ય સારું રહે અને આવનાર વર્ષ નિરોગી શરીર સાથે શરુ થાય તે માટે દિવાળીના પર્વ સમયે અને ત્યારબાદ સ્વાસ્થ્યની કાળજી રાખવી. આ દિવસો દરમિયાન મીઠાઈ અને ફરસાણ ખવાતું હોય છે તેથી ત્યારબાદ ખાણીપીણીમાં કાળજી રાખીએ તે જરૂરી થઈ જાય છે. આ માટે તમે આ ટીપ્સને ફોલો કરી શકો છો.

– શરીર ડિટોક્સ કરવા માટે દૂધી, ધાણાભાજી, ગિલોયનું જ્યૂસ પીવું.

image source

– ગાજર, આંમળાનું જ્યુસ પીવાથી પણ લાભ થાય છે.

– પાલખ અને બીટનો સૂપ બનાવીને પીવાથી શરીરમાં એનર્જી જળવાય રહે છે.

image source

– પાણીમાં લવિંગ, તજ, તુલસીના પાન, કાળા મરીને ઉકાળી તેનું સેવન કરી શકો છો.

– ડાયટમાં આદુ, લસણ, હળદર, મોસમી ફળ વગેરેનું સેવન વધારે કરવું

image source

– ફેફસા બરાબર કાર્ય કરતાં રહે તે માટે પાણીમાં હળદર અને આદુ ઉકાળી તે હુંફાળુ હોય ત્યારે તેનું સેવન કરવું.

ફટાકડાના ધુમાડાથી આંખનો બચાવ કરવા માટે

image source

ધુમાડાના કારણે આંખની સમસ્યા આ સમયે થઈ શકે છે તેવામાં ડોક્ટરની સલાહ અનુસાર આઈ ડ્રોપનો ઉપયોગ તમે કરી શકો છો જ્યારે આ સિવાય વાંરવાર ઠંડા પાણીથી આંખ સાફ કરતા રહેવું, જો તમે કોન્ટેક્ટ લેન્સ પહેરતા હોય તો દિવાળીના સમયે ન પહેરો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.