ના હોય! ભારતના લોકોની આ એક આદતને કારણે જીવલેણ કોરોના ભાગી રહ્યો છે ભારતીયોથી દુર

અમુક તારણો એવા બહાર આવે કે આપણે પહેલી વખતો સાંભળીને ચોંકી જઈએ છીએ. એક તરફ કોરોના વાયરસ આખી દુનિયાને હેરાન કરી રહ્યો છે તો બીજી તરફ આખી દુનિયાના દેશો રોજ કોઈ નવી આગાહી કરી રહ્યા છે કે વેક્સિન અમે લાવીશું. પરંતુ હજુ કોઈ નક્કર સોલ્યુશન સામે આવ્યું નથી કે આમ જનતાને ક્યારે વેક્સિન મળશે. એવામાં હવે એક બીજુ રિચર્સ સામે આવ્યું છે. સામાન્ય રીતે આપણે એમ લાગતુ હોય કે ભારતમાં કોરોના વાયરસ અન્ય દેશોની સરખામણીએ ઓછો ફેલાવવા પાછળનું કારણ સરકારના નિર્દેશોનું પાલન છે પરંતુ એવું માનવું કદાચ ખોટું છે.

image source

આ વાક્ય એટલા માટે બોલવું પડી રહ્યું છે કે હાલમાં જ કરાયેલા એક રિસર્ચમાં જોવા મળ્યું છે કે ભારતમાં કોવિડ-19 (Covid 19)નું સંક્રમણ ઓછું ફેલાવવાનું કારણ ભારતીયોની ‘અસ્વચ્છ’ એટલે કે સરળ શબ્દોમાં કહીએ તો ગંદા રહેવાની આદતો છે. તો આવો વિગતે જાણીએ કે કેમ આવું કહેવામાં આવી રહ્યું છે. National Centre for Cell Sciences પુણે અને Chennai Mathematical Institute ના વૈજ્ઞાનિકો દ્વારા આ રિસર્ચ હાથ ધરવામાં આવ્યો હતો.

image source

આ લોકોના રિસર્ચનું માનીએ તો ભારતના લોકોના અસ્વચ્છ રહેવાની આદતે જ તેમની રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવી દીધી છે. આજે દુનિયામાં કોરોનાના સૌથી ઓછા કેસ અને ઓછા મૃત્યુદરની સાથે ભારત કોવિડ-19ને હરાવવામાં અન્ય દેશો કરતા સૌથી વધુ આગળ છે. આ અભ્યાસે ભારતીય સંદર્ભમાં મહામારીને જોતા એક નવો જ એંગલ આપી દીધો છે.

image source

જો કે રિસર્ચે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, ‘અમે એવું નથી કહેતા કે માત્ર ખરાબ સ્વાસ્થ્ય અને અસ્વચ્છતા જ કોવિડ 19 સંક્રમણ રોકવાના કારણ છે. રિસર્ચ મુજબ હાઈ માઈક્રોબિયલથી એક્સપોઝ થવું એ કોવિડ 19ના સંક્રમણને રોકવામાં મદદગાર સાબિત થઈ શકે છે. પરંતુ રિસર્ચર્સ કોઈ પણ સંજોગોમાં અસ્વચ્છ આદતોને અપનાવવાની કે ફોલો કરવાની માગણી કરતા નથી, કે ન તો તેઓ આવી આદતોને કોવિડ 19ના સંક્રમણને રોકવાનો વિકલ્પ ગણે છે. જો કે એક એ પણ સમજવું જોઈએ કે આ રિસર્ચની સંપૂર્ણ રીતે ખરાઈ પણ કરતા નથી.

હાલમાં ગુજરાતમાં કોરોનાની સ્થિતિ

image source

ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં વધારો થયો હતો. પરંતુ છેલ્લા આજે કોરોના વાયરસના કેસમાં ગઇ કાલ કરતા આજે 26 કેસ ઓછા નોંધાય છે. આજે કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં આજે 1020 પોઝિટિવ કેસ આવ્યા છે.

image source

ગુજરાતમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા વધીને 1,80,699એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 7 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3763એ પહોંચ્યો છે. જ્યારે 819 લોકોએ છેલ્લા 24 કલાકમાં કોરોનાને મ્હાત આપી છે. ગુજરાત માટે સૌથી મોટા ખુશ ખબર એ છે કે રાજ્યમાં સાજા થવાનો દર 91.09 ટકા છે. ત્યાં જ આજે રાજ્યમાં 51,191 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.