લોકોની સેવા માટે 24 કલાક ખડેપગે રહેતા કોરોના વોરિયર્સ ખુદ આવ્યા મહામારીની ઝપેટમાં, અન્ય અધિકારીઓમાં ફફડાટ

તહેવારોની સીઝન આવતા જ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ ચિંતાજનક સ્તરે પહોંચી ગઇ છે. ગત કેટલાક દિવસથી રાજ્યમાં કોરોનાના દૈનિક નોંધાતા કેસની સંખ્યામાં ઘટાડો થયો હતો. પરંતુ હવે કોરોના વાયરસ ના કેસમાં સતત વધારો થતો જઇ રહ્યો છે. આજે કોરોનાના 1049 પોઝિટિવ કેસ સામે આવ્યા છે ગઇ કાલ કરતા આજે 78 કેસ વધ્યા છે. ગુજરાતમાં કોવિડ-19 (Covid-19)ના કુલ કેસોની સંખ્યા વધીને 1,82,719એ પહોંચી છે. જ્યારે રાજ્યમાં વધુ 5 દર્દીઓએ દમ તોડતા ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3773એ પહોંચ્યો છે. જો અમદાવાદની વાત કરવામાં આવે તો હવે સરકારી કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ પોલીસ કર્મચારીઓમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. એક તરફ, AMC મુખ્ય ઓફિસમાં આવેલા વિવિધ વિભાગોમાં કામ કરતા કુલ 20 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમણના ભોગ બન્યા છે, જ્યારે બીજી તરફ પોલીસબેડામાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેને કારણે અનેક પોલીસ અધિકારી અને પોલીસ જવાનો હાલ ક્વોરન્ટીન થઈ ગયા છે. IPS સહિત કુલ 51 કોરોનાથી સંક્રમિત થયા છે,

અમદાવાદમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું

image source

કોરોનાનાના ચેપના ફેલાવાના ગ્રાફમાં અમદાવાદ કોર્પોરેશન 166, સુરત કોર્પોરેશન 149, વડોદરા કોર્પોરેશન 80, રાજકોટ કોર્પોરેશન 79, મહેસાણા 53, રાજકોટ 49, બનાસકાંઠા 39, વડોદરા 39, પાટણ 36, ગાંધીનગર કોર્પોરેશન 34, સુરત 34, જામનગર કોર્પોરેશન 24, અમરેલી 20, જામનગર 20, સુરેન્દ્રનગર 18, ગાંધીનગર 17, મોરબી 15, ખેડા 14, સાબરકાંઠા 14, કચ્છ 13, મહીસાગર 13, અમદાવાદ 12, પંચમહાલ 12, તાપી 12, ભરૂચ 11, જુનાગઢ 9, ગીર સોમનાથ 8, જુનાગઢ કોર્પોરેશન 8, નર્મદા 8, ભાવનગર કોર્પોરેશન 7, દેવભૂમિ દ્વારકા 7, નવસારી 7, આણંદ 6, દાહોદ 5, અરવલ્લી 3, છોટા ઉદેપુર 3, વલસાડ 2, ભાવનગર 1, બોટાદ 1, પોરબંદર 1 કેસ સામે આવ્યા છે.

50 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવા આદેશ

IMAGE SOURCE

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વિવિધ કચેરીઓ ઉપરાંત મુખ્ય ઓફિસમાં કોરોના વધતાં મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે 50 ટકા સ્ટાફ સાથે કામગીરી કરવા આદેશ આપ્યા છે છતાં કર્મચારીઓ કોરોનાનો ભોગ બનતાં ચિંતા ફેલાઈ છે. મળતી માહિતી મુજબ, સેન્ટ્રલ રેકોર્ડ ખાતામાં ફરજ બજાવતા એક કર્મચારીનું કોરોનામાં સારવાર દરમિયાન મોત થયું છે. ચીફ ઓડિટર ઓફિસ, પ્લાનિંગ, રોડ પ્રોજેક્ટ, પ્રોફેશનલ અને પ્રોપર્ટી ટેક્સ વિભાગના કર્મચારીઓ બાદ હવે વોટર પ્રોજેક્ટ વિભાગના કર્મચારીઓ પણ પોઝિટિવ આવ્યા છે. જેને લઈને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.

સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓની રજા રદ

IMAGE SOURCE

કોરોનાને કારણે દિવાળીનો તહેવારમાં હેલ્થ અને સોલિડ વેસ્ટ વિભાગના કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. કોરોનામાં ઇમર્જન્સી અને કોરોનાની કામગીરી પર અસર ન પડે એના માટે બે વિભાગના તમામ કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. અમદાવાદમાં કોરોના સંક્રમણ કાબૂમાં હોય એવા આંકડા સામે આવી રહ્યા છે, પરંતુ કોરોના હવે સરકારી ઓફિસોમાં વકરી રહ્યો છે. AMC ઓફિસમાં કુલ 20 જેટલા કર્મચારીઓ કોરોના સંક્રમણનો ભોગ બનતાં અન્ય કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. તો બીજી તરફ પોલીસબેડામાં પણ કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે જેને કારણે અનેક પોલીસ અધિકારી અને પોલીસ જવાનો હાલ ક્વોરન્ટીન થઈ ગયા છે. હાલમાં IPS સહિત કુલ 51 કોરોનાથી સંક્રમિત થયા છે, જેમાં પોલીસ કર્મીઓ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં તહેવારોની સિઝન હોવાના કારણે પોલીસ અને એએમસીના અધિકારીઓ ખડેપગે સેવા આપી રહ્યા છે. લોકો દિવાળી નજીક હોવાથી ખરીદી કરવા મોટી સંખ્યમાં બહાર નિકળી રહ્યા છે. એવામાં પોલીસ અને એએમસીના અધિકારીઓ કોરોનાની ઝપેટમાં આવતા તંત્રમાં ફફડાટ ફેલાયો છે.

આ પોલીસ અધિકારીઓ આવ્યા કોરોનાની ઝપેટમાં

IMAGE SOURCE

અમદાવાદ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત 51 કર્મચારી કોરોના વાઈરસમાં સપડાયા છે. શહેરના DIG પ્રેમવીર સિંહ, DCP ઝોન-6 અશોક મુનિયા, એમ ડિવિઝન એસીપી વી.જી.પટેલ, એ ડિવિઝન એસીપી એલ.બી.ઝાલા, પીઆઈ આર.જી.દેસાઈ, એમ.બી.બારડ, જે.કે.રાઠોડ સહિત કુલ 51 કર્મચારી કોરોનાથી સંક્રમિત થયા છે. જેને લઈને હાલમાં પોલીસ વિભાગમાં પણ ચિંતનું મોજુ ફરી વળ્યું છે.

ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો

IMAGE SOURCE

ગુજરાતમાં મોતનો આંકડો વધ્યો છે. આજે રાજ્યમાં 5 દર્દીના મોત નિપજ્યા છે. આજે અમદાવાદ કોર્પોરેશન 3, રાજકોટ 1, સુરત કોર્પોરેશન 1 વ્યક્તિએ દમ તોડયો હતો. આમ આજે વિતેલા 24 કલાકમાં કુલ 5 લોકોના મોત નિપજ્યા છે. ગુજરાતમાં કૂલ મૃત્યુઆંક વધીને 3773એ પહોંચ્યો છે. દિવાળી દરમિયાન સંક્રમણનું પ્રમાણ હજુ પણ વધે એવી શક્યતા જણાઈ રહી છે. કોટ વિસ્તારમાં અનેક લોકો ખરીદી કરવા ઊમટી પડ્યા છે, જેને કારણે પણ કોરોના વધવાનો ખતરો છે. દિવાળીના તહેવારોમાં લોકો કોરોના ભૂલી ખરીદી કરવા નીકળે છે, જ્યાં સોશિયલ ડિસ્ટન્સનું પાલન પણ થતું નથી, ત્યારે આ લોકોની ભીડને કાબૂમાં લેવા પણ પોલીસ દ્વારા પ્રયત્ન કરવામાં આવે છે ત્યારે હજુ કોરોના વાઇરસનું સંક્રમણ વધે એવી શક્યતા છે. જેને લઈને તંત્ર પણ સફાળું જાગ્યું છે અને લોકોને અપીલ કરી રહ્યું છે કે કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પણ પાલન કરે અને પોતાને સંક્રમણથી બચાવે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.