ગુજરાતમાં કોરોનાના નામે થયું આવું, જાણીને કંપારી છૂટી જશે

અમરેલીમાં પત્નીના નિધન બાદ એક પતિએ ચોંકાવનારો દાવો કર્યો છે. સામાન્ય બીમારી હોવા છતાં પત્નીને કોરોનાગ્રસ્ત ગણાવી છે. નેગેટિવ આવેલા કોરોના ટેસ્ટના કાગળીયા ગુમ કર્યાનો દાવો કર્યો છે. આ સાથે જ ગાઈડલાઈનનું બહાનું કરીને બાળક અને પત્નીની લાશ ન આપવાને લઈને પણ બબાલ કરી છે. એટલું જ નહીં આ પતિએ તેની પત્નીના હાર્ટ, કિડની અને આંખો કાઢી લેવાનો આરોપ પણ હોસ્પિટલ પર મુક્યો છે.

સામાન્ય સારવાર માટે ગયેલી પત્નીને હોસ્પિટલે કોરોનાગ્રસ્ત ગણાવી

image source

ગુજરાતના અમરેલીમાં લાઠી તાલુકામાં કોરોના મહામારીમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં પત્નીના નિધન બાદ પતિએ ભાવનગરની હોસ્પિટલના સત્તાધીશો પર આરોપ લગાવ્યો છે. આ આરોપ ખરેખર ચોંકાવનારો છે. પત્નીને ડિલિવરીનો સમય નજીક હોવાથી તેમને હોસ્પિટલ લઈ જવાયા હતા. સામાન્ય બીમાર હોવાથી તેઓ પત્નીને હોસ્પિટલ લઈ ગયા. અહીં કર્મચારીઓએ તેમને કોરોના ગ્રસ્ત ગણાવી દીધા અને સાથે જ તેમને એડમિટ કરી ટ્રીટમેન્ટ શરૂ કરી. કોઈ રોગ ન હોવા છતાં સારવાર દરમિયાન બાળક અને પત્ની બંને મોતને ભેટ્યા.

પતિએ હોસ્પિટલના સ્ટાફ પર લગાવ્યો છે આ મોટો આરોપ

image source

હોસ્પિટલના સત્તાધીશોએ ગાઈડલાઈનનું બહાનું કરીને પતિને પત્ની અને બાળકનો મૃતદેહ પણ આપ્યો નહીં અને કહ્યું કે તેમને કોરોના હતો અને અમે તેમની વિધિ કરી નાંખીશું. તેઓએ તેમની પત્નીની કીડની, આંખો અને હાર્ટ કાઢી લીધા હોવાનો આરોપ મૂક્યો છે.

કોરોનાના દર્દીઓને ICMRની ગાઈડ લાઈન મુજબ સારવાર અપાઈ

image source

આ સમગ્ર ઘટના અંગે સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન વિકાસ સિંહાએ ક્હ્યું કે અહીં કોરોનાના દર્દીઓને ICMRની ગાઈડ લાઈન મુજબ સારવાર અપાય છે અને મોત થાય તો તેના નિયમ મુજબની જ કામગીરી કરવામાં આવે છે. તેમને કહ્યું હતું કે પરિવાર દ્વારા કરાતો દર્દીના શરીરમાંથી અવયવ કાઢી નાખવાના આરોપની કોઈ સત્યતા નથી.

પતિએ મૂક્યો છે આ આરોપ

image source

પતિનું કહેવું છે કે મારી સાથે અન્યાય થયો તેવો બીજા સાથે ન થવો જોઇએ. જન્મ લેનારા બાળકને કોરોના ન હતો, માતાને કયાથી કોરોના હોય?. મારી પત્નીના અવયવો વેચી નાંખ્યા, આંખો કાઢી નાંખી છે. હદય અને કિડની કાઢી લીધી છે. તેઓએ આ તમામ આરોપ ભાવનગરના દવાખાના પર લગાવ્યા છે. હોસ્પિટલ વાળા સાથે માથાકૂટ બાદ તેઓએ ધમકી આપી કે પરિવારને પણ કોરોના ગ્રસ્ત ગણાવી દેશે. મૃત્યુ બાદ બીજા દિવસે પત્નીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોરોનાનું બહાનું કરીને અમને મૃતદેહ પણ આપ્યો નહીં જેથી અમને કોઈ પ્રકારની જાણ ન થાય.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span