કોરોનાના કેસમાં વધારો થતા જાણો હવે અમદાવાદમાં પ્રવેશતા પહેલા શું કરવુ પડશે કામ,

ગુજરાતમાં કોરોના વાયરસ નો કહેર યથાવત છે પરંતુ હવે અમદાવાદની સ્થિતિ કેટલાક દિવસોથી સુધરી રહી છે અહીં લોકલ ટ્રાન્સમિશનના કેસમાં ઘટાડો થયો છે. આ સાથે જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પણ રાહતનો શ્વાસ લીધો છે. જો કે અમદાવાદ શહેરની હાલત ફરીથી પહેલા જેવી ન થાય તે માટે તંત્ર કડકાઇ પણ દાખવી રહ્યું છે.

image source

જુલાઈ માસની શરૂઆતથી જ અમદાવાદમાં કોરોના ના કેસ નોંધાવા ની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો છે. તેથી હવે આરોગ્ય વિભાગે અનેક નિયમો બનાવ્યા છે,

image source

જેથી અમદાવાદમાં નોંધાતા કેસની સંખ્યા હજુ પણ ઘટે અગાઉ અમદાવાદમાં માસ્ક ન પહેરનારનો દંડ વધાર્યા અને જાહેરમાં થુંકવા બદલ ૧૦,૦૦૦ના દંડની જાહેરાત કર્યા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે હવે અમદાવાદમાં અન્ય જિલ્લામાંથી આવતા વાહનોનું તેમજ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને ત્યારબાદ જ લોકોને અમદાવાદ શહેરમાં પ્રવેશ કરવા દેવામાં આવશે.

image source

આ નિયમ પણ અમદાવાદ જિલ્લા માટે તાત્કાલિક અસરથી અમલી કરવામાં આવ્યો છે. જેના કારણે સપ્તાહની શરૂઆત થી જ અમદાવાદના પ્રવેશદ્વાર ગણાતા તમામ રસ્તાઓ પર આરોગ્ય વિભાગની ટીમ તેનાત કરી દેવામાં આવી હતી. અન્ય જિલ્લામાંથી અમદાવાદ તરફ આવતા દરેક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે જ્યારે લોકોનું સ્ક્રિનિંગ પણ કરવામાં આવ્યું છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે સોમવારે એએમસી દ્વારા શહેરના એસટી સ્ટેશન નેશનલ હાઇવે સહિતની જગ્યાઓએ 1 હજારથી વધુ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 15 જેટલા લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.

image source

15 લોકો કરોના પોઝિટિવ આવ્યા બાદ તુરંત જ એએમસીએ નિર્ણય કર્યો કે હવે થી અમદાવાદ શહેરમાં બહારથી આવતા લોકો નું ચેકિંગ તેમજ સ્ક્રીનિંગ કરવામાં આવશે જેથી અમદાવાદમાં ફરીથી સંક્રમણ વધે નહીં.

image source

જણાવી દઈએ કે હવે અમદાવાદના બદલે સુરત શહેરની હાલ ગંભીર જોવા મળી રહી છે. દરરોજ રાજ્યમાં નોંધાતા કોરોનાના નવા કેસમાં હવે અમદાવાદ કરતાં સુરતના આંકડા વધુ જોવા મળે છે. અમદાવાદ શહેરમાં હવે સ્થિતિ કંટ્રોલમાં આવતી જણાતા તંત્રએ રાહતતો અનુભવી છે પરંતુ સાથે જ એએમસી વધુ સતર્ક થયું છે અને કોઈપણ ખામી રાખવા ઈચ્છતું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span