કોરોના ઇફેક્ટ: ગણેશોત્સવની ઉજવણી માટે જાહેર કરી ખાસ ગાઇડલાઇન, આ નિયમોનુ ખાસ કરવુ પડશે પાલન

કોરોનાની અસર આપણા રોજીંદા જીવન પર પડી રહી છે. હાલમાં જયારે દેશભરમાં કોરોનાને લઈને સ્થિતિ પ્રતિદિન વણસી રહી છે ત્યારે હવે આપણા જિંદગીના કોઈ પણ પાસા આમાંથી બાકાત રહી શકવાના નથી. જેમાં ધર્મ અને આસ્થાના પાસાઓ પણ સમાવિષ્ટ થઈ શકે છે. જો કે ગણેશોત્સવ માટે હવે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે કેટલીક ખાસ નિયમો સમાહિત માર્ગદર્શિકા બહાર પાડી છે, જેના આધારે આ વર્ષે અહીં ગણેશોત્સવની ઉજવણી કરવામા આવી શકે છે. આ નિયમો મુજબ કોરોના સંકટમાં પણ નિયમો અનુસાર ઉજવણી કરી શકાશે.

image source

મહારાષ્ટ્ર સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનમાં ભાર પૂર્વક એમ કહેવામાં આવ્યું છે, કે ગણેશજીની પ્રતિમા જાહેર સ્થળોએ ૪ ફૂટની તેમજ ઘરોમાં ૨ ફૂટથી વધારે રાખવી નહિ. કારણ કે આ વર્ષે ગણેશ વિસર્જન પર રોક લગાડવામાં આવી છે. આ વિસર્જન આગળના વર્ષે કરવામાં આવશે. તેમજ વધુમાં સરકારે પૂજાના પંડાલમાં પણ ભવ્ય સજાવટ પર પ્રતિંબધ મુક્યો છે. પ્રદેશના ગૃહમંત્રી અનિલ દેશમુખે લોકોને અપીલ કરી છે કે આ વર્ષે ગણેશોત્સવ દરમિયાન પ્રજા દ્વારા દરેક સરકારી ગાઈડલાઈનનું સપૂર્ણ રીતે પાલન કરવામાં આવે.

ગણેશોત્સવની ઉજવણી માટે આ ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી

દરેક પૂજા પહેલાં ગણેશ મંડળોએ નગર નિગમ અથવા સ્થાનીક તંત્રની મજુરી અચૂક મેળવવાની રહેશે.

અ વખતે ગણેશજીના પૂજનમાં સામાન્ય અને સાધારણ સજાવટ જ કરી શકશે. તેમજ દરેક પંડાલમાં અલગથી પેવેલિયન બનાવાશે.

image source

નિયમિત રૂપે ગણેશ મંડપનું સેનીટાઈઝેશન થવું જરૂરી છે, તેમજ સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન પણ જરૂરી રહેશે. માસ્ક પહેરવું ફરજીયાત રહેશે.

દરેક ગણેશ મંડપમાં સેનીટાઈઝરની વ્યવસ્થા અચૂક હોવી જોઈએ. તેમ જ મોટા ગણેશ ઉત્સવ અથવા આયોજનમાં થર્મલ સ્ક્રીનીંગની વ્યવસ્થા રાખવી પણ જરૂરી છે.

image source

ગણેશ દર્શન માટે શક્ય હોય તો ફેસબુક જેવા માધ્યમો દ્વારા ઓનલાઈન આયોજન કરવાનું રહેશે. જેથી કરીને વધુ લોકોને સ્થળ પર આવ્યા સિવાય લાભ મળી શકે.

સાર્વજનિક જગ્યાઓ પર ૪ ફૂટ અને ઘરોમાં ૨ ફૂટની મૂર્તિનું જ સ્થાપન કરી શકાશે.

image source

ભગવાનની આરતી, પૂજા એ ભજન કે કોઈ પણ પ્રકારની ધાર્મિક વિધિમાં વધારે ભીડ એકત્ર ન થાય એનું ખાસ ધ્યાન રખાવનું રહેશે. નિયંત્રિત ધ્વની પ્રદુષણ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન મહત્વનું રહેશે.

image source

પૂજાના સમય પર સંસ્કૃતિ કાર્યક્રમોના બદલે સ્વાસ્થ્ય સાથે જોડાયેલા કેમ્પનું આયોજન કરવામાં આવશે, જેમ કે બ્લડ ડોનેશન, કોરોના, મેલેરિયા, ડેન્ગ્યૂથી બચવાના ઉપાય અંગે જાગૃતતા ફેલાવવી વગેરે.

મેટલ અને માર્બલની મૂર્તિઓ પર ભાર મુકતા પર્યાવરણ પ્રિય મૂર્તિઓનું ઘરમાં સ્થાપન કરવાનું રહેશે. આ વર્ષે કોરોના મહામારીના પગલે ગણેશ વિસર્જન પર પ્રતિબંધ રહેશે, આ ગણેશનું વિસર્જન આવતા વર્ષે થઇ શકશે.

image source

આ વખતે ગણેશજીના આગમન અને વિસર્જન બંને સમયે નીકળતા ઝુલુસ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. તેમજ બાળકો અને વૃદ્ધોને વિસર્જન સ્થળે જવા પર પ્રતિબંધ રહેશે.

વિસર્જન સમયની આરતી ઘરમાં જ કરવાની રહેશે અને વિસર્જન માટેનું સ્થળ પણ ટૂંક સમયમાં જ બંધ આકરી દેવામાં આવશે.

image source

નગર નિગમ, અલગ અલગ બોર્ડ, હાઉસિંગ સોસાયટી વગેરે એનજીઓની મદદ લઈને કુત્રિમ તળાવ બનાવીને એમાં વિસર્જન કરી શકશે. જો એ જાહેર વિસર્જન પર પ્રતિબંધ રહેશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span