કોરોના સંકટમાં આ રીતે થાવો ખુશ, કંટાળો થઇ જશે દૂર
કોરોના વાયરસના કારણે આખી દુનિયા ભયના માહોલમાં જીવી રહી છે. ન્યૂઝ ચેનલ અને છાપામાં સતત આવતા લોકોના મૃત્યુના સમાચાર, લોકડાઉનની ચર્ચાઓ, ઝડપથી ફેલાતો કોરોના, માસ્ક પહેરેલા લોકો ના ફોટા જોઈને એક ડરામણું દ્રશ્ય સૌકોઈના મન મગજ પર છવાઈ ગયું છે. આ કોરોના વાયરસની મહામારી એના પ્રકોપના કારણે લોકોના માનસિક સંતુલનને પણ ડગાવી રહી છે.

લોકડાઉનના કારણે સતત ઘરમાં જ ભરાઈ રહેલા લોકો ધીમે ધીમે ડિપ્રેશનનો ભોગ બની રહ્યા છે. આવી તણાવ ભરેલી દશામાં પોતાને માનસિક રીતે સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે. દુનિયાભરના મનોવૈજ્ઞાનિક સાથે વાતચીત કરીને આજે અમે તમારી સામે કેટલીક ટિપ્સ શેર કરવા જઈ રહ્યા છે જે આ ગંભીર પરિસ્થિતિમાં તમને ખુશ રાખવામાં મદદરૂપ નીવડશે.
તમારું ધ્યાન અન્ય જગ્યા એ પરોવો.

જે વાતો તમારા મગજમાં તણાવ ઉભી કરે છે આપણે એ જ વાતો સતત વિચાર્યા કરતા હોઈએ છે એ સ્વાભાવિક છે.પણ એ વિશે સતત વિચાર કરવાથી કઈ ભલું થાય એમ નથી.તમારું ધ્યાન અન્ય કોઈ કામમાં પરોવવાનો પ્રયત્ન કરો. આવું કરવાથી તમારું બ્લડ પ્રેશર અંકુશમાં રહેશે. આવા ચિંતાગ્રસ્ત વાતાવરણમાં ઘણા લોકો મેડિટેશનની સલાહ આપે છે પણ મેડિટેશન દર વખતે અકસીર સાબિત નથી થતું.
ઘણા લોકો માટે મેડિટેશન એટલુ અસરકારક નથી નિવડતું. જો તમે મેડિટેશન કરીને તમારા મગજને શાંત કરશો તો કદાચ તમે ફરી એ જ મુદ્દાઓ પર વિચારો કરવાનું શરૂ કરી દેશો. તમને હેરાન કરવાવાળા મુદ્દાઓ પરથી મગજને અન્ય દિશામાં લઈ જવું ઘણું મુશ્કેલ છે.આવા લોકોને અન્ય જગ્યા એ મન પરોવવા માટે મેડિટેશન સિવાય અન્ય ઉપાયની જરૂર હોય છે.

હાલત વિશે નવેસરથી વિચારો
આપણે આપણી લાગણીઓને કઈ રીતે અનુભવીએ છે એ એના પરથી નક્કી થાય છે કે આપણે કઈ દિશામાં વિચારી રહ્યા છે.ડેરેન બ્રાઉને પોતાના પુસ્તક “હેપી” માં લખ્યું છે. કે “જો કોઈ ખેલાડી એ વિચારીને મેદાનમાં ઉતરે કે એને ફક્ત જીતવાનું જ છે તો એના માટે હારનો સામનો કરવો મુશ્કેલ થઈ પડે છે. આવા ખેલાડીઓને ઊંડો આઘાત લાગે છે.”
એટલે ગમે તે પરિસ્થિતિમાં પોતાની જીત જ થાય એવું વિચારવા કરતા આપણે આપણી તરફથી શક્ય મહેનત કરીશું એવું વિચારવું જોઈએ. જેથી કરીને જો પરિણામ આપણી ધારણા પ્રમાણેનું ન આવે તો એને સ્વીકાર કરવું આપણને સરળ રહે. જો તમે એવું વિચારશો કે તમે બીમાર નહિ પડો તો તમને તકલીફ થશે. એટલે એવું વિચારો કે આપણે સોશિયલ ડિસ્ટસિંગનું પાલન કરીશું, માસ્ક અને સેનેટાઇઝરનો ઉપયોગ કરીશુ, લોકડાઉન દરમિયાન ઘરમાં જ રહીશું. તો પરિસ્થિતિ તમારી ધારણા પ્રમાણેની હશે. જે વસ્તુઓને તમેં અંકુશમાં નથી લાવી શકતા એ વિશે વિચારી તમારા મગજને બોજ ન આપો.

હમેશા ખુશ જ રહેવાનો ખ્યાલ આપણી જિંદગીને વધારે બોજારૂપ બનાવી દે છે. જ્યારે આપણે ફક્ત આપની ખુશી વિશે જ વિચારીએ છે ત્યારે આપણે આપણી આસપાસના લોકોની ખુશી વિશે નથી વિચારી શકતા. અને એના કારણે આપને એ લોકોની આંખોમાં ખટક્યા કરીએ છીએ.દરેક સમયે ખુશીની શોધ કરતા રહેવાના કારણે આપણે અંતે એકલા પડી જઈએ છે. અને ખુશીની સાચી પળો તમારા હાથમાંથી છટકી જાય છે.
નાની નાની વાતોને મહત્વ આપો.
સેન્ડી મને પોતાના પુસ્તક ટેન મિનિટ્સ ટુ હેપીનેસમાં લખ્યું છે કે દરેક માણસે પોતાની જિંદગીના નાના મોટા અનુભવ ડાયરીમાં નોંધવા જોઈએ. લેખિકા એ સલાહ આપી છે કે આ 6 સવાલોના જવાબ શોધીને માણસ પોતાની ખુશી સુધી પહોંચી શકે છે-

કઈ નાની નાની વાતોથી તમને આનંદ મળે છે?
તમને તમારા કામ દ્વારા કેવા વખાણ કે પ્રતિક્રિયા મળી?
સારા નસીબના ક્યાં પળો તમારા જીવનમાં આવ્યા?
તમારી નાની મોટી ખૂબીઓ શુ છે?
કઈ વાતોએ તમને ધન્યવાદને પાત્ર બનવ્યા?
તમે તમારા સારા કામોને કઈ રીતે બતાવ્યા?
આ પ્રકારના સવાલોના જવાબ ડાયરીમાં લખવાથી બે ફાયદા થાય છે. જ્યારે આપણે આ સવાલોના જવાબ લખીએ છે ત્યારે આપણને એ નાની નાની વાતો યાદ આવે છે જે આપણને ખુશી આપે છે. અને આપણી પાસે એ નાની નાની વાતોનું લિસ્ટ પણ તૈયાર થઈ જાય છે, જેના કારણે આપણે ખુશ રહી શકીએ છે. આ વાતોને યાદ કરીને તમે ફરી પણ ખુશ થઈ શકો છો.

સાફ સફાઈ પણ એક વિકલ્પ છે, સોશિયલ મીડિયાનો બને તો ઓછો ઉપયોગ કરો
જીવનની ભાગદોડમાં આપણે ઘરની સાફ સફાઈ પર પૂરતું ધ્યાન નથી આપી શકતા. ફુરસતની આ પળોમાં ઘરને સજાવી શકાય.જો તમે ઘરેથી જ ઓફિસ નું કામ કરતા હોય તો ઘરના એ ખૂણામાં પણ તમારી નજર પડશે જે આજ પહેલા ક્યારેય નહીં પડી હોય. તમે ફ્રીજ કે રસોડું સાફ કરી શકો છો.
આ સમયમાં સોશિયલ મીડિયામાં તમને ખરાબ સમાચારનો ઢગલો દેખાશે. પણ ઘણા લોકો માટે સોશિયલ મીડિયા સાથે જોડાઈ રહેવું જરૂરી પણ હોય છે. ઘણા લોકો માટે આ એમના કામ માટે જરૂરી છે. તો કેટલાક લોકો સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના મિત્રો, સગા વ્હાલા સાથે જોડાયેલા રહે છે. આ મુશ્કેલીનો ઉપાય એ પણ હોઈ શકે કે તમે બેડરૂમમાં મોબાઇલની એન્ટ્રી બન્ધ કરી દો. કે પછી મોબાઈલથી થોડા સમય દૂર રહેવાનું છે એ નક્કી કરી ને એ સમય પણ નક્કી કરી લો કે જે સમયમાં તમે મોબાઈલનો ઉપયોગ નહી કરો.