કોરોનાગ્રસ્ત પરીવારે હુમલો કર્યો પણ શિલ્પાબેને સર્વે ન છોડ્યો.

દેશમાં કોરોના વચ્ચે કેટલીક અમાનવીય ઘટના સામે આવે છે. ત્યારે તેવી જ એક ઘટના અરવલ્લી જિલ્લામાં પણ સામે આવી છે. એક આશા વર્કર પર કોરોનાગ્રસ્ત પરિવાર દ્વારા ખુબજ ખરાબ વર્તન કરવામાં આવ્યું સાથે તેના પર હુમલો પણ કરવામાં આવ્યો હતો.

રાજ્યના લોકો આરોગ્યની સેવામાં જો કોઇ પાયાનું કામ કરતા હોય તો એ છે,ગામડા ગામની એક સામાન્ય આશા વર્કર, આવી જ એક આશા બહેને કોરોનાના કપરા સમયે પોતાના પર હુમલો થયો પણ સરવે ન છોડ્યો અને ગામને કોરોના મુક્ત કરવા માટે સાહસિક કદમ ભર્યા.

image source

અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગામોમાં પણ કેસ નોંધાયા હતા. આવા વિસ્તારના લોકોને સૌપ્રથમ હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા અને ત્યારબાદ તેનાથી બીજા લોકોમાં સંક્રમણ ના ફેલાય તે માત્ર તેની આસપાસ સર્વે કરી અને તેને તકેદારી રાખવા માટે તે વિસ્તારને કોરોન્ટાઇન કરવામાં આવ્યો હતો.

image source

પરંતુ અરવલ્લીના એક આશા વર્કર પર એક કોરોનાગ્રસ્ત પરિવાર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો છતાં આ આશા વર્કર બહેને પોતાનો સર્વે સતત ચૌદ દિવસે પૂરો કર્યો હતો અને આ મહામારીમાં લોકોને જાગૃત કરવાનું કામ ખુબજ સારી રીતે કર્યું હતું.

આપડે વાત કરી રહ્યા છીએ અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના ગાય-વાછરડા ગામની જયાં અમદાવાદથી આવેલા એક પરીવારે પોતાના ટેસ્ટ કરવાની વાત દૂર રહી પણ સરવેમાં નામ આપવાનો ઇન્કાર કરી, સરવેમાં આવનાર બહેનો પણ હુમલો કરી દિધો

image source

પોતાની વાત કરતા ગાય-વાછરાડા ગામની આશા કાર્યકર બહેન શિલ્પાબેન અસારી કહે છે, અમારા ગામમાં આંતર જિલ્લામાંથી આવનાર પ્રવાસીઓની વિગત એકત્ર કરવાનું કામ કરવાનું હોય છે, ત્યાર બાદ આ પ્રવાસીઓને હોમ કોરોન્ટાઇન કરવાના હોય છે અને પછી લોકો સેમ્પલ લેવાની પક્રિયા માટે સમજાવી, તેમના રીપોર્ટ પોઝિટીવ આવે તો આસપાસ વિસ્તારમાં સરવે શરૂ કરવાનો, આવો જ બનાવ મારા ગામમાં બન્યો કે અમદાવાદથી આવેલા પરીવારની હું વિગત એકત્ર કરવા ગઇ તો પ્રથમ વાર તો મળ્યા જ નહિ, બીજી વાર ગઇ તો તેમના પરીવારમાં કોણ કોણ છે ને ક્યારે આવ્યા તો વિગત આપવામાં આનાકાની કરી, એ જ સમયગાળા દરમિયાન અમારા આરોગ્ય વિભાગ દ્વારા આ પરીવારના સભ્યોનું કોરોનાનું સેમ્પલ લેવામાં આવ્યું જેમાંથી તેમની દિકરીનો કોરોના રીપોર્ટ પોઝિટીવ આવ્યો, જેને લઇ તંત્ર દ્વારા આ ગામના વિસ્તારને કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરાયો અને આવશ્યક સેવાઓ સિવાય તમામ સેવાઓ પર પ્રતિબંધ આવી ગયો અને સર્વે કરવાનું કામ શરૂ થયું.

image source

હું જયારે એ જ વિસ્તારમાં ગઇ તો કોરોના કેસ મળી આવેલા પરીવાર હું કઇ બોલુ-પુછપરછ કરૂ એના પેલા તો મારી સામે ગાળો બોલવાની ચાલુ કરી કહ્યુ કે તારા કારણે આખા ગામના રસ્તા બંધ થઇ ગયા, મારી દિકરીને તો શરદી-ખાંસી હતી ને તે ખોટો રીપોર્ટ કરાવી કોરોના લાવી છે, મારી દિકરીને હોસ્પિટલમાં કંઇ થશે તો તારી જવાબદારી એમ કરી હાથા-પાઇ સુધી વાત વણસી ગઇ પરંતુ મારી સાથેના આંગણવાડી અને મેલેરીયા વર્કર વચ્ચે પડી મને માંડ બચાવી.

image source

આ સમગ્ર વાત મે મારા આરોગ્ય અધિકારીને કરી તેમને પોલીસ કેસ કરવાની વાત કરી પણ હું પોતે જ ગામમાં કાયમ જોડે રહેવાનું હોય ને દુશ્મનાવટ ક્યાં કરવી તેવી ઉદારતા સાથે વાત ને જતી કરી, બીજા દિવસે પોલીસ રક્ષણ સાથે ગામમાં સરવે શરૂ કર્યો ને ગામમાં ફરી કેસ ના આવે તે માટે સતત ચૌદ દિવસ કોરોના અંગે સર્વે કરી અને લોકોને જાગૃત કર્યા. ગામને કોરોનામુક્ત બનાવવાની દિશામાં નિરાશ થયા વગર કામ કરતી પાયાની આશા વર્કર શિલ્પાબેન જેવા કોરોના વોરિયરને આભાર પ્રકટ કરવાનું મન થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.