થઈ રહી છે કોરોના સાથે લગ્નની સરખામણી, કારણો વાંચીને તમે પણ હસી પડશો ખડખડાટ

થઈ રહી છે કોરોના સાથે લગ્નની સરખામણી – કારણો વાંચી તમને પણ આવી જશે હસવું

કોરોના સંગ લગ્ન જાણો શું છે આ બન્નેમાં સામ્યતા – તમે પણ વિચારતા રહી જશો

સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી ચાલી રહી છે. ભારતમાં સંક્રમણ ન ફેલાય તે હેતુથી સતત બે મહિના કરતાં પણ વધારે સમય માટે લોકડાઉન લાગુ પડાવામાં આવ્યું. હાલ લોકડાઉન હળવુ કરવામા આવ્યું છે તો વળી બીજી બાજુ કોરોના સંક્રમીતોની સંખ્યામાં સતત વધારો જ જોવા મળી રહ્યો છે છેલ્લા કેટલાક દિવસથી રોજના 10 હજાર કરતા વધારે સંક્રમીતો ઉમારાઈ રહ્યા છે.

image source

હાલ ખરેખર પરિસ્થિતિ કટોકટીની ચાલી રહી છે તેમ છતાં લોકો તેમાંથી પણ રમૂજ તો શોધી જ લે છે. અને હાલ રમૂજ એ ચાલી રહી છે કે કોરોના અને લગ્ન વચ્ચે શું સામ્યતાઓ છે. કહે છે કે કોરોના અને લગ્ન બન્ને સરખા જ છે.

તો ચાલો જોઈએ સોશિયલ મિડિયા પર શું સરખામણી થઈ રહી છે કોરોના અને લગ્ન વચ્ચે.

લગ્નમાં પણ જાન જાય છે અને કોરોનામાં પણ જાન(જીવ) જાય છે.

image source

લગ્ન કરવા માટે કરવો પડે છે હસ્ત મેળાપ – તો કોરોના પણ હાથ મિલાવવાથી થાય છે.

image source

 

લગ્નમાં પણ માણસોનો મેળાવડો હોય છે તો કોરોના પણ માણસોના મેળાવડાથી જ ફેલાય છે.

લગ્નમાં ફરવામાં આવે છે ચાર ફેરા તો કોરોનાની મહામારીમાં પણ રાખવામાં આવ્યા લોકડાઉનના ચાર ચરણ

image source

કોરોનામાં સંક્રમણનો સમય જેમ જેમ આગળ વધતો જાય છે તેમ તેની અસર વધતી જાય છે તો બીજી બાજુ લગ્નમાં પણ સમય જતાં અસર વધવા લાગે છે.

કોરોના આવ્યો છે ચિનથી તો લગ્નમાં વાયરસ મળ્યો છે સાસરી પક્ષથી (પછી વર ગણો કે વધુ) બન્ને જગ્યાના લોકો સુરક્ષિત છે.

image source

લગ્નમાં ચોથા ફેરા પછી પતિ-પત્નીને સાથે હરવાફરવા તેમજ હળવા મળવાની છૂટ અપાય છે તો કોરોનામાં પણ લોકડાઉનના ચોથા ચરણ બાદ હરવા ફરવાની છૂટ અપાઈ છે.

સફળતાની કમ્પેરિઝન કરવા જઈએ તો બન્નેમાં સફળતાની શક્યતા 30% રહેલી છે તો હેરાન થવાની ભારોભાર શક્યતા એટલે કે 70% રહેલી છે.
કોરોના અને લગ્નમાં છેવટે તો હૃદયનું જ આવી બને છે.

image source

કોરોનાની નથી તો કોઈ દવા શોધાઈ કે નથી શોધાઈ કોઈ રસી. બીજી બાજુ લગ્નનો પણ કોઈ ઉપાય શોધવામાં નથી આવ્યો.

કોરોનાથી છૂટકારો મેળવવા માટે ક્વોરેન્ટાઇનના 14 દિવસ પાળવા પડે છે તો લગ્નમાંથી તમને તેના અડધા જન્મો એટલે કે સાત જન્મે છુટકારો મળે છે.

કરી જોઈ છે તમે પણ ક્યારેય આવી સરખામણી, કોરોના અને લગ્ન વચ્ચે ? જો કરી હોય તો તમને આ બન્નેમાં શું સામ્યતા લાગી તે કમેન્ટમાં જણાવવાનું જરા પણ ન ભૂલતા.

image source

હાલ સ્થિતિ ભલે ગમે તેટલી કટોકટીની ચાલી રહી હોય પણ આ સ્થિતિમાં પણ લોકો આવી રમૂજો કરીને પોતાની જાતને હળવાશમાં મુકી રહ્યા છે જે ખરેખર આ સમયની જરૂરિયાત બની ગઈ છે. સમય ખરાબ ચાલી રહ્યો છે પણ ગમે તેમ કરીને તેને પસાર કર્યે જ છૂટકો છે, તો પછી હસીને જ કેમ પસાર ન કરવો આ સમયને !

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.