બોલિવૂડના આ ફેમસ સ્ટાર્સની માતાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, શું તમને ખબર છે આ લેટેસ્ટ વાત?

સત્યજીત દુબે

કોરોના વાયરસ સંક્રમણ મહામારીના સમયમાં સામાન્ય વ્યક્તિઓને તો તકલીફ પડી રહી છે પરંતુ આ તકલીફો માંથી બોલીવુડ સેલેબ્સ પણ બચી શક્યા નથી આજે અમે આપને અભિનેતા સત્યજીત દુબે કે, જેમણે ફિલ્મ ‘પ્રસ્થાનમ’માં સંજય દત્ત સાથે કામ કર્યું હતું. સત્યજીત દુબેની માતાને માઈગ્રેનનો એટેક આવ્યો આ સાથે જ વોમિટીંગ પણ થવા લાગી, ત્યાર પછી ડોક્ટરને શંકા જતા કોરોના વાયરસ ટેસ્ટ કરાવવામાં આવ્યો અને આ કોરોના વાયરસ ટેસ્ટ રીપોર્ટ પોઝેટીવ આવ્યો હતો. સત્યજીત દુબેની માંનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝેટીવ આવ્યા પછી સત્યજીત અને તેની બહેન બંનેએ પોતાની જાતે જ હોમ ક્વોરેન્ટાઇન થઈ ગયા છે.

Satyajeet Dubey's mother tests coronavirus-positive, thanks ...
image source

સત્યજીત દુબેએ મીડિયામાં ખુલાસો કરતા જણાવ્યું છે કે, હું ભગવાનને ધન્યવાદ કહીશ, કેમ કે, હું એવા ક્ષેત્રમાં કામ કરું છું અને એવા વ્યક્તિઓ સાથે કામ કરી રહ્યો છું, જેમણે મને ખુબ મદદ કરી રહ્યા છે. મેં જયારે મારી નજીકના વ્યક્તિઓને મદદ મેળવવા માટે ફોન કર્યો ત્યારે તેઓ તરત જ મારી મદદ માટે આગળ આવ્યા છે. પણ એક સામાન્ય વ્યક્તિ માં આ બધું ખુબ મુશ્કેલ હોય છે.

image source

સત્યજીત દુબેએ ફિલ્મ ‘પ્રસ્થાનમ’માં સંજય દત્તના પુત્રનો કિરદાર નિભાવતા જોઈ શકાય છે. સત્યજીત દુબે વધુ જણાવતા કહે છે કે, સંજય દત્ત, અલી ફઝલ, ટિસ્કા ચોપરાએ સમયસર મારી મદદ ના કરી હોત તો હોસ્પિટલમાં મમ્મી માટે બેડ મળવો ખુબ મુશ્કેલ થઈ ગયો હોત. હાલમાં હોસ્પિટલમાં સત્યજીત દુબેની મમ્મીને સારવાર આપવામાં આવી રહી છે.
સત્યજીત દુબે પોતાની વાતને આગળ વધારતા કહે છે કે, છેલ્લા કેટલાક દિવસો મારા અને મારા પરિવાર માટે અત્યંત તકલીફોથી ભરેલ રહ્યા હતા. જો કે, આપણા દેશની કરોડરજ્જુ કહી શકાય એવા વ્યક્તિઓની મુશ્કેલીઓ આપણા કરતા પણ ખુબ વધારે છે. હું મારા મિત્રો, પાડોશીઓ, બીએમસી, કોરોના વોરીયર્સ અને ખાસ ડોક્ટર્સને ખુબ ખુબ ધન્યવાદ કહેવા ઈચ્છીશ. આ બધાએ અમને ભરપુર પ્રેમ અને સહકાર મેળવ્યો છે.

Satyajeet Dubey's mother tests positive for Covid; actor, his ...
IMAGE SOURCE

અભિનેતા સત્યજીત દુબેના જણાવ્યા મુજબ, તેઓની મમ્મીનું સ્વાસ્થ્ય સારું હતું નહી. સત્યજીત દુબેની મમ્મીના સ્વાસ્થ્ય બગડવાની શરુઆત ગંભીર માઈગ્રેન એટેક આવ્યો, આ સાથે જ તેઓનું શરીર તાવના કારણે તપવા લાગ્યુ અને શરીરમાં પણ ખુબ દુખાવો થવા લાગ્યો. આ બધું થયા પછી જયારે સત્યજીત દુબેની મમ્મીનો કોરોના વાયરસ રીપોર્ટ કરાવવામાં આવ્યો તો આ રીપોર્ટ પોઝેટીવ આવતા સત્યજીત દુબેની મમ્મીને મુંબઈની નાણાવટી હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં એડમીટ કરી દેવામાં આવ્યા. ત્યાર પછી હું અને મારી બહેન અમે બંનેએ પોતાને જાતે જ હોમ ક્વોરેન્ટાઇન કરી લીધા છે.

image source

સત્યજીત દુબેએ પોતાના એક્ટિંગ કરિયરની શરુઆત ફિલ્મ ‘ઓલવેઝ કભી કભી’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. ત્યાર પછી ફિલ્મ ‘લક લક કી બાત’, ‘બાંકે કી ક્રેઝી બારાત’ જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. ઉપરાંત સત્યજીત દુબેએ ફિલ્મોની સાથે સાથે ટીવી સીરીયલ્સમાં પણ પોતાનું નસીબ અજમાવ્યું છે સત્યજીત દુબે ટીવી શો ‘ઝાંસી કી રાની’ અને મહારાજ કી જય’ જેવા ટીવી શોમાં જોવા મળ્યા છે. સત્યજીત દુબેએ ફિલ્મ ‘પ્રસ્થાનમ’માં સંજય દત્તના પુત્રનો કિરદાર નિભાવતા જોવા મળ્યા છે.

source
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.