કોરોનાકાળમાં પરિવાર સાથે કુદરતના સાનિધ્યમાં રહેવા માટે આ અભ્યારણની અવશ્ય મુલાકાત લો, જાણો તેની વિશેષતા

દિવાળીના વેકેશન દરમિયાન જો તમે ગુજરાત બહાર ફરવા જવા ન માગતા હોય તો રાજ્યમાં પણ એવાગણા સ્થળ છે જેની તમે મુલાકત લઈ શકો છો. આપણા ગુજરાતમાં ઘણાં જોવાલાયક સ્થળો જાણીતાં છે. એ ઉપરાંત, ઓછાં જાણીતાં હોય એવાં સ્થળો જોવાની મજા પણ કંઇ ઓર છે. જેમા વેળાવદરનો કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન, ઘેલા સોમનાથ મહાદેવ, હિંગોળગઢનો કિલ્લો, ગોંડલના ઓર્ચાર્ડ અને નવલખા પેલેસ, ખંભાલીડાની બૌદ્ધ ગુફાઓ, નરારાની દરિયાઈ જીવસૃષ્ટિ, ખીજડીયા પક્ષી અભ્યારણ્ય, ઝરીયા મહાદેવ વગેરે. આ ઉપરાંત તમે જો વીક-એન્ડમાં પ્રકૃતિના સાનિધ્યમાં રહેવા માંગતા હોય તો તમારે માટે હિંગોળગઢ સેન્ચ્યુરી પાર્ક બેસ્ટ છે. તો ચાલો જાણીએ તેમની વિશેષતા.

હિંગોળગઢ અભયારણ્ય છ વિસ્તારમાં વહેંચાયેલું છે

image source

હિંગોળગઢ સેન્ચ્યુરી પાર્ક રાજકોટના જસદણ તાલુકામાં આવેલું છે. આ વિસ્તાર એકદમ લીલોતરીથી ભરાયેલો છે. અહીં ગાઢ જંગલમાં કુદરતની સોળે કળાએ ખીલે છે. ખાસ કરીને વરસાદના સમયમાં અહીં ખૂબ જ લીલોતરી જોવા મળે છે. હિંગોળગઢ અભયારણ્ય છ વિસ્તારમાં વહેંચાયેલું છે અને લોકોએ આ તમામ વિસ્તારને અલગ અલગ નામ આપેલા છે. પહેલાં તો રાજાશાહીના સમયમાં તેનું નામ મોતીસરી વીડી હતું. કારણ કે અહીં જે તલાવડી છે, તેમાં પાણી ભરાતું હતું. એ પાણી મોતી જેવું ચોખ્ખું રહેતું હોવાથી લોકો તેને મોતીસરી વીડી કહેતા હતા. આ અભયારણ્યના મુખ્ય વિસ્તારને હિમકૂઈના નામે ઓળખવામાં આવે છે. આ સિવાયના બીજા વિસ્તારો જેવા કે જૂનો ડુંગર એવું નામ આપવામાં આવેલું છે. બીજા એક વિસ્તારને ચૂનાવાળો ગાળો એવું વિચિત્ર નામ આપવામાં આવેલું છે. બીજા એક વિસ્તારમાં દેડકાઓ પુષ્કળ પ્રમાણમાં રહેતા હોવાથી તેને દેડકિયાળો ગાળો એવું નામ આપવામાં આવેલું છે, જ્યારે સમગ્ર અભયારણ્યનો સૌથી ઊંચા ભાગને નાળિયેરીવાળો ગાળો એવું નામ આપવામાં આવેલું છે.

જોવા લાયક સ્થળ

image source

હિંગોળગઢ અભયારણ્ય પાસે જ એક કિલ્લો આવેલો છે. એમ કહેવાય છે કે જ્યારે જસદણ સ્ટેટ હતું ત્યારના સમયનો આ કિલ્લો આવેલો છે. જ્યાં કેટલાય અલભ્ય પક્ષીઓ સંગ્રહ કરવામાં આવેલા છે. કેટલીક જાતના થોર પણ આ કિલ્લામાં સાચવી રાખવામાં આવેલા છે. હિંગોળગઢને 1980 ની અંદર અભ્યારણ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જો તેના વિસ્તાર ની વાત કરવામાં આવે તો તે ૬૫૪ ચોરસ કિલોમીટરમાં પથરાયેલું છે. અહીં લોકોની સાથે સાથે ઊંચા ઘાસ પણ જોવા મળે છે. આ જંગલમાં અનેક પ્રકારના પ્રાણીઓની સાથે સાથે સરીસૃપો પણ જોવા મળે છે. જેમાં ખાસ કરીને ચિંકારા, નીલગાય, વરુ, શિયાળ, શાહુડી, સસલા જેવા પ્રાણીઓ ખૂબ વધારે માત્રામાં મળી રહેશે. ઘણી વખત તો અહીં દીપડો પણ જોવા મળે છે. આ જંગલની અંદર ૨૩૦ થી વધુ વધુ વિવિધ પ્રકારના પક્ષીઓ જોવા મળે છે. જેમાં ખાસ બુલબુલ, લક્કડખોદ, લકડગંજ બચત જેવા પક્ષીઓ વધારે પ્રમાણમાં મળી આવે છે.

હિંગોળગઢ અભયારણ્યની વિશેષતા

image source

હિંગોળગઢ અભયારણ્યની વિશેષતા એ છે કે અહીં કાદવવાળું જંગલ નથી. તથા આ સ્થળ સૌરાષ્ટ્રના ઊંચા વિસ્તારોમાંનું એક સ્થળ છે. એટલે અહીં વરસાદનું પાણી ભરાઈ જવાને કારણે રસ્તા બંધ થઈ જવાની સમસ્યા બિલકુલ છે જ નહીં. ઊલટાના જેમ જેમ વરસાદ વરસે તેમ તેમ આ અભયારણ્યનું સૌંદર્ય અને લીલોતરી વધારે ખીલે છે. પરિણામે અહીં વિદ્યાર્થીઓ સિવાયના પણ જેવા કે વાઈલ્ડવાઈફ ફોટોગ્રાફર્સ, બર્ડ-વોચર્સ, પ્રાણી નિરીક્ષકો વગેરે વિપુલ પ્રમાણમાં ખેંચાઈ આવે છે. ખાસ કરીને ચોમાસાની સિઝનમાં આ જગ્યા ઉપર ફરવા જવાની અનેરી મજા હોય છે. અહીં નેચરલ એજ્યુકેશન કેમ્પસ પણ આયોજન કરવામાં આવે છે. તેની અંદર ત્રણ દિવસ તથા બે રાતનો પ્રોગ્રામ હોય છે. જેમાં તમે કુદરતના ખોળે ભરપૂર મજા માણી શકો છો. જેમાં તમને નેચર વિશે ઘણું બધુ શીખવા મળશે. અમુક જગ્યાએ તમને પક્ષીઓના અવાજ સંભળાશે તો અમુક જગ્યાએ છુપાયેલા શિયાળ જોવા મળશે. ખાસ કરીને અહીં સરીસૃપો ભરપૂર માત્રામાં મળી આવે છે. આ સેન્ચ્યુરી ની અંદર ૧૯ પ્રકારના સાપ જોવા મળે છે. પરિવાર સાથે કુદરતના સાનિધ્યમાં રહેવાની અનેરી મજા આવે છે.

આ નિયમોનું પાલન કરવું પડશે

image source

હિંગોળગઢ અભયારણ્યમાં જતા પહેલા તમારે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આ સેન્ચ્યુરી માં ધૂમ્રપાન કરવાની સખ્ત મનાય છે. કારણ કે તેના કારણે આગ પણ લાગી શકે છે. આ ઉપરાંત અહીં મોબાઈલ દ્વારા ફ્લેશ ચાલુ કરીને ફોટો પાડવાની પણ મનાય છે. તેનાથી વન્ય પ્રાણીઓને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત અહીંયાં મ્યુઝિક સિસ્ટમ લઈ જવાની પણ સખત મનાઈ છે.

કેવી રીતે પહોંચશો ?

image source

હિંગોળગઢ અભયારણ્ય રાજકોટ જિલ્લાના જસદણ શહેર નજીક આવેલુ છે. હિંગોળગઢ જવા માટે રાજકોટ થઈને પણ જઈ શકાય અને સીધા જ જસદણ જઈને પણ રોડ રસ્તે જઈ શકાય. અમદાવાદથી ૧૮૦ કિલોમીટર દૂર આવેલી છે. એટલે કે તમારે લગભગ 5 કલાક નું ટ્રાવેલિંગ કરવાનું થશે. આ જગ્યા રાજકોટ થી ફક્ત 70 કિલોમીટર દૂર છે. આ ઉપરાંત તે ગોંડલ થી ૩૨ કિલોમીટર દૂર આવેલી છે જેમાં રેલવે દ્વારા તમે ત્યાં પહોંચી શકો છો. આ જગ્યા નું સૌથી નજીકનું સ્ટેશન જસદણ છે જે હિંગોળગઢ થી પંદર કિલોમીટર દૂર આવેલું છે.

શું ચાર્જ છે અભ્યારણમાં જવાનો ?

image source

હિંગોળગઢ અભયારણ્યમાં જવા માટે તમારી વ્યક્તિ દિઠ 20 રૂપિયા સાધારણ એન્ટ્રી ફી રાખવામાં આવી છે. જો તમે આ જંગલની અંદર કાર્યને સફળ કરવા માંગતા હોય તો તમારે 200 રૂપિયા એન્ટ્રી ફી ચૂકવવી પડશે એ વાતનું ધ્યાન રાખવું ખુબ જરૂરી છે. ગીરનું જંગલ તો સુવિદિત છે એટલે તેના વિશે તો કંઈ વિશેષ કહેવાનું રહેતું જ નથી. પરંતુ હિંગોળગઢ ઘણી બધી રીતે વિશિષ્ટ છે. કારણ કે હિંગોળગઢના જંગલમાં જવા માટે જંગલમાંથી પસાર થવું પડતું નથી, પરંતુ સીધા જ જંગલમાં પ્રવેશી જવાય છે. સમગ્ર પૃથ્વી લીલી લીલી થઈ જાય તો કેવી લાગે એ જોવું હોય તો ચોમાસા દરમિયાન કે દિવાળી પછી એક વાર હિંગોળગઢની અવશ્ય મુલાકાત લેવી. કુદરતના ખોળે સમય વિતાવવા માટે આ જગ્યા બેસ્ટ છે.