આ રીતે જાણી લો પહેલા, શું તમને આ પહેલા ક્યારે થઇ છે કોરોનાની અસર?

દેશ ભરમાં અત્યારે દિવસેને દિવસે કોરોના વાયરસના કેસમાં નિરંતર વધારો થઈ રહ્યો છે. આ દરમિયાન અનેક લોકોને કોરોના વાયરસે પોતાની ઝપટમાં લીધા છે, જો કે હોસ્પીટલમાં રહીને તેઓ સાજા પણ થયા છે. સાજા થયેલા લોકોને પણ સરકારી દિશા-નિર્દેશ મુજબ સાવચેતીના પગલા જણાવીને પરત મોકલી દેવામાં આવે છે. જો કે આ વાયરસ ઘણી વાર પોતાનો પ્રભાવ ઘણો મોડો દેખાડે છે.

IMAGE SOURCE

ઘણી વાર એવું પણ બને છે કે તમને જ કોરોના થયો હોય અને તમને પોતાને પણ ખબર ન પડે. એવા ઘણા કિસ્સાઓ છે, જ્યાં કોરોના વાયરસનો ચેપ લાગ્યો હોય પણ વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ મજબુત હોવાથી વ્યક્તિને તેની કોઈ જ અસર નથી જણાતી. પણ એ બીજામાં ફેલાવાની સંભાવનાઓ જરૂર રહે છે. તો ચાલો આજે આપણે જાણીએ કેટલાંક એવા લક્ષણ વિશે જેના દ્વારા તમે જાણી શકો કે, તમે પણ કોરોના વાયરસના સંક્રમણનો ભોગ બન્યા છો અથવા નહીં.

તમને શરદી થઈ હોય અને તાવ આવ્યો હોય

IMAGE SOURCE

જ્યારે પણ ઋતુ બદલાય છે ત્યારે શરદી થવી, સાવ સામાન્ય બાબત છે. પણ, કોરોના વાયરસની મહામારીના સમયમાં એ જાણવું પણ ખુબ જ જરૂરી છે કે જો તમને શરદી થઇ છે અથવા ગળામાં કફ જામી રહ્યો છે અને જો તાવ પણ આવતો હોય તો એ કેટલી ગંભીર સમસ્યા હોઈ શકે છે. કારણ કે આ પણ કોરોના વાયરસના લક્ષણો પૈકીનું જ એક છે

વસ્તુને સૂંઘીને પારખી શકવામાં અસમર્થતા

IMAGE SOURCE

આપને જણાવી દઈએ કે સૂંઘવાની શક્તિ ગુમાવવી, એ પણ કોરોના વાયરસનું જ એક લક્ષણ છે. કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિ કોઈ પણ વસ્તુને તેની ગંધના આધારે ઓળખવામાં અસફળ રહે છે એવું અનેક રિસર્ચમાં સામે આવ્યું છે. જો તમારી સાથે પણ આવું જ કઈક થયું હોય, તો જાણી લો કે તમને પણ સંભવિત કોરોના વાયરસનો ચેપ હોય એવું બની શકે.

શ્વાસ લેવામાં તકલીફ પડવી

IMAGE SOURCE

શ્વાસ લેવામાં તકલીફ પડવી એ અત્યાર સુધીનું સૌથી સામાન્ય લક્ષણ છે, જે લગભગ મોટા ભાગના કોરોના દર્દીઓમાં મળે છે. અત્યાર સુધીમાં કોરોના વાયરસના ઘણાં કેસ સામે આવ્યા છે, જેમાં દર્દીઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય.

આંખોનો રંગ ગુલાબી થઈ જવો

IMAGE SOURCE

અમુક કોરોના વાયરસના કિસ્સાઓમાં તો દર્દીની આંખો ગુલાબી થઈ જવાના લક્ષણ પણ જોવા મળ્યા હતા. કારણ કે કોરોના વાયરસ માત્ર સ્પર્શ કરવાથી જ નહીં, પણ આંખો દ્વારા પણ એકથી બીજામાં ફેલાય છે. આ એક રિસર્ચ પ્રમાણે જાણવા મળ્યું છે.

શરદી અને તાવ સાથે ગેસની સમસ્યા

IMAGE SOURCE

ઘણા કેસમાં એવું પણ જાણવા મળ્યું છે, કે કોરોના વાયરસના દર્દીઓમાં શરદી અને તાવ સાથે પાચનતંત્રમાં પણ સમસ્યા થાય છે. પેટમાં ગેસ થવો અને સાથે તાવ અને શરદી થવી પણ કોરોનાના જ લક્ષણો હોવાનું સામે આવ્યું છે.

સ્નાયુઓમાં દુ:ખાવો થવો

IMAGE SOURCE

એક સંશોધન અહેવાલ પ્રમાણે કોરોના વાયરસની જ્યારે શરીર પર સીધી અસર થાય છે, ત્યારે વ્યક્તિના શરીરમાં થાક લાગવો, સ્નાયુમાં દુ:ખાવો થવો અને શરીર દુ:ખવુ જેવા લક્ષણો પણ જોવા મળે છે.

ચામડી પર ચકામા ઉપસી આવવા

IMAGE SOURCE

કોરોના વાયરસ સંક્રમિત દર્દીઓમાં જોવા મળતા લક્ષણ પૈકી ચામડી પર ચકામા પડવા એ એક છે. પણ, શરીરની ચામડી પર જોવા મળતા ચકામાને નકારી શકાય નહીં. ચામડી પરની અસર સાથે અન્ય પ્રવર્તમાન લક્ષણ જોવા મળે તો સમજવું કે કોરોના વાયરસની અસર છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.