કોરોનાની પહેલી આયુર્વેદિક દવા પતંજલિએ કરી તૈયાર, જાણો શું કહ્યું આ વિશે બાબા રામદેવે
કોરોના વાયરસ જેવી બીમારીથી સમગ્ર વિશ્વ ત્રાહિમામ પોકારી ઉઠ્યું છે. ઝડપથી ફેલાતી આ બીમારીની હજી સુધી કોઈ દવા શોધાઈ નથી જેના કારણે સંક્રમિત લોકો અને મરનારની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. વિશ્વના વૈજ્ઞાનિકો કોરોનાની દવા શોધવા મથી રહ્યા છે પણ હજી ધારી સફળતા મળી નથી.

એવા સમયમાં યોગ ગુરુ બાબા રામદેવે મંગળવારે આયુર્વેદિક દવાથી કોરોના પીડિતની સારવાર કરવાનો દાવો કર્યો છે. આ માટે,પતંજલિ દ્વારા ત્રણ દવાઓ કોરોનિલ, શ્વસારી અને અણુ તેલ લોન્ચ કરવામાં આવી છે. અને તેનું નિર્માણ પતંજલિ યોગપીઠ દ્વારા કરવામાં આવ્યું છે.
બાબા રામદેવે આ અંગે કહ્યું કે, પતંજલિએ ગિલોય, અશ્વગંધા જેવા ઔષધિઓમાંથી સંશોધન કરીને કોરોના આધારિત દવા તૈયાર કરી છે.

280 દર્દીઓ પર ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવ્યું

બાબા રામદેવે એવો દાવો કરી રહ્યા છે કે આ દવાના ક્લિનિકલ કેસ સ્ટડીમાં 280 દર્દીઓનો સામેલ થયા હતા. 100 જેટલા લોકો પર આ દવાના ક્લિનિકલ કંટ્રોલ ટ્રાયલ્સ થયા હતા જેમાં 3 દિવસમાં જ 69% કોરોના દર્દીઓ કોરોના પોઝિટીવમાંથી નેગેટીવ બન્યા હતા અને 100% દર્દીઓ 7 દિવસની અંદર સ્વસ્થ થઈ કોરોના નેગેટિવ થયા હતા. તેમણે આગળ જણાવ્યું કે, આ એક ઐતિહાસિક ઘટના છે.

ત્રણેય દવાના એકસાથે ઉપયોગ કરવાથી કોરોના મટે છે
બાબા રામદેવે લોન્ચ કરેલી કોરોના દવામાં કોરોનિલ ઉપરાંત ઇન્હેલર તેલ અને અણુ તેલનો પણ સમાવેશ થયેલો છે. બાબા રામદેવ આ વિશે કહે છે કે આ ત્રણેય દવાનો એક સાથે ઉપયોગ કરવાથી કોરોના સંક્રમણને દૂર કરી શકાય છે અને રોગને ફેલાતોઅટકાવી શકાય છે.બાબા રામદેવે આગળ કહ્યું કે શરીરમાં ઓક્સિજનની ગેરહાજરીમાં શ્વસારી નામની દવા આપવાથી લાભ થશે. તે શરદી, ઉધરસને પણ એકસાથે મટાડે છે. અણુ તેલ નાકમાં નાખવામાં આવે છે અને તે તેલ કોરોના સામે આપણને રક્ષણ આપે છે.

દેશમાં કોરોના સંક્રમિતોનો આંકડો વધીને 4.40 લાખને પાર થયો છે. છેલ્લા 24 કલાકમાં 13,548 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં 10,879 દર્દીઓ સાજા થયા છે અને 312 લોકો મૃત્યુ પામ્યા છે. મહારાષ્ટ્રમાં મહત્તમ 3721 નવા કેસ આવ્યા હતા અને અહીં 113 લોકોના મોત થયા છે. દિલ્હીમાં 2909 દર્દીઓમાં વધારો થયો છે, જ્યારે સૌથી વધુ 3589 દર્દીઓ સાજા થયા છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.