ક્વોરન્ટીન દરમિયાન ડાયાબિટીસ દર્દી ને કેવી રીતે તેમની સ્વાસ્થ્ય નું ધ્યાન રાખવું જોઈએ. એક ફેમસ ડાયાબિટીસ ડોક્ટર ની સલાહ છે કે

દુનિયા ભર માં જયારે કોરોના વાયરસ ના કેસ વધારે ઝડપથી વધી રહ્યા છે ત્યારે એને રોકવો મુશ્કેલ છે.તેથી, બધા બીજી બીમારીવાળા દર્દી તેમનું ધ્યાન વધારે રાખે છે. કોરોના ના પ્રકોપ માં ડાયાબિટીસના દર્દી ને સ્વાસ્થ રાખવું એટલું જ જરૂરી છે. ડાયાબિટીસ ના દર્દી જાગૃત રહેવા કેહવા માં આવ્યું છે ત્યારે કોવિડ 19 નો ખતરો એમની પર વધુ છે. એક ફેમસ ર્ડાકટર કહે છે કે કોવિડ 19 ના કારણ મધુમેહ ના દર્દી માટે ગંભીર બીમારી પેદા કરી શકે છે. સમતોલ આહાર, નિયમિત કસરત કરવાથી, બ્લડસુગર ની તપાસ કરવાથી ખાસો ફેર પડે છે. આ સમય એના માટે કપરો છે જેની રોગપ્રતિકાર શક્તિ ઓછી છે. અને પોતાની દેખભાળ નથી કરતા, સાવધાની નથી રાખતા તો કોવિડ 19 ખતરો વધે છે. સંપૂર્ણ આહાર લો,

image source

શારીરિક કામ અથવા શારીરિક શ્રમ કરો. આ સ્વાસ્થ રેહવા માટે જરૂરી છે. અને એની સાથે ડાયાબિટીસ નો શિકાર હોય એ વ્યક્તિ કઈપણ કરે છે તો તરત એની અસર સીધી બ્લડ સુગર પર પડે છે.

ફેમસ ડાયાબિટીસના ર્ડાકટર દર્દીઓ માટે થોડા ઘરેલું નુસખા બતાવે છે.

image source

1.બધા નંબર એક જ યાદી માં રાખો. જેમાં દવાવાળા નો,હોસ્પિટલમાં ડોકટર નો, ઘર ની મદદ વાળી વસ્તુ નો સમાવેશ હોય.

2.દરરોજ બ્લડ સુગર ને ચેક કરો અને એક ડાયરી માં નોંધ લો.

3. જો તાવ ,ખાંસી, ઉધરસ આવે તો દવાખાને ના જાવ ફોન પર જ પતાવો અથવા ર્ડાકટર ને ઘરે બોલાવો

4. કોઈ પણ સંક્રમણ થી બચો. અને તમારા સુગર લેવલ ની તપાસ કરતા રહો.

5. તમને કોવિડ 19 નો અથવા કોઈ બીજી બીમારી ના લક્ષણો દેખાય તો ડોક્ટર ને વાત કરવાની રાહ ના જુઓ.

6. લોકડાઉન ના સમય માં ઘર માં જ રહો. આપાતકાલિન પરિસ્થિતિ માં જ બહાર જાવ.

image source

ક્વોરન્ટીન સમય માં ડાયાબિટીસના દર્દીઓ આ ખોરાક થી રહો એકદમ દૂર.

ખાંડ, સાકર, ગોળ, મધ, ગ્લુકોઝ, મીઠાઈ, ચોકલેટ, સુકોમેવો (બદામ, કાજુ, અખરોટ, પીસ્તા, વિગેરે), ચીઝ, ક્રીમ, ડેઝર્ટસ, મીઠા પીણા, ફરસાણ એટલે કે તેલમાં તળેલી વસ્તુઓ, અથાણા, સોસ, સૂપ, મેંદો, કોર્ન, ફલાવર, કસ્ટર્ડ, પેસ્ટ્રીકેડ, જામ, જેલી, ગળ્યા બિસ્કિટ, આઈસક્રીમ, ઘી, માખણ, વનસ્પતિ ઘી, પામ ઓઈલ, કોપરેલ, બેકરીની વસ્તુઓ, આલ્કોહોલ, તેલવાળા અથાણા ન લેવાય.

image source

ક્વોરન્ટીન સમય માં બધા ની લાઈફ સ્ટાઇલ અલગ અલગ થઈ છે ત્યારે, બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર નિયમીત લેવા જ જોઈએ. લાંબો સમય ભૂખ્યા રહેવાથી કે વારંવાર ખાવાથી બીમારી કંટ્રોલમાં રહેતી નથી એ વાતમાં કોઈ ખોટું નથી. ખોરાક સમયસર લેવો તથા ખૂબ ચાવીને ખાવો જરૂરી છે. ખોરાકમાં ફાઈબરનું પ્રમાણ વધુ હોય તે પણ અગત્યનું છે. જે ફ્રૂટ, સલાડ, શાકભાજીમાંથી પૂરતા પ્રમાણમાં મળી રહે છે. કાજુ અને દ્રાક્ષ સિવાયના ડ્રાયફ્રૂટ્સ પણ લઈ શકાય. ઓવર ઈટીંગ પણ શરીર માટે હાનિકારક છે તે ધ્યાનમાં રાખવું.