ડોક્ટર પતિને પારકી સ્ત્રી સાથે જોઈ પત્નીનો છટ્ક્યો પિત્તો, જાહેરમાં કરી મારામારી, જોઇ લો તસવીરોમાં

પતિને પારકી સ્ત્રી સાથે જોઈ પત્નીનો છટ્ક્યો પિત્તો – જાહેરમાં કરી મારામારી

સામાન્ય રીતે પતિ-પત્નીના જીવનમાં અવારનવાર ચકમચક ઝર્યા જ કરતી હોય છે. જેને આ સંબંધમાં ખૂબ જ સામાન્ય માનવામાં આવે છે પણ ક્યારેક સ્થિતિ એવી સર્જાય છે કે વાત મારામારી પર આવી જાય છે. આજકાલ ઘણા બધા લગ્નેત્તર સંબંધો બંધાતા જોવા મળી રહ્યા છે. કદાચ આ પહેલાં પણ તેવું થતુ હશે પણ સોશિયલમિડિયા તેમજ કેમેરા વાળા મોબાઈલના કારણે હવે બધું તરત જ રેકોર્ડ થઈ જાય છે અને આખા વિશ્વમાં દેશના ગામડાના ખૂણે બનેલી ઘટના પણ ફેલાય જાય છે.

image source

તાજેતરમાં જારખંડના જમશેદપુર નગરના બિરસાનગર થાના વિસ્તારમાં પણ આવી જ એક ઘટના ઘટી ગઈ છે. જો કે આ એક ભણેલા-ગણેલા કુટુંબની ઘટના છે. અહીં પત્ની પોતાના પતિના ઘરમાં એક મહિલા વકીલને જોઈ જાય છે અને તેને જોઈને જ તેનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી જાય છે અને પછી તે મહિલા વકિલની સાથે મારામારી કરે છે.

image source

મહિલાએ માત્ર પેલી મહિલા વકીલને જ નહોતી મારી પણ તેના પતિ પર પણ તે ચપ્પલે ચપ્પલે ટૂટી પડી હતી. અને આ નાટક રસ્તા પર કેટલાએ કલાક સુધી ચાલતુ રહ્યું. છેવટે પોલીસે આવીને મામલો હાથમાં લેવો પડ્યો ત્યારે મામલો શાંત પડ્યો.

image source

વાસ્તવમાં પત્નીએ પોલીસ બોલાવી હતી અને પોલીસ પાસે અને મહિલા વકિલ પાસે મકાનનું બારણું ખોલાવ્યું. અને દરવાજો ખોલતા જ ગુસ્સે ભરાયેલી પત્ની પોતાના પતિ પર ચપ્પલ લઈને તૂટી પડી. અને સાથે સાથે મહિલા વકીલની પણ ભારે ધોલાઈ કરી હતી.

પત્નીનું કહેવું છે કે તેનો પતિ તે મહિલા વકિલ સાથે આડા સંબંધ ધરાવે છે અને જ્યાં સુધી છુટ્ટા છેડા ન થઈ જાય અને સંપત્તિની વહેંચણી ન થઈ જાય ત્યાં સુધી તેના પતિ સાથે ઘરમાં બીજી કોઈ જ મહિલા ન રહેવી જોઈએ.

image source

જ્યારે પતિનો પક્ષ સાંભળવામાં આવ્યો ત્યારે તેણે જણાવ્યું કે મહિલા તેના કેસની વકીલ છે અને તે બાબતે જ તેના ઘરે આવી હતી. અને પત્ની તેનાથી અલગ જ રહે છે અને હાલ તેણી સાથે વિવાદ ચાલી રહ્યો છે અને તે બાબતે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. તો બીજી બાજુ મહિલા વકિલે પણ તેમ જ જણાવ્યું કે ડોક્ટર તેનો ક્લાયન્ટ છે અને તે કામકાજ અર્થે જ ત્યાં આવી હતી. અને તે તેના બાળકો સાથે ત્યાં ગઈ હતી.

image source

આગળ તપાસ કરતાં જાણવા મળ્યું કે તે બન્ને પતિ-પત્ની વચ્ચે પહેલેથી જ સંપત્તિને લઈને વિવાદ ચાલી રહ્યો છે અને તે અંગે કોર્ટમાં કેસ પણ ચાલી રહ્યો છે. જો કે પોલીસે જણાવ્યું કે તે મહિલા પોતાના પતિ અને મહિલા વકિલ વિરુદ્ધ ફરિયાદ કરશે તો અમે ચોક્કસ તપાસ આગળ વધારીશું. હાલ તો પોલીસે આખો મામલો થાળે પાડી દીધો છે અને જરૂરી કામગીરી ચાલી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.