એક રૂપિયાનો ખર્ચો કર્યા વગર મોબાઇલને કરો મેકઓવર, ઘરે બનાવો આ રીતે DIY ફોન કવર્સ…

મોર્ડન સમયમાં દરેક વ્યક્તિની પાસે મોબાઇલ હોય છે. જો કે આજના આ સમયમાં મોબાઇલ ફોન એક જરૂરિયાત છે. મોબાઇલ વગરની જીંદગી જાણે અધૂરી હોય તેમ લાગે છે. ઘણા લોકો એટલા મોંઘા મોબાઇલ ફોન યુઝ કરતા હોય છે કે ના પૂછો વાત. આમ, મોબાઇલ ફોનની કેર પણ લોકો ખૂબ જ કરતા હોય છે. આજે માર્કેટમાં જેમ-જેમ મોબાઇલ ફોન બદલાતા જાય છે તેમ-તેમ તેના કવરમાં પણ અનેક ઘણી નવી ડિઝાઇન્સ આવતી હોય છે. ઘણા કવરની કિંમત તો ખૂબ જ મોંઘી હોય છે. જેમ લોકોને નવા-નવા મોબાઇલ લાવવાના શોખ હોય છે તેમ લોકો તેના કવર પાછળ પણ અનેક ઘણો ખર્ચો કરતા હોય છે. કવરમાં પણ અનેક પ્રકારની નવી-નવી ડિઝાઇન્સ આવતી હોય છે. જો તમે આજે કોઇ નવી ડિઝાઇનવાળુ કવર ખરીદો છો તો બે દિવસ રહીને તે ડિઝાઇન જૂની થઇ જાય છે.

image source

આમ, જો તમે બહારના મોંઘાદાટ કવર ના લાવવા ઇચ્છતા હોવ તો આજે અમે તમને ઘરે જાતે જ મોબાઇલનુ બેક કવર બનાવવાની રીત જણાવીશું. આ કવર ઘરે ખૂબ જ ઝડપથી બની જાય છે અને તમારો મોબાઇલનો દેખાવ પણ એકદમ બદલાઇ જાય છે. એટલે કે, તમારો જૂનો મોબાઇલ એકદમ નવા જેવો જ થઇ જાય છે.

Nautical Anchor

image source

નૌટિકલ એંકરની સાથે તમે તમારા ફોનને એક નવો લુક આપી શકો છો. આ માટે એક શાઇની પેપર લો અને તેને નૌટિકલ એંકર શેપમાં કટ કરી લો. કટ કરતી વખતે ધ્યાન રહે કે, આ પેપર તમારા મોબાઇલના કવરની સાઇઝ પ્રમાણે કટ કરવુ. હવે આ પેપરને ગ્લુની મદદથી તમારા મોબાઇલ કવરની પાછળ ચોંટાડી દો.

Repurposed Glitz

image source

જો તમે ગ્લિટરવાળુ મોબાઇલ કવર બનાવવા ઇચ્છો તો તમે તમારા સિમ્પલ કવર પર ગ્લુવાળુ ગ્લિટર રાખો અને તેને થોડીવાર માટે સુકાવા દો. આમ, કરવાથી તમારા મોબાઇલની બેક સાઇડ બહુ જ મસ્ત લાગે છે.

Photo Cover

image source

આ કવર ઘરે બનાવવુ ખૂબ જ સરળ છે. આ કવર બનાવવા માટે તમારી પાસે એ ફોટો હોવો જોઇએ જેને તમે કવર પર પ્રિન્ટ કરવા ઇચ્છો છો. આ ફોટોની સાઇઝ મોબાઇલના કવર જેટલી હોવી જોઇએ. હવે કવરની બેક સાઇડમાં ફોટો ટેપની મદદથી ચોંટાડો. ફોટાવાળો ભાગ કવર જેવો દેખાશે. ત્યારબાદ ઇસ્ત્રી ગરમ કરીને ફોટાની ઉપર ધીમે-ધીમે પ્રેસ કરો. તેને સતત કવરની ઉપર મુકી ના રાખો. 2 મિનિટની આ પ્રોસેસ ફરી કરો અને એક વાસણમાં પાણી નાંખીને તેને 30 મિનિટ રહેવા દો. હવે કવરને કાઢીને ફોટાના પેપરને ધીરે ધીરે ઘસો. આમ, કરવાથી પેપર હટી જશે અને ફોટો કવર પર દેખાશે. આમ, જ્યારે પેપર સંપૂર્ણ રીતે કવર પરથી ખસી જાય ત્યારે તમે જોશો તો પેપર પ્રિન્ટ કવર પર સાફ રીતે દેખાઇ આવશે.

Washi Tape

image source

તમે Washi Tapeથી પણ તમારા ફોનના કવરને નવો મેકઓવર આપી શકો છો. આ માટે તમારા કવર પર અલગ-અલગ રીતે ટેપ લગાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.