બાયોકોનની દવાને કોરોના વાયરસની સારવાર માટે DGCIએ આપી મંજૂરી, દુનિયામાં ક્યાંય પણ થઈ શકે છે ઉપયોગ

બાયોકોનની દવાને કોરોના વાયરસની સારવાર માટે DGCIએ આપી મંજૂરી, દુનિયામાં ક્યાંય પણ થઈ શકે છે ઉપયોગ.

ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા(DGCI) બાયકોનની એક દવા Itoliuzumab કોરોના વાયરસની સારવાર માટેની મંજૂરી આપી દીધી છે. આ પહેલી એવી દવા છે જેનો ઉપયોગ દુનિયાની કોઈપણ જગ્યા એ કરી શકાય છે.

image source

છેલ્લા ઘણા મહિનાઓથી ભારત સહિત સમગ્ર વિશ્વ કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યું છે. દિવસે ને દિવસે વધી રહેલી સંકર્મીતોની સંખ્યા હવે ચિંતાનો વિષય બની ગયો છે. બધા જ દેશના વૈજ્ઞાનિકો કોરોના વાયરસ ની વેકસીન અને દવાની શોધમાં લાગી ગયેલા છે.એવા સમયમાં આપણા માટે એક સારા સમાચાર એ છે કે કોરોના વાયરસની સારવાર માટે ભારતની બીજી એક કંપનીની દવાને ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયાએ (DCGI)એ મંજૂરી આપી દીધી છે.

image source

DCGIએ બાયોકોન કંપનીની એક દવા Itolizumb કોરોના વાયરસના સામાન્ય લક્ષણ ધરાવતા દર્દીઓ પર ઉપયોગ કરવાની મંજૂરી આપી છે. બેંગલુરુ આધારિત આ કંપનીએ મીડિયાને આપેલી જાણકારીમાં કહ્યું હતું કે “એમને આ દવા માટે માર્કેટિંગની પરવાનગી મળી ગઈ છે. દવાનું નામ ALZUMAb છે જે એક ઇન્જેક્શન (25 મિલિગ્રામ/પાંચ મિલીલીટર) છે.

દુનિયામાં ક્યાંય પણ ઉપયોગ કરી શકાય તેની મળી મંજૂરી.

image source

બાયોકોન કંપનીએ જણાવ્યું કે Itolizumb પહેલી એવી બાયોલોજીક દવા છે જેને દુનિયામાં ક્યાંય પણ કોરોના વાયરસના દર્દીની સારવારમાં ઉપયોગ કરવાની મંજૂરી મળી છે. જોકે કંપનીએ હજી એ નથી જણાવ્યું કે એ આ દવાને ક્યાં ભાવે વેચશે. કંપનીએ જણાવ્યું છે કે મુંબઈ અને નવી દિલ્હીમાં કેટલાક હોસ્પિટલમાં નિયંત્રિત ક્લિનિક પરિક્ષણના પરિણામ બાદ Itolizumbને કોરોના દર્દીઓની સારવારમાં ઉપયોગમાં લેવાની મંજૂરી મળી છે.

બીજા દેશોમાં પણ દવા પહોંચાડવાના પ્રયત્ન.

image source

બાયોકોનના ચેરપર્સન કિરણ મજુમદાર એ કહ્યું કે “ઇનોવેશન આધારિત એક બાયોફાર્મા તરીકે કોવિડ 19ના દર્દીઓની સારવાર માટે Itolizumbના ઉપયોગની મંજૂરી મળવાથી અમે ગૌરવ અનુભવીએ છીએ. આગળ એમને જણાવ્યું કે ” આ દવાએ કોરોના વાયરસ મહામારીને હરાવવાના પ્રયત્નોમાં થઈ રહેલા વૈશ્વિક પ્રયત્નોમાં ભારતને અગ્રણી બનાવી દીધું છે. અમારી યોજના કોરોના વાયરસ મહામારીથી પ્રભાવિત દુનિયાના અન્ય દેશોમાં પણ આ દવાને ઉપલબ્ધ કરાવવાની છે.

ભારતમાં કોરોના વાયરસ સંક્રમિતોની સંખ્યા 8 લાખને પાર.

image source

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં શનિવારે કોરોના વાયરસ સંક્રમણના નવા 27114 કેસ સામે આવ્યા છે. અને હવે દેશમાં કુલ કોરોના સંકર્મીતોની સંખ્યા આઠ લાખને પાર કરી ગઈ છે. અત્યાર સુધી આ કોરોના વાયરસને કારણે 22 હજારથી વધુ લોકો પોતાનો જીવ ગુમાવી ચુક્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span