ક્રિકેટ રસીયાઓ માટે BAD NEWS, જાણો કોરોના કાળમાં ક્રિકેટને લઇને શું આવ્યા આ મોટા સમાચાર
કોરોના વાયરસને લઈને અત્યારે દરેક ક્રિકેટ ટુર્નામેન્ટના આયોજન પર અનિશ્ચિતતા તોળાઈ રહી છે. હાલમાં જ લેવાયેલા નિર્ણય મુજબ આઈપીએલ પણ સ્થગિત કરવામાં આવી હતી. એવા સમયે ઘરેલું સત્ર ૨૦૨૦-૨૧ની શરૂઆત જે ઓગસ્ટ મહિનાના અંતમાં વિજય હજારે ટ્રોફી સાથે થવાની હતી. ત્યાર બાદ રણજી ટ્રોફી, દલીપ ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનું આયોજન થવાનું હતું. જો કે પાછળના સત્રમાં શરુ થનાર ઈરાની ટ્રોફીને પણ લોકડાઉનને કારણે રદ કરવામાં આવી હતી.

ઘરેલું ટુર્નામેન્ટને લઈને હજુ પણ અનિશ્ચિતતા
કોરોના વાયરસની મહામારીના કારણે જાણે કાઈ જ વધ્યું નથી. જો કે આ વાયરસની માર ઘરેલું ક્રિકેટમાં રણજી ટ્રોફી સહીત બાકીની ટુર્નામેન્ટ ક્રિકેટ પર પણ પડી રહી છે. હજુ સુધી કાઈ જ નક્કી નથી, ત્યારે હજારોની સંખ્યામાં પ્રથમ કક્ષાની ક્રિકેટ એમના ભવિષ્યને લઈને ઘણી ચિંતિત જોવા મળી રહી છે. તો બીજી તરફ ક્રિકેટ જગતના પ્રખ્યાત કપ્તાન સૌરવ ગાંગુલીએ સ્પષ્ટ કરી દીધું છે કે ઘરેલું સત્રોની ક્રિકેટ પણ ત્યારે જ શરુ કરવામાં આવશે જ્યારે રણજી ટ્રોફી માટે દેશની અંદર યાત્રા કરવા સુરક્ષિત વાતાવરણ ઉભું થશે. ભારતની ઘરેલું ટુર્નામેન્ટને લઈને હજુ પણ અનિશ્ચિતતા બનેલી છે, કારણ કે કોરોના વાયરસના કારણે ઇન્ડીયન પ્રીમિયર લીગ જો ઓક્ટોબરમાં થઇ હોત તો સત્રની ઘણી મેચની સંખ્યા ઓછી કરવી પડત.

ઈરાની ટ્રોફીને પણ રદ કરવામાં આવી હતી
આપને જણાવી દઈએ કે જો સ્થિતિ સામાન્ય હોત તો ઘરેલું સત્ર ૨૦૨૦-૨૧ની શરૂઆત ઓગસ્ટ મહિનાના અંતમાં વિજય હજારે ટ્રોફી સાથે થવાની હતી. આ ટ્રોફી પછીના કાર્યક્રમોમાં રણજી ટ્રોફી, દલીપ ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફીનું આયોજન પણ થવાનું હતું. પાછળના સત્રમાં પણ લોકડાઉનના કારણે ઈરાની ટ્રોફીને રદ કરવામાં આવી હતી. ઘરેલું અને જુનીયર ક્રિકેટ વિશે જ્યારે પૂછવામાં આવ્યું તો સૌરવ ગાંગુલીએ મીડિયા સાથેના સંવાદમાં સ્પષ્ટ કહ્યું હતું કે, “આ જરૂરી તો છે, પણ કોરોના વાયરસની મહામારી પર નિયંત્રણ આવી જાય પછી જ આ થઈ શકશે. ખાસ કરીને જુનિયર કક્ષાની ક્રિકેટ માટે વર્તમાન સ્થિતિમાં સુધાર આવ્યા પછી જ આ શક્ય બનશે.”

યાત્રાઓ સુરક્ષિત નહિ બને ત્યાં સુધી આયોજન નહી થાય
ગાંગુલીએ આ નિર્ણય અંગે વધુમાં જણાવ્યું હતું કે ભારત એક મોટો દેશ છે અને ક્રિકેટ પ્રતિયોગીતા માટે એક જગ્યાએથી બીજી જગ્યાએ યાત્રાઓ કરવાની હોય છે, જો કે હાલમાં કોરોના વાયરસની મહામારીને લઈને આ સુરક્ષિત નથી. પરિણામે ઘરેલું ક્રિકેટ આ સ્થિતિ અંકુશમાં ન આવે ત્યાં સુધી આયોજિત કરવામાં આવશે નહી. બિસિસિઆઇના પ્રમુખે આ બાબતે જણાવ્યું હતું કે, “અમે યુવા ખેલાડીઓને લઈને કોઈ પ્રકારનું જોખમ લેવા ઈચ્છતા આથી.આપણો દેશ એટલો મોટો છે અને આપણી ઘરેલું ક્રિકેટ એટલી મજબુત છે કે આ ક્રિકેટ રમવા માટે દરેકને યાત્રા કરવી પડે છે. પરિણામે જ્યાં સુધી યાત્રાઓ સુરક્ષિત નહિ બને ત્યાં સુધી એનું આયોજન થઇ શકશે નહિ.”

દેશમાં એક દિવસમાં રેકોર્ડ બ્રેક ૨૪,૮૭૯ નવા કેસ
આ જ રીતે વધુમાં એમને જણાવ્યું હતું કે ઉમરના વર્ગો આધારિત જે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે એ પણ હાલમાં થશે નહી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે ભારતમાં ગુરુવારના દિવસે કોરોના વાયરસના માત્ર એક જ દિવસમાં સર્વાધિક રેકોર્ડ બ્રેક ૨૪,૮૭૯ નવા કેસ સામે આવ્યા છે, જેના કારણે ભારતમાં કુલ કોરોના સંક્રમણના કેસની સંખ્યા ૭,૬૭,૨૯૬ સુધી પહોચી ગઈ છે. આ દરમિયાન કોરોના વાયરસના કારણે જીવ ગુમાવનારા દર્દીઓની સંખ્યા ૨૧,૧૨૯ સુધી પહોચી ગઈ છે, જેમાંથી માત્ર એક દિવસમાં ૪૮૭ જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.