બોલ પર થુંક લગાવવાનો શું મતલબ, કેમ બોલર કે ફિલ્ડર બોલ પર થુંક લગાવતા હશે, તેનાથી શું ફાયદો થતો હશે ?

બોલને ચમકાવવા માટે સેલિવા પર પ્રતિબંધ મુકવા પર બોલરો હતા નિરાશ, પરંતુ બોલ બનાવતી કંપનીએ શોધ્યો આ વિકલ્પ.

image source

આપણે વર્ષોથી ક્રિકેટ મેચ જોઈએ છીએ, એમાં એક હરકત કાયમથી જોઈએ છીએ કે બોલર અથવા ફિલ્ડર બોલ પર થુંક લગાવતો હોય છે. આવા અનેક પ્રશ્નો થતા હોય છે પણ મેચ જોવાના ઉત્સાહમાં બધું ભૂલી જતા હોઈએ છીએ.

image source

ત્યારે બોલ પર થુંક લગાવવાનો શું મતલબ, કેમ બોલર કે ફિલ્ડર બોલ પર થુંક લગાવતા હશે, તેનાથી શું ફાયદો થતો હશે ?

image source

બોલ પર થુંક અને પસીનો લગાવવો ક્રિકેટમાં કોમન હોય છે, બોલને સ્વીંગ કરવા માટે આવું કરવામાં આવતું હોય છે. હવામાં એકતરફથી બીજી દિશામાં બોલને ફંટાવવા આવું કરવામાં આવે છે.

image source

પરંતુ મંગળવારના રોજ ભારતના દિગ્ગજ સ્પિનર અનિલ કુંબલેના અધ્યક્ષપદવાળી આઇસીસી ક્રિકેટ કમિટીએ બોલ ચમકાવવામાં થુંકના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની ભલામણ કરી છે, જોકે કમિટીએ બોલ ચમકાવવા માટે પરસેવાના ઉપયોગથી જોખમ ન હોવાનું જણાવ્યું છે. કોરોનાના કારણે અન્ય રમતોની જેમ ક્રિકેટ પણ હાલ દુનિયાભરમાં ઠપ છે, પરંતુ એ વાત પર ચર્ચાઓ ચાલી રહી છે ક્રિકેટ જ્યારે પણ શરૂ થાય ત્યારે બોલની ચમક જાળવી રાખવા માટે પરંપરાગત રીતનો ઉપયોગ ચાલુ રહેશે કે પછી કૃત્રિમ ચીજોનો ઉપયોગ થશે.

કોરોના વાયરસને કારણે ક્રિકેટ સ્થગિત છે અને તે ફરીથી શરૂ થશે ત્યારે કોઈ બોલર બોલ પર લાળ (સેલિવા) લગાવી શકશે નહી કેમ કે સુરક્ષા ખાતર આઇસીસીએ આમ કરવા પર પ્રતિબંધ લાદી દીધો છે. વિશ્વભરના બોલર્સને ચિંતા છે કે તેઓ ભવિષ્યમાં બોલને સ્વિંગ કરાવી શકશે નહીં. બોલર્સ આ મામલે નિરાશ થઈ ગયા છે.

image source

કોટન ટોવેલ નો થશે ઉપયોગ

image source

બોલર્સ એવી દલીલ કરી રહ્યા છે કે તેમની ઉપર રીતના પ્રતિબંધથી બેટ્સમેનને તો જલસા પડી જવાના છે. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરો માને છે કે આમ થવાથી બોલર માટે તો આઘાતજનક છે અને તેઓ બોલને સ્વિંગ કરાવી શકશે નહી. તેમને વિકેટ મળશે નહીં અને બેટ્સમેન આસાનીથી રન ફટકારતા રહેશે. આ દરમિયાન ઇંગ્લેન્ડમાં બોલ બનાવતી એક કંપનીએ કોટનનો ટોવેલ ઉપયોગ કરવાની સલાહ આપી છે. તેમણે જણાવ્યું કે પહેલા તો તમારે બોલને યોગ્ય રીતે રાખવો પડશે. ઝડપી બોલર બોલની એક સાઇડ પર પરસેવો કે લાળ લગાવીને તેની ચમક જાળવી રાખે છે.

વેસ્ટ ઇન્ડિઝનો મહાન ઝડપી બોલર માલ્કમ માર્શલ આમ જ કરતો હતો.

image source

બ્રિટનનમાં ડ્યુક બોલ બનાવતી કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર દિલીપ જાજોડીયાએ કહ્યું હતું કે બોલર્સે ચિંતા કરવાની જરૂર નથી. અમારી પાસે હાથથી સિવાયેલી સીમ ધરાવતા બોલ છે. તેને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે તમારી પાસે કળા હોય તો તમે ઇચ્છો ત્યાં સુધી બોલ સ્વિંગ કરાવી શકો છો.

તેમણે જણાવ્યું કે પરસેવાનો ઉપયોગ કરવાની આઇસીસીએ મંજૂરી આપી છે. કોઈ ખેલાડી પોતાના કપડાને ડ્યુક બોલ સાથે રગડે તો બોલમાં રહેલા ચામડા (લેધર)ને કારણે તેમાંથી વેક્સ નીકળે છે અને બોલમાં ચમક આવે છે. વેસ્ટ ઇન્ડિઝનો મહાન ઝડપી બોલર માલ્કમ માર્શલ આમ જ કરતો હતો. તે પોતાની પાસે કોટનનો એક ટુકડો રાખતો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.