આ બે ભારતીય ક્રિકેટરની પત્ની પર જોવા મળ્યો મસ્ત પ્રેગનન્સી ગ્લો, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!

ગર્ભાવસ્થામાં આવો આવ્યો છે વિરાટ કોહલી અને ઝહિર ખાનની પત્નીઓના ચહેરા પર નુર, જલ્દી જ ગુંજશે બંને ઘરોમાં બાળકોની કિલકારીઓ.
કોરોનાકાળ કેટલાક ક્રિકેટર્સ માટે ખુશીઓ લઈને આવ્યો છે. થોડાક સમય પહેલા જ ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ પોતાના પપ્પા બનવાની ખબરને ફેંસની સાથે શેર કરી હતી. ત્યાર બાદ એવી પણ ખબર આવી છે કે, ટીમ ઈન્ડિયાના એક્સ ફાસ્ટ બોલર રહેલ ઝહિર ખાન (Zaheer Khan) પણ જલ્દી જ પપ્પા બનવાના છે. વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) અને ઝહિર ખાનની પત્ની સાગરિકા ઘાટગે (Sagarika Ghatge) બંને બોલીવુડ અભિનેત્રી છે. આમ તો બંને અત્યંત ખુબસુરત છે, પરંતુ ગર્ભાવસ્થા દરમિયાન બંનેના ચહેરાઓ પર અલગ જ નુર જોવા મળી રહ્યો છે. જેને સામાન્ય ભાષામાં પ્રેગ્નેંસી ગ્લો પણ કહેવાય છે.

image soucre

ક્રિકેટર ઝહિર ખાનએ વર્ષ ૨૦૧૭માં ફિલ્મ ‘ચક દે ઈન્ડિયા’ની ફેમ સાગરિકા ઘાટકે સાથે લગ્ન કર્યા હતા. હવે એવી ખબર આવી રહી છે કે, આ કપલના ઘરમાં જલ્દી જ બાળકની કિલકારીઓ ગૂંજવાની છે. જી હા, એક રીપોર્ટમાં જણાવ્યા મુજબ અભિનેત્રી સાગરિકા ઘાટકે આ સમયે ગર્ભવતી છે. જો કે, હજી સુધી બંનેએ પોતે આ ખુશખબરી ફેંસની સાથે શેર કરી નથી.

image soucre

ટીમ ઈન્ડિયાના એક્સ સ્પીડ બોલર ઝહિર ખાન મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ના ડાયરેક્ટર ઓફ ક્રિકેટ ઓપરેશન્સમાં સામેલ છે. જો કે, હાલમાં ઝહિર ખાન પોતાની પત્ની સાથે દુબઈમાં જ છે.

તાજેતરમાં જ મુંબઈ ઈન્ડિયન્સની ટીમએ ઝહિર ખાનના જન્મદિનને સેલીબ્રેટ કર્યો હતો અને આ દરમિયાન અભિનેત્રી સાગરિકા ઘાટગે બ્લેક ડ્રેસમાં પોતાના બેબી બંપને છુપાવતા જોવા મળી હતી.

image soucre

આપને જણાવી દઈએ કે, ટીમ ઈન્ડિયા અને આરસીબીના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા પણ જલ્દી જ મમ્મી- પપ્પા બનવાના છે. તેમના ઘરે જાન્યુઆરી મહિનામાં બાળકની કિલકારીઓ ગુંજવાની છે. જો કે, ઝહિર ખાન- સાગરિકા ઘાટકેના ઘરે નાનું મહેમાન ક્યારે આવશે તેની જાણકારી હજી પણ મળી શકી નથી.

image soucre

આ દરમિયાન બંને અભિનેત્રી અનુષ્કા શર્મા અને સાગરિકા ઘાટકેના ચહેરા પર પ્રેગ્નેંસી ગ્લો (Pregnancy Glow) સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. ખરેખરમાં ગર્ભાવસ્થા દરમિયાન કેટલીક મહિલાઓનો ચહેરો ચમકવા લાગે છે અને તેમની સ્કિન પહેલા કરતા વધારે ગ્લોઈંગ, બેદાગ અને સ્વસ્થ જોવા મળે છે.
ગર્ભાવસ્થા દરમિયાન હોર્મોન્સ બદલાતા રહે છે જેનાથી સીબમ ગ્લૈડ વધારે ઓઈલ બનાવવા લાગે છે. ત્યાં જ વધારે બ્લડ વોલ્યુમ પણ ત્વચાના ઓઈલને વધારી શકે છે. એના કારણે ગર્ભાવસ્થા દરમિયાન ફેસ પર ગ્લો જોવા મળે છે.

image source

ગર્ભાવસ્થા દરમિયાન આ બધા પરિવર્તન બીજા ત્રિમાસિક પછી જોવા મળે છે. આ સમયે પ્રેગ્નેંસી ગ્લો આવવાની સંભાવના વધારે રહે છે. અભિનેત્રી અનુષ્કા શર્માની પણ બીજા ત્રિમાસિક ચાલી રહ્યા છે. જો કે, અભિનેત્રી સાગરિકા ઘાટકેની ગર્ભાવસ્થાનો કયો મહિનો ચાલી રહ્યો છે તેની જાણકારી મળી શકી નથી, પરંતુ તેમના ચહેરા પર ગ્લો સ્પષ્ટ જોવા મળે છે.

image soucre

પ્રેગ્નેંસી ગ્લો મેળવવા માટે અભિનેત્રી પોતાના ડાયટમાં પ્રોટીનની સાથે એંટીઓક્સિડન્ટ અને મિનરલવાળા ફૂડને પણ જરૂરથી સામેલ કરે છે. એના સિવાય રોજ મોઈશ્ચરાઈઝરથી સ્કિનની માલિશ કરે છે. એનાથી બ્લડ સર્ક્યુલેશન ઝડપી થાય છે અને સ્કિન ચમકવા લાગે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span