ક્રોપ ટોપમાં દિશા પાટની લાગી સુપર હોટ, આ તસવીરોએ ફેન્સને કરી દીધા પાગલ, શું તમે જોઇ આ વાયરલ તસવીરો?

બોલીવૂડ દિવા દિશા પાટનીની સુંદર તસ્વીરો

image source

બોલીવૂડ અભિનેત્રી દિશા પાટનીની અવારનવાર સોશિયલ મિડિયા પર થતી વાયરલ તસ્વીરો હંમેશા એક બઝ ઉભો કરી દેતી હોય છે. તો આજે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ દીશા પાટનીની કેટલીક સુંદર તસ્વીરો.

image source

સામાન્ય રીતે દિશા હંમેશા વેસ્ટર્ન આઉટફીટમાં જ જોવા મળે છે. અને તેણી મોટે ભાગે હોટ લૂકમાં જ જોવા મળે છે. પછી તે પોતાના કહેવાતા બોયફ્રેન્ડ ટાયગર શ્રોફ સાથે હોય કે પછી પોતાના કોઈ કો સ્ટાર સાથે હોય કે પછી તેણી કોઈ ફોટો શૂટમાં હોય.

 

View this post on Instagram

 

🐙

A post shared by disha patani (paatni) (@dishapatani) on

તેણીએ બોલીવૂડમાં ગણતરીની ફિલ્મો જ કરી છે તેમ છતાં તેણીના સોશિયલ મિડિયા અકાઉન્ટ પર કરોડો ફોલોઅર્સ છે. તેણી એક અભિનેત્રી કરતાં એક સફળ મોડેલ વધારે છે. તેણી અવારનવાર ફેશન શોઝમાં રેમ્પવૉક કરતી જોવા મળે છે.

image source

તેણી પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર નિયમિત તસ્વીરો પોસ્ટ કરતી રહે છે ક્યારેક શોર્ટ્સમાં, ક્યારેક જીમ આઉટફીટમાં ક્યારેક બીકીનીમાં. તાજેતરમાં જ તેણીની એક તસ્વીર સોશિયલ મિડિયા પર ખૂબ વાયરલ થઈ છે. આમ તો તેણીની કોઈ પણ તસ્વીર સોશિયલ મિડિયા પર આવતાની સાથે જ થોડી જ મિનીટમાં લાખો વ્યૂઝ મેળવી લે છે.

image source

તાજેતરમાં દિશા પાટનીએ પોતાની એક તસ્વીર પોતાના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તેણીનો રફ એન્ડ ટફ લૂક તમને જોવા મળશે. દિશાની આ તસ્વીરને ફેન્સ ખૂબ પસંદ કરી રહ્યા છે અને તેના પર ખૂબ કમેન્ટ પણ કરી રહ્યા છે. તેણીએ આ તસ્વીરમાં ક્રોપ ટોપ સાથે ડેનિમ જીન્સ પહેર્યું છે. તમને જણાવી દઈએ કે દિશા પાટનીના ઇન્સ્ટાગ્રામ પર 4 કરોડ કરતાં પણ વધારે ફોલોઅર્સ છે અને આ
અભિનેત્રીની કોઈ પણ તસ્વીર સોશયિલ મિડિયા પર આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે.

દિશા હંમેશા પોતાની ગ્લેમરસ તસ્વીરો સોશિયલ મિડિયા પર શેર કરતી રહે છે. તાજેતરમાં જ દિશાએ ટાઇગર શ્રોફ સાથે ડાન્સ કરતા એક વિડિયો શેર કર્યો હતો, જે સોશિયલ મિડિયા પર ખૂબ પસંદ કરવામા આવ્યો હતો. માત્ર એટલુ જ નહીં દિશા હંમેશા પોતાના ટફ વર્કાઉટના વિડિયો પણ શેર કરતી રહે છે. છેલ્લે દિશા પાટની ફિલ્મ મલંગમાં મુખ્ય ભૂમિકામાં જેવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે આદિત્ય
રૉય કપૂર, અનિલ કપૂર અને કુણાલ ખેમુ મુખ્ય ભુમિકા ભજવતા જેવા મળ્યા હતા.

image source

દિશાએ પોતાની એક્ટિંગ કેરિયરની શરૂઆત તેલુગુ ફિલ્મ લોફરથી કરી હતી. આ ફિલ્મ 2015માં આવી હતી અને તેની સામે વરુન તેજ હીરો તરીકે હતા અને ત્યાર બાદ તેણીએ ફિલ્મ એમ.એસ. ધોનીઃ ધ અનટોલ્ડ સ્ટોરીથી હિન્દી ફિલ્મોમાં ડેબ્યુ કર્યો. આ ફિલ્મ 2016માં રીલીઝ થઈ હતી આ ફિલ્મમાં તેની ઓપોઝીટ સુશાંત સિંહ રાજપુત હતા. આ પહેલાં દિશાને લોકો ડેરીમિલ્ક ગર્લ તરીકે ઓળખતા હતા.

image source

આ ઉપરાં તેણી 2017માં રિલિઝ થયેલી ચાઇનીઝ ફિલ્મ કુંગ ફુ યોગામાં પણ જોવા મળી હતી જેમાં તેણી સાથે જેકી ચાન, સોનુ સુદ ઉપરાંત કેટલાક જાણીતા સ્ટાર્સ પણ હતા. આ ફિલ્મ ચીનની સૌથી વધારે કમાણી કરનારી ફિલ્મ સાબિત થઈ હતી. ત્યાર બાદ 2018માં તેણીએ ફિલ્મ બાગી 2માં કામ કર્યું. અને સલમાન ખાનની ફિલ્મ ભારતમાં પણ તેણીએ કામ કર્યું છે.

image source

દિશા પાટની મૂળે ઉત્તરાખંડના કુમાઓની છે, અને પ્રિયંકા ચોપરાની જેમ ઉત્તર પ્રદેશનું બરેલી તેનુ હોમટાઉન છે. તેણીએ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેણી રાજપૂત કોમ્યુનિટિમાંથી આવે છે. તેણીના પિતા જગદીશ સિંઘ પટાની એક પોલીસ અધિકારી છે અને તેણીના માતા એક હેલ્થ ઇન્સ્પેક્ટર છે. તેણીની મોટી બહેન ખુશ્બુ પાટની ઇન્ડિયન આર્મિમાં લેફ્ટેનન્ટની પોસ્ટ પર છે તેણીનો એક નાનો ભાઈ પણ છે.

image source

દિશા પાટની જલદી જ સલમાન ખાન સાથે ફિલ્મ રાધે યોર મોસ્ટ વોન્ટેડમાં જોવા મળશે. તેણીની આ ફિલ્મ ઇદ પર રિલિઝ થવાની હતી, પણ કોરોના વાયરસના કારણે ફિલ્મની રિલિઝ ડેટ ટાળી દેવામાં આવી છે.