એક સમયે કોલકાતાથી લંડન જતી હતી આ બસ, તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW!

દુનિયા હવે જાણે એક થતી જતી હોય એવું લાગે છે. વિદેશમાં જવું પણ હવે સાવ સરળ બની ગયું છે. ફ્લાઇટ મારફતે તમે ગણતરીના કલાકોમાં તમારા મનગમતા દેશમાં જઇ શકો છો, પણ એક સમય એવો હતો જ્યારે આપણા દેશમાંથી લંડન જવા માટે બસ ચાલી રહી હતી. બની શકે કે કદાચ તમને આ વાત પર વિશ્વાસ ન આવે પણ 70ના દાયકામાં લંડન જવા માટે કોલકાતાથી બસ ઉપડતી હતી. ઘણા લોકો તો કદાચ આ વાતને માનવા તૈયાર જ નહીં થાય કે આટલી લાંબી બસ યાત્રા તો કઈ હોતી હશે પણ આ બિલકુલ સાચું છે. આ બસ સેવાને સિડનીની એક ટુર એન્ડ ટ્રાવેલ્સ કંપની સંચાલિત કરતી હતી.

IMAGE SOURCE

આ બસ સેવા એ સમયની દુનિયાની સૌથી લાંબી બસ યાત્રા ગણવામાં આવતી હતી. ઘણો જ લાંબો રૂટ હોવાના કારણે લંડન સુધી પહોંચવામાં લગભગ 45 દિવસ જેટલો સમય લાગતો હતો. આ બસ સેવાને સિડનીની એક કંપની અલ્બર્ટ ટુર એન્ડ ટ્રાવેલસે 1950માં શરૂ કરી હતી, જે 1973 સુધી ચાલુ રહી હતી. આ બસનો લંડન સુધી પહોંચવાનો રૂટ પણ ખૂબ જ રસપ્રદ હતો.

IMAGE SOURCE

આજકાલ સોશિયલ મીડિયા પર છેલ્લા કેટલાક દિવસથી આ બસનો અને એ બસની ટિકિટનો ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ બસનો કોલકાતાથી ઉપડવાનો દિવસ અને લંડન પહોંચવાનો દિવસ પહેલેથી જ નક્કી હોય છે. રસ્તામાં જો કોઈ ફરવા લાયક સ્થળ આવે તો એ બસ ત્યાં રોકાતી હતી અને યાત્રીઓને ટુર સંચાલિત કરનારી કંપની હોટેલમાં રોકાણ આપતી હતી.

IMAGE SOURCE

લંડન જતી બસમાં મોટા પ્રમાણમાં લોકો સફર કરતા હતા. કોલકાતાથી આ બસની શરૂઆત થતી હતી અને એ પછી આ ટ્રેન નવી દિલ્હી, કાબુલ, તેહરાન, ઇસંતબુલ થઈને લંડન પહોંચતી હતી. અને પછી આ જ રૂટથી આ બસ પરત કોલકાતા આવતી હતી. આ બસ યાત્રા દરમિયાન એ વાતનું ધ્યાન રાખવામાં આવતું હતું કે લોકો માટે આ યાત્રા ઘણી જ આરામદાયક અને યાદગાર સાબિત થાય.

IMAGE SOURCE

વર્ષ 1972માં કોલકતાથી લંડન સુધીનું આ બસનું ભાડું 145 પાઉન્ડ હતું, જેમાં બસનું ભાડું, જમવાનું, નાસ્તો અને રસ્તામાં હોટલમાં રોકવાની સુવિધાનો સમાવેશ કરવામાં આવતો હતો.કોલકાતામાં અલગ અલગ જગ્યા એ થી એક નાની બસ લોકોને લઈને આવતી હતી અને એ પછી લોકો આ ડબલ ડેકકર બસમાં બેસતા હતા.

IMAGE SOURCE

વિચાર કરો કે જો આવી બસ સેવા ફરી શરૂ કરી દેવામાં આવે તો?

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.