જાણી લો કેવી રીતે ફટાફટ છોલશો દાડમ, જેથી કરીને ના બગડે વધારે સમય

દાડમ છોલો

દાડમનું સેવન કરવાથી થતા ફાયદાઓ વિષે તો આપણે બધા જાણતા જ હોઈએ છીએ અને દાડમનું સેવન કરવું પણ ઘણા બધા વ્યક્તિઓને ખુબ જ પસંદ હોય છે. પરંતુ મોટાભાગની વ્યક્તિઓ દાડમનું સેવન કરવાથી ફક્ત એટલા માટે ટાળતા રહે છે કેમ કે, દાડમને દાણાને છોલવા માટે ખુબ જ મહેનત કરવી પડે છે. દાડમનું ફળનું સેવન એવી વ્યક્તિઓ માટે ખુબ જ ફાયદાકારક હોય છે જેમના શરીરમાં આયર્નની ઉણપ હોય છે. દાડમના ફળનું સેવન કરવાથી શરીરમાં હિમોગ્લોબીન વધે છે.

image source

દાડમમાં ફાઈબર, પ્રોટીન, પોટેશિયમ, વિટામીન સી, વિટામીન કે જેવા મિનરલ્સ રહેલા હોય છે જે આપણા શરીર માટે અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. મોટાભાગે દાડમના ફળને છોલવાના નામે આળસમાં આવી જઈને આપણે દાડમનું સેવન કરવાનું જ ટાળી દઈએ છીએ. તો આજે અમે આપને જણાવીશું કે, દાડમ છોલવાની સૌથી સરળ રીતો વિષે….

દાડમને છોલવાની પહેલી સરળ રીત.:

image source

-દાડમના ફળને ચોપીંગ બોર્ડ પર રાખો કેમ કે, દાડમમાં ભરપુર પ્રમાણમાં જ્યુસ હોય છે, જો દાડમનું આ જ્યુસ આપના કપડા પર પડી જાય છે તો ત્યાં ડાઘ પડી શકે છે એટલા માટે આપે દાડમને આપના પહેરેલ કપડાથી થોડાક અંતરે જ રાખો. એટલા માટે યોગ્ય એ જ રહેશે કે, આપ દાડમને ચોપીંગ બોર્ડ પર રાખીને જ કાપો.

image source

-દાડમને ઉપરના ભાગને કાપો, સૌથી પહેલા દાડમને તેના ઉપરના ભાગેથી કાપવું. એના માટે આપે દાડમના ઉપર વાળા છોતરાને કાપવાનું રહેશે. હવે તેને અલગ કરી દો. હવે આપને દાડમનો આકાર તેના ઉપરના ભાગને કાપ્યા પછી તેનો આકાર કોન આકારમાં જોવા મળશે.

image source

-હવે આપને ધ્યાનથી જોવાનું છે. ત્યાર પછી આપે દાડમની અંદર સફેદ સ્તર જોવા મળશે. આપે ફક્ત દાડમને આ સ્તરથી દાડમને કાપવાનું શરુ કરો.

-હવે દાડમના દાણાને અલગ કરી લો. આ ખુબ જ સરળ રહેશે. જો આપ દાડમને નીચેથી નથી કાપી રહ્યા છો તો ત્યાંથી દાડમ જોડાયેલ રહેશે. તો હવે આપે દાડમના આ ભાગને અલગ કરવાની જરૂરિયાત છે.

દાડમ છોલવાની બીજી સરળ રીત.:

image source

-આ રીતથી દાડમ છોલવા માટે દાડમને વચ્ચેથી નહી કાપતા દાડમને આડુ કરીને કે પછી દાડમના સફેદ સ્તરથી જ કાપો અને બે ભાગ કરી લો.
-હવે દાડમના ઉપરના ભાગ અને સાથે જ સાથે નીચેના ભાગને પણ કાપીને અલગ કરી દો. આ વાતનું પૂરું ધ્યાન રાખવું કે, દાડમના વધારે દાણા બહાર આવે નહી.

image source

-હવે હાથના અંગુઠાની મદદથી દબાણ આપતા દાડમને બે ભાગમાં કાપી લો. હવે આપે અલગ કરેલ દાડમના ભાગોને જુદા કરીને તેના બધા જ દાણાને કાઢી લેવા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.