ઘરે જાતે જ બનાવો આ રીતે ક્યૂટ ટેડી બિયર, અને કરો ગિફ્ટ…

આજકાલ માર્કેટમાં અવનવા ડિઝાઇનના ટેડી બિયર મળતા હોય છે. ઘણા ટેડી બિયર દેખાવમાં એટલા મસ્ત લાગે છે કે, તે આપણને જોતાની સાથે જ ગમી જાય છે અને તેને ખરીદવાની ઇચ્છા પણ થઇ જાય છે. જો કે માર્કેટમાં મોટા-મોટા ટેડી બિયર ખૂબ જ મોંધા મળતા હોય છે. છોકરીઓને જો તમે કોઇ ગિફ્ટ લેવાનું કહેશો તો પહેલા તે ટેડી બિયરનુ જ નામ આપશે કારણકે કહેવાય છે કે, ટેડી બિયર એ છોકરીઓની પહેલી પસંદ હોય છે.

આમ, જો તમે આ દિવસોમાં કોઇને ટેડી બિયરની ગિફ્ટ આપવા ઇચ્છો છો તો તેને તમારી જાતે જ બનાવો. જો તમે તમારી હાથે બનાવેલુ ટેડી બિયર તમારા સર્કલમાં કોઇને આપશો તો તે ખૂબ જ ખુશ થઇ જશે અને તમારા ભરપેટ વખાણ પણ બીજાની સામે કરશે. તો આજે જાણી લો તમે પણ DIY રીતે ટેડી બિયર બનાવવાની સરળ રીત…

image source

ટેડી બિયર બનાવવા માટે જોઇતી સામગ્રી

– સોય અથવા સિલાઇ મશીન

– કાતર

– માર્કર અથવા ચોક

– દોરો

– કાર્ડબોર્ડ

– સુતરાઉ કાપડ(3/8 યાર્ડ)

image source

– 21/4 ઇંચની આંખો અથવા બટન

– 1 નાનું પ્લાસ્ટિકનુ નાક

– પોલિસ્ટર ફાઇબરપિલ

ટેડી બિયર બનાવવાની રીત

1. સૌ પ્રથમ કાર્ડબોર્ડ પર ટેડી બિયર ડ્રો કરીને આ પેર્ટનને કટ કરી લો. ત્યારબાદ કાર્ડબોર્ડને કપડા પર મુકીને તેને પણ કટ કરી લો.

2. હવે ¼ ઇંચની સાઇઝમાં આ પેર્ટનને ચાર પીસમાં કટ કરીને આગળ અને પાછળ એમ બંન્ને ભાગને સોયની મદદથી જોઇન્ટ કરી લો. પછી પાછળની બાજુથી છેદ કરીને નાક પણ કટ કરી લો.

image source

3. હવે આ ચાર ભાગને મેળવીને સોયની મદદથી ફરી જોઇન્ટ કરી લો અને પછી તેને સીધુ કરીને કોટન મુકીને સિલાઇ કરી દો. સિલાઇ કરતી વખતે એક વાતનુ ખાસ ધ્યાન એ રાખજો કે, સિલાઇનું ફિનિશિંગ બરાબર આવે. આ કામ કરવામાં જરા પણ ઉતાવળ ના કરતા કારણકે જો ફિનિશિંગ નહિં હોય તો ટેડી બિયર દેખાવમાં સારું નહિં લાગે.

4. આ બધી જ પ્રોસેસ પૂરી કરી લીધા પછી સોયની મદદથી આંખો લગાવી દો. અને તેની આગળ બોવ પણ લગાવી દો. તો તૈયાર છે મસ્ત મજાનું એક ટેડી બિયર. આમ, આ ટેડી બિયરને તમે જે રીતે ઇચ્છો તે પ્રમાણે ડેકોરેટ પણ કરી શકો છો.

ટેડી બિયર બનાવતી વખતે ખાસ ધ્યાનમાં રાખો આ મુદ્દાઓ..

– ટેડી બિયર બનાવતી વખતે ધ્યાન માત્ર એક જ વસ્તુ પર કેન્દ્રિત કરો કારણકે જો તમે તમારું માઇન્ડ બીજી વસ્તુઓમાં લગાવશો તો ટેડી બિયર બનાવતી વખતે અનેક ભુલો થશે અને પછી ફિનિશિંગ પણ નહીં આવે.

image source

– ટેડી બિયરમાં ફિનિશિંગ સરખુ લાવવા માટે સોયથી તમે જે ટાંકા લો તે નાના હોવા જોઇએ નહિં કે મોટા. કારણકે મોટા ટાંકા લેવાથી ટેડી બિયર પર દેખાઇ આવે છે અને તે પછી ખરાબ લાગે છે.

– જો તમે ટેડી બિયરને ડેકોરેટ કરો છો તો ખાસ ધ્યાન એ રાખો કે, તેના કલરને મેચ થાય તે રીતે ડેકોરેશન કરવુ, નહિં તો તે સારું નહિં લાગે.
શેર કરો એવા મિત્રો સાથે જેમના ઘરે નાના નાના બાળકો ખુશ થઇ જશે આ ટેડી બિયરને જોઇને…

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.