જાણો એવુ તો શું કારણ હતુ કે, જાપાનમાં 61 વર્ષના વૃદ્ધે ચોરી કરી 159 સાઈકલની સીટ…

લગભગ દરેક દેશોમાં ચોરીઓ થતી હોય છે પરંતુ મોટેભાગે ચોરી કરનાર ચોર એવી જ વસ્તુઓ અને માલસામાન ચોરે છે જે કિંમતી હોય અને તેને બજારમાં વેંચી તે પૈસા કમાઈ શકે. ઘણા ખરા ચોરો તો એમાં પણ ટૂંકો રસ્તો અપનાવી રોકડ રકમ કે પર્સની જ ચોરી કરી લે છે જેથી તેને બજારમાં વેંચવાની કે પકડાઈ જવાની નોબત જ ન આવે.

image source

પરંતુ અમુક ચોર ધૂની પણ હોય છે જેના માટે ચોરી કરેલ માલસામાન કિંમતી છે કે સસ્તો તે મહત્વનું નથી બસ તેને ચોરી કરવું જ મહત્વનું હોય છે. આવો જ એક મામલો ગત વર્ષે જાપાનમાં સામે આવ્યો હતો. અને તે ચોરે એવી વસ્તુની ચોરી કરી હતી જેને જાણીને તમને પણ નવાઈ લાગશે. અસલમાં જાપાન પોલીસે એક ચોરને પકડ્યો હતો જેના પર એવો આરોપ હતો કે તે સાઈકલની સીટો ચોરી જાય છે.

image source

અસલમાં જાપાનના ટોક્યો શહેરના ઓટા વર્ડ વિસ્તારમાંથી સતત સાઈકલની સીટો ચોરાઈ રહી હતી જેથી સ્થાનિક લોકોએ તેની ફરિયાદ પોલીસને કરી. પોલીસે આ જગ્યાની મુલાકાત લઇ આજુબાજુના સીસીટીવી ફૂટેજ ચકાસ્યા તો તેમાં જાણવા મળ્યું કે એક વૃદ્ધ માણસ સાઇકલ લઈને આવે છે અને અન્ય સાઇકલમાંથી સીટ કાઢી પોતાની સાઇકલમાં આગળ રાખેલા બાસ્કેટમાં મૂકે છે અને ચુપચાપ ત્યાંથી ચાલ્યો જાય છે.

image source

પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અકિયો હતોરી નામના 61 વર્ષના આ વૃદ્ધને શોધી તેના ઘરે દરોડો પાડ્યો. ઘરે પહોંચતા ત્યાંનું દ્રશ્ય જોઈ પોલીસ પણ ચોંકી ઉઠી કારણ કે તેણે એક બે નહિ પણ 159 સાઈકલની સીટો ચોરી કરીને એકઠી કરી હતી. પોલીસે તમામ 159 સાઇકલ સીટો કબ્જે કરી તે શખ્સની ધરપકડ પણ કરી.

image source

જયારે પોલીસે અકિયો હતોરીને આખી સાઇકલ ચોરી શકાય તેમ હોવા છતાં ફક્ત સીટ ચોરી કરવાના કારણ અંગે પૂછ્યું તો તેણે જણાવ્યું કે, ગયા વર્ષે કોઈએ તેની સાઈકલની સીટ ચોરી કરી હતી અને બાદમાં આખી સાઇકલ ચોરી કરી હતી તેનાથી તે દુઃખી હતો અને તેણે બદલો લેવા માટે આ રીતે બીજાની સાઇકલોની સીટ ચોરવાનું શરુ કર્યું. જેથી પોતાની ચીજ વસ્તુ ચોરાય ત્યારે કેવો અનુભવ થાય તે લોકોને પણ ખબર પડે.

અકિયો હતોરીએ પોલીસને એમ પણ કહ્યું કે સાઇકલ ચોરી થઇ જવાને કારણે તેને નવી સાઇકલ લેવી પડી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.