દાબેલી કચોરી – બન વગર જ ઘરમાં રહેલી વસ્તુ માંથી દાબેલી ના સ્ટફિંગ ની કચોરી બનાવીએ.

દાબેલી કચોરી

દોસ્તો કેમ છો.મજામાં ને.અત્યારે ચોમાસા ની સીઝન ચાલુ થઈ ગઈ છે. તો વરસાદ પડે એટલે ગરમાગરમ ખાવાનું મન થાય.મને તો સ્ટ્રીટ ફૂડ પણ યાદ આવી જાય.પણ હાલ ની કન્ડીશન એવી છે કે બહાર જવાય એમ નથી.

મને તો આજે દાબેલી ખાવાનું મન થયું પણ બન બહાર થી લેવા કોણ જાય?કેમ કે વરસાદ પડે.એટલે મને યાદ આવી માંરી એક ફ્રેન્ડ ની જેને મારી માટે દાબેલી કચોરી બનાવી હતી.તો મને થયું ચલો આજે બન વગર જ ઘરમાં રહેલી વસ્તુ માંથી દાબેલી ના સ્ટફિંગ ની કચોરી બનાવીએ.દાબેલી ની ઇચ્છા પણ પૂરી થશે અને ગરમ ગરમ કચોરી પણ થઈ જશે..તો મે આજે દાબેલી કચોરી બનાવી મસ્ત બની તો તમે પણ જરૂર થી બનાવજો ..

તો સામગ્રી જોઈ લઈશું….

સામગ્રી

 • ૪ બટેટા
 • તેલ તળવા માટે
 • ૧ બાઉલ મેંદો
 • મીઠુ સ્વાદાનુસાર
 • ૪ ચમચી દાબેલી નો મસાલો
 • ૧/૨ ચમચી ખાંડ
 • ચપટી બેકિંગ પાઉડર
 • ૧/૨ બાઉલ જીની સેવ
 • ૧/૨ બાઉલ ખજૂર આંબલીની ચટણી
 • ૧ ડુંગળી જીની સમારેલી
 • ૩ ચમચી લીલા ધાણા

સ્ટેપ ૧

સૌ પ્રથમ બટેટા ને બાફી ને છીણી લો.

સ્ટેપ ૨

હવે એક કડાઈમાં ૨ ચમચી તેલ લઇ ગરમ કરો.તેલ ગરમ થાય એટલે તેમાં બટેટા નો માવો અને દાબેલી નો મસાલો એડ કરો.અને હવે તેમાં ખાંડ ઉમેરી લો આં બધું મિક્સ કરી દાબેલી નો મસાલો બનાવી લો.

સ્ટેપ ૩

એક બાઉલ માં મેંદો લો.તેમાં બેકિંગ પાઉડર, સ્વાદાનુસાર મીઠું,અને ૨ ચમચી તેલ નાખી પૂરી નો લોટ બધી લો.અને તેને દસ મિનિટ રેસ્ટ આપો.

સ્ટેપ ૪

હવે લોટ માંથી લુઆ કરી લો.તેની નાની પૂરી વણી લો..

સ્ટેપ ૫

તેમાં દાબેલી નો મસાલો સ્ટફ કરી ને કચોરી વાળી લો.

સ્ટેપ ૬

હવે એક કડાઈમાં તેલ ગરમ કરો..તેલ ગરમ થાય એટલે તેમાં કચોરી નાખી ગોલ્ડન બ્રાઉન થાય એ રીતે તળી લો.

સ્ટેપ ૭

હવે કચોરી ને સરવીંગ પ્લેટ માં લઇ પીસ કરી તેની ઉપર ખજૂર આંબલીની ચટણી નાખો..

સ્ટેપ ૮

ત્યારબાદ ધાણા મરચાં ની ચટણી,એડ કરી,સેવ, ડુંગળી,અને ધાણા એડ કરી સર્વ કરો.

રસોઈની રાણી : રીના ત્રિવેદી

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.