ટીક – ટોક દાદી – પૌત્રો સાથે કરે છે મજેદાર જુગલબંધી – રાતોરાત બની ગયા લોકપ્રિય

પૌત્રો સાથે દાદીને પણ લાગ્યો ટીક-ટોકનો ચસકો બની ગયા ટીક-ટોક સ્ટાર – જુઓ આ મજેદાર વિડિયો

ટીક-ટોક પર ‘દાદી મા’નો તહલકા, પૌત્રની સાથે જુગલબંદી કરીને રાતોરાત બની ગયા સ્ટાર.

દાદી અને પૌત્રની આ જોડી હિન્દી અને તમિલ ગીતોને ડબ કરી રહ્યા છે, જે લોકોને ખુબ પસંદ આવી રહ્યા છે.

વિડીયો શેરિંગ એપ ટીક ટોકએ કેટલાક વ્યક્તિઓને રાતો રાત સેલેબ્રીટી બનાવી દીધા છે. એમાં દાદી અને પૌત્રની એક એવી જોડી પણ છે, જેઓ ઈન્ટરનેટ પર સૌથી વધારે વાયરલ થઈ રહ્યા છે. દાદી અને પૌત્રની આ જોડી હિન્દી અને તમિલ ગીતોને ડબ કરી રહી છે, દાદી અને પૌત્રના આ ડબિંગ ગીતોને પણ લોકોને ખુબ પસંદ આવી રહ્યા છે.

image source

અક્ષય પાર્થા અને તેમની દાદી માનો એક લેટેસ્ટ વિડીયો ટીક ટોક પર આવ્યો છે. આ વિડીયોમાં અક્ષય પાર્થા પોતાની દાદી મા સાથે મળીને ‘લેકે પહલા પહલા પ્યાર’ ગીત પર વિડીયો બનાવ્યો છે. આ વિડીયોમાં લોકોને દાદી માના એક્સપ્રેશન ખુબ પસંદ આવી રહ્યા છે.

આપ આ વિડીયોમાં જોઈ શકો છો કે, અક્ષય પાર્થાની સાથે દાદી માએ ધનુષનું ‘કોલાવરી’ ગીત પણ ડબ કર્યું છે. આના સિવાય પણ અન્ય કેટલાક તમિલ ગીતો પર દાદી મા અને અક્ષય પાર્થાની જુગલબંદી જોઈ શકાય છે. ટીક ટોક પર દાદી મા અને પૌત્ર અક્ષય પાર્થાના ક્રિએટીવ વિડીયો પર લોકો ખુબ લાઈક અને કમેન્ટ કરી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, ટીક ટોકએ ખુબ જ સમયમાં કેટલાક લોકોને સ્ટાર બનાવી દીધા છે. આ ટીક ટોક વિડીયો એપ દ્વારા એ લોકોને પણ પોતાની કલા બતાવવાનો અવસર મળે છે જેઓ સેલેબ્રીટીની મિમિક્રી કરે છે. ભલેને પછી કોઈ એમને ગરીબોના રણવીર સિંહ કહે કે ફર્જી સલમાન ખાન. આ બધા કલાકારોની ફેન ફોલોઈંગ કોઈ સેલેબ્રીટી કરતા ઓછી નથી હોતી.