ડાયાબિટીસ છે, પણ તહેવારોમાં ખાવી છે મીઠાઇઓ? તો વાંચી લો એક વાર ‘આ’

દિવાળીના ઉત્સવની મોસમ શરૂ થઈ ગઈ છે. તેવામાં દરેક વ્યક્તિ એકબીજાને મીઠાઇ ખવડાવીને શુભેચ્છા પાઠવે છે. પરંતુ આ સમય દરમિયાન સૌથી વધુ ચિંતા એવી પત્નીઓ અને સંતાનની વધી જાય છે જેમના પતિ કે માતા-પિતાને ડાયાબિટીસ હોય છે. તહેવાર દરમિયાન ઘરમાં આવતી મીઠાઈ ખાવાથી કોઈને રોકી શકાતા નથી પરંતુ સાથે જ ચિંતા વધી જાય છે પ્રિયજનના સ્વાસ્થ્યની.

image soucre

ડાયાબિટીઝના દર્દીઓ વધારે પ્રમાણમાં ગળી વસ્તુ ખાય છે તો તેમને સમસ્યા થઈ શકે છે અને જો દિવાળીમાં મોં મીઠું કરવા ન મળે તો તહેવારની મજા ફીક્કી પડી જાય છે. તો આવી સ્થિતિમાં આ દિવાળી પર તમે ખાંડ વિનાની મીઠાઈ બનાવીને તહેવારની મજા ચિંતા વિના માણી શકો છો. તો જાણી લો એવી કઈ મીઠાઈ છે જે તમે સરળતાથી બનાવી શકો છો અને ખાંડ વિના પણ તે મીઠી લાગી શકે છે.

1. ડ્રાય ફ્રુટ લડ્ડુ

સામગ્રી

ખજૂર – 1 કપ

image soucre

કિસમિસ – 1/4 કપ કાજુ –

કાજુ- 1/4 કપ (બારીક સમારેલા)

બદામ – 1/4 કપ (બારીક સમારેલા)

image soucre

પિસ્તા – 1/4 કપ (બારીક સમારેલા)

અખરોટ – 1/4 કપ (બારીક સમારેલા)

અંજીર – 7 (બારીક સમારેલી)

એલચી પાવડર જરૂર મુજબ

image soucre

ખસખસ- 2 ચમચી

ઘી – 2 ચમચી

રીત

image soucre

પ્રથમ એક કડાઈમાં 1 ચમચી ઘી ગરમ કરો અને સૂકા ડ્રાયફ્રુટને સાંતળી અલગ પ્લેટમાં રાખો. હવે થોડું ઘી ફરીથી ગરમ કરી તેમાં ખજૂર અને અંજીર અને કિસમિસ એક પછી એક ઉમેરી બરાબર સાંતળો. આ વસ્તુઓ સોફ્ટ થઈ જાય પછી તેમાં શેકેલા ડ્રાયફ્રુટને ઉમેરો, છેલ્લે તેમાં એલચી પાવડર ઉમેરો. થોડીવાર પછી તેને ગેસ પરથી ઉતારી અને લાડુ વાળી લો.

શું થાય છે લાભ ?

– ખાંડ વિના તૈયાર કરેલી આ મીઠાઇ ખાવાથી ડાયાબિટીસ વધવાનું કોઈ ટેન્શન નહીં રહે.

– ડ્રાયફ્રૂટથી તૈયાર થઈ હોવાથી શરીરને જરૂરી તત્વો સરળતાથી મળશે.

image source

– વજન પણ નિયંત્રણમાં રહેશે.

આ બાબતોને પણ ધ્યાનમાં રાખો

– દરરોજ વ્યાયામ કરો.

– જો તમારી દવા ચાલી રહી છે તો તેને ખાવાનું ભૂલશો નહીં.

image source

– સમયાંતરે સુગર લેવલ ચેક કરાવો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.