માત્ર 50 રૂપિયામાં કીડનીના દર્દીઓને ડાયાલિસિસ કરી આપે છે આ ડોક્ટર, ધન્ય છે આવા ડોક્ટર્સને

કોરોના વાયરસની મહામારીમાં ડોક્ટરની વખાણવા યોગ્ય પહેલ – કીડનીના દર્દીઓને ડાયાલિસિસ માત્ર 50 રૂપિયામાં
આ ડોક્ટર કીડનીના દર્દીઓને માત્ર 50 રૂપિયામાં ડાયાલિસિસ કરી આપે છે – ધન્ય છે આવા ડોક્ટર્સને

2020ના ફેબ્રુઆરી મહિનાથી એટલે કે લગભગ છ મહિનાથી કોરોના વાયરસની મહામારી સમગ્ર દેશમાં ફેલાઈ છે અને હાલ તે તેની ચરમસીમા પર છે. સરકારે સાવચેતીના ભાગ રૂપે લગભગ ડોઢ મહિના જેટલું લોકડાઉન પણ રાખ્યુ હતું અને ત્યાર બાદ ના છૂટકે દેશને આર્થિક નુકસાન ન થાય તે માટે કેટલીક છૂટછાટો તેમજ શરતો હેઠળ લોકડાઉન પાછું ખેંચ્યું છે. જો કે હાલ લોકડાઉન દરમિયાન કોરોનાની જે સ્થિતિ હતી તેના કરતાં ક્યાંય વધારે કથળી રહી છે. રોજના હજારો કેસ દેશ ભરમાં નોંધાઈ રહ્યા છે અને ઘણા બધા લોકો મૃત્યુ પણ પામી રહ્યા છે. પણ આ દરમિયાન અન્ય રોગથી પિડાતા લોકોને ખૂબ મુશ્કેલીઓમાં મુકાવું પડ્યું છે.

IMAGE SOURCE

કોરોના અને લોકડાઉનના કારણે કીડની તેમજ બીજી ઘણી બધી ઘાતક બીમારીઓના દર્દીઓની સારવારમાં ઘણી મુશ્કેલીઓ આવી રહી છે. આ બધા વચ્ચે કોલકાતાના એક ડોક્ટર માત્ર 50 રૂપિયામાં ડાયાલિસિસની સુવિધા આપી રહ્યા છે જેમના હાલ ખૂબ વખાણ થઈ રહ્યા છે. અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટિના પૂર્વ વાઇસ ચાંસેલર જમીરુદ્દીન શાહના જમાઈ ડો. ફવાદ હલીમે લોકડાઉન દરમિયાન આ સેવા શરૂ કરી છે.

IMAGE SOURCE

તેઓ આ બાબતે જણાવે છે, ‘લોકડાઉનના કારણે મેં ઘણા બધા દર્દીઓને હેરાન થતાં જોયા છે. ઘણા લોકો બેરોજગાર થઈ ગયા છે અને તેઓ સારવાર માટે પૈસાની વ્યવસ્થા પણ નથી કરી શકતા માટે મેં મારા ક્લિનિકમાં ડાયાલિસિસ માટે માત્ર 50 રૂપિયાનું ટોકન લેવાનું શરૂ કર્યું.’ અત્યાર સુધી ફવાદની ટીમમાં ત્રણ ડોક્ટર અને ચાર ટેક્નિશિયને મળીને 2357 ડાલાસિસિસ કરી ચુક્યા છે. બન્ને ડોક્ટર વોલેન્ટિયર્સ તરીકે જોડાયા છે.

કોરોના સંક્રમિતો માટે કોઈ જ રોક-ટોક નહીં

IMAGE SOURCE

ક્લિનિકમાં હાલના દિવસોમાં વધારે સંખ્યામાં દર્દીઓ આવી રહ્યા છે. ફવાદે જણાવ્યું, ‘અમે સારવાર માટે કોવિડ- 19 સર્ટિફિકેટને ફરજિયાત નથી બનાવ્યું. અમે તેમને બધી મુશ્કેલીઓથી દૂર રાખીને સારવાર આપવા માગીએ છીએ. દર મહિને લગભગ 95 દર્દીના ડાયાલિસિસ માટે ક્લિનિકમાં આવે છે જ્યારે લોકડાઉન પહેલા આ સંખ્યા 70ની હતી. ઘણા દર્દીઓ કોલકાતાથી 200 કિમી દૂર મુર્શિદાબાદ જેવી જગ્યાઓથી આવી રહ્યા છે.’

જરૂરિયાતવાળા લોકોને મદદ કરવાનો ઉદ્દેશ

IMAGE SOURCE

ડો. ફવાદ ‘કોલકાતા સ્વાસ્થ્ય સંકલ્પ’સાથે જોડાયેલા છે જે એક નોન પ્રોફિટ ઇનિશિએટિવ છે. આ સંસ્થા છેલ્લા એક દાયકાથી પણ વધારે સમયથી જરૂરિયાત વાળા દર્દીઓને ઓછા પૈસામાં ડાયાલિસિસ ઉપલબ્ધ કરાવી રહ્યા છે. ડો. ફવાદે જણાવ્યું, ‘લોકડાઉન પહેલા અમે એક ડાયાલિસિસ માટે 350 રૂપિયા ચાર્જ કરતા હતા પણ મહામારીના કારણે અમે આ રકમ ઘટાડી દીધી છે.’

આ સંસ્થાના સભ્ય ગૌરવ કપૂર જણાવે છે કે તેમનું એનજીઓ વિશ્વમાં સૌથી સસ્તુ ડાયાલિસિસ ઉપલબ્ધ કરાવી રહ્યું છે. તેઓ જણાવે છે કે જરૂરિયાતવાળા લોકોની મદદનો વિચાર જ અમને બધાને સાથે લાવ્યો છે.

IMAGE SOURCE

તમને જણાવી દઈએ કે જો તમારે અમદાવાદમાં ડાયાલીસીસ કરાવવું હોય તો ગવર્મનમેન્ટ હોસ્પીટલમાં તે 150 રૂપિયાની આસપાસ થાય છે અને પ્રાઇવેટ હોસ્પિટલમાં તેની રકમ 12000 સુધી પહોંચી શકે છે. અને જો અમેરિકાની વાત કરીએ તો આ રકમ લાખો સુધી પહોંચી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.