ગુજરાતનું આ જાણીતા યાત્રાધામ 20 જુલાઈથી રહેશે બંધ

ગુજરાતનું આ જાણીતા યાત્રાધામ 20 જુલાઈથી રહેશે બંધ, બજારો પણ 1 વાગ્યા પછી નહિ ખુલે

વધતા જતા કોરોનાના કહેરએ લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. એમાંય ગુજરાતના મોટા શહેરો સુરત,અમદાવાદ, વડોદરામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધી ૧૧,૪૬૪ કોરોનાના પોઝીટીવ ઍક્ટિવ કેસ નોંધાઇ ચુક્યા છે. આવામાં ગુજરાતના જાણીતા યાત્રાધામ ડાકોરને ૨૦ જુલાઈથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.ફક્ત મંદિર જ નહીં, ડાકોરનું બજાર પણ હવે ૧ વાગ્યે બંધ કરી દેવામાં આવશે તેવા સમાચાર વહેતા થયા છે. એવુ જાણવા મળ્યું છે કે કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને ડાકોરમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

image source

કોરોનાનું સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને બીજી બાજુ હિંદુઓમાં પવિત્ર ગણાતા શ્રાવણ માસની શરૂ થવાની તૈયારી છે તેવામાં મંદિર પ્રસાશને નિર્ણય કર્યો છે કે એ લોકો મંદિરને બંધ રાખશે. તમને જણાવી દઈએ કે ખેડા જિલ્લામાં અત્યાર સુધી કુલ 408 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે જેમાંથી હાલ 242 દર્દીઓ સાજા થઈ ચૂક્યાં છે.

image source

જ્યારે 14 કોરોના દર્દીઓના મોત થયા છે. છેલ્લાં એક અઠવાડિયામાં જ 135 કેસ નોંધાયા છે અને એકનું મોત થયું છે. આવા સમયમાં તહેવારોમાં ડાકોર મંદિરે ભક્તોની ભીડ જમવાની શક્યતાઓ છે જે અને બસ એટલે જ મંદિર પ્રશાસન દ્વારા કોરોનાનો ચેપ વધે નહિ તે હેતુસર આ નિર્ણય લીધો છે. દર વર્ષે શ્રાવણ માસમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડાકોર મંદિરમાં રણછોડરાયના દર્શન કરવા જાય છે, ત્યારે કોરોનાકાળમાં શ્રદ્ધાળુઓની સ્વાસ્થ્યની ચિંતા કરીને મંદિર પ્રશાસન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

મહેસાણા અને ઊંઝામાં પણ લેવાયો આવો નિણર્ય

image source

મહેસાણાના ઊંઝામાં વેપારી એસોસીએસન દ્વારા કોરોનાના સંક્રમણમાં થતો વધારો અટકાવી શકાય તે હેતુથી તારીખ ૨૦ થી ૨૭ જુલાઈ સુધી તમામ બજાર સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. કોરોનાના વધતા જતાં કેસો ને લઈને વેપારી એસોસીએસન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો છે.

સોમનાથ મંદિરનો સમય બદલાયો

image source

સોમનાથ ટ્રસ્ટ દ્વારા શ્રાવણ મહિનાને ધ્યાનમાં લઈને મંદિરના સમયમાં અમુક ફેરફાર કરવામાં આવ્યા છે. પવિત્ર શ્રાવણ માસ શરૂ થતો હોવાથી સોમનાથ મંદિર ખાતે દર્શન માટે ખાસ વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. શનિ,રવિ,સોમ અને તહેવારના દિવસો માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ભાવિક ભકતોને સવારે 6:00 થી 6:30 અને સાંજે 7:30 થી 09:15 સુધી વિશેષ દર્શનનો લાભ મળશે. શ્રાવણ મહિનો હોવાના કારણે રાતે 9.15 સુધી મંદિર ખુલ્લું રાખવામાં આવશે.

image source

આ નિર્ણય બહારથી આવતા શ્રદ્ધાળુઓ પણ સરળતાથી દર્શન કરી શકે તે માટે લેવાયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે સોમનાથ મંદિરમાં સામાન્ય દિવસોમાં દર્શનનો સમય સવારે 7:30 થી 11:30 સુધીનો અને બપોરે 12:30 થી 6:30 વગયા સુધીનો હોય છે.

image source

તેમજ મંદિરમાં સવારે 7.00, બપોરે 12.00 અને સાંજે 7.00 કલાકે આરતી થાય છે પરંતુ કોરોના વાયરસની મહામારીના કારણે હાલના દિવસોમાં શ્રદ્ધાળુઓની હાજરી નિષેધ કરેલી છે.આ ઉપરાંત મંદિરમાં પણ સામાજીક અંતરના પાલન સાથે થોડી થોડી સંખ્યામાં જ શ્રદ્ધાળુઓને અંદર પ્રવેશ કરવા દેવામાં આવે છે. મંદિર દ્વારા બહાર માસ્ક માટે વિશેષ કાઉન્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવી છે

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span