ઈશ્વરના હાથ માનવામાં આવે છે આ પુલને આધાર આપનાર હાથને, ફોટો જુઓ સાથે વાંચો રસપ્રદ વાતો…

આકર્ષક અને સુંદર વાસ્તુકલા, પછી તે આધુનિક હોય કે ઐતિહાસિક, હંમેશા મુસાફરોને પોતાની તરફ આકર્ષિત કરે છે. કેમ કે, તેનું સૌંદર્ય એ બતાવે છે કે, કલાકારીના આ સુંદર નમૂનાને માણસ અને મશીનોએ એકસાથે મળીને બનાવી છે. આવું જ એક ઉદાહરણ છે કાઉ વાંગ પુલ. જેન ગોલ્ડન બ્રિજ પણ કહેવામાં આવે છે. આ બહુ જ સુંદર પુલ વિયેતનામના Da Nang’s Ba Na Hillsના સૌથી ઉપરના ભાગમાં બનાવવામાં આવ્યો છે. પરંતુ તમને જાણીને દંગ રહી જશો કે, આટલી ઊંચાઈ પર હોવા છતાં તે માત્ર બે આર્ટિફિશ્યલ હાથ પર જ ટકેલો છે. રહી ગયાને આશ્ચર્યચકિત, જુઓ તેની હકીકત.

image source

આ પુલને દુનિયાના સૌથી અનોખા અને અજીબ સ્ટ્રક્ચરમાંનુ એક માનવામાં આવે છે. જૂન મહિનામાં આ પુલને મુસાફરો અને સ્થાનિક લોકોને નિહાળવા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ 150 મીટર લાંબો અને સમુદ્ર તળથી 1400 મીટર ઊંચાઈ પર પુલ આવેલો છે.

image source

પુલના ઉપરથી તમે સુંદર પહાડીનો ચારેતરફથી નજારો જોઈ શકો છો. અંદાજે 1 વર્ષની મહેનત બાદ આ પુલને તૈયાર કરવામાં આવ્યો છે. ફ્રેન્ચ શાસન દરમિયાન 20મી શતાબ્દીમાં બા ના હિલ્સ બહુ જ સુંદર ડેસ્ટિનેશનમાંનું એક કહેવાયું આવ્યું છે. આ ક્ષેત્રમાં ફ્રેન્ચ ગામની જેમ લાગે તેવે ઘર અને બગીચાઓ આવેલા છે. અહીં 5.8 કિલોમીટર લાંબો કેબલ કાર ટ્રેક પણ છે. એક સમયે તે દુનિયાનો સૌથી ઊંચો અને લાંબો ટ્રેક કહેવાતો હતો.

image source

ધ ગોલ્ડન બ્રિજની શરૂઆતની ડિઝાઈન ટીએ લેન્ડસ્કેપ આર્કિટેક્ચરે તૈયાર કરી હતી. આ બ્રિજને જોઈને એવું લાગે છે કે, જાણે રસ્તાના રૂપે એક પટ્ટી આકાશમાં લટકેલી છે, અને તેને બે હાથના સહારે રોકવામાં આવી છે.

image source

આ બ્રિજને મુસાફરોને વધુ સુંદર રીતે બતાવવા માટે તેની બંને બાજુએ લોબેલિયા ક્રાઈસેથેમમ પ્લાન્ટ્સ લગાવવામાં આવ્યા છે. જે તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યાં છે. જેમ કે તેના નામથી પ્રતીત થાય છે કે ગોલ્ડન બ્રિજ સાચે જ બાના હિલ્સ ટાઉનમાં સ્થિત છે, જ્યાં તેના પર એક આલિશાન રિસોર્ટ પણ બનાવવામાં આવ્યું છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.