આ રેલવે માર્ગ પહાડો પર 9000 ફૂટની ઊંચાઈ પરથી થાય છે પસાર, જાણો વિશ્વના બીજા આવા ખતરનાક રેલવે માર્ગ વિશે

જો તમને રોમાંચક રસ્તાઓ પર ફરવાનો શોખ હોય તો આ આર્ટિકલ તમારે માટે ઉપયોગી બની રહેશે કારણ કે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને વિશ્વના એવા રેલવે માર્ગો વિષે માહિતી આપવાના છીએ જે રોમાંચક હોવાની સાથે સાથે ખતરનાક પણ છે. તો ચાલો જાણીએ..

image source

1). ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી બેનડંગ વચ્ચે ચાલતી ટ્રેનમાં મુસાફરીનો અનેરો આનંદ છે. આ રસ્તા પર ટ્રેન ઊંચા અને ખતરનાક રેલવે પુલ પરથી પસાર થાય છે જે આર્ગો ગેડે રોલ માર્ગથી ઓળખાય છે. આ પુલની બન્ને બાજુએ આડશો પણ નથી જેથી ટ્રેનમાં મુસાફરી કરનાર યાત્રિકોને પણ ડરનો અનુભવ થયા વિના નથી રહેતો. જો કે ટ્રેનની બારીમાંથી પુલ નીચેનો નજારો જોવામાં આવે તો તે શાનદાર અને યાદગાર બની જાય તેવો હોય છે.

image source

2). આ રેલવે માર્ગનું નામ ” ધ ડેથ રેલવે ” છે જે મ્યાનમારની સીમા સાથે જોડાયેલા થાઈલેન્ડના કંચનબુરી પ્રાંતમાં આવેલ છે. બીજા વિશ્વ યુદ્ધ ડ્રમમીયાં જયારે આ રેલવે માર્ગને જાપાનીઓએ બનાવ્યો ત્યારે તેના નિર્માણકાર્ય સમયે સેંકડો અંગ્રેજ બ્રિટિશ યુદ્ધ કેદીઓના મૃત્યુ નિપજ્યા હતા. આ રેલવે માર્ગ લીલાછમ જંગલોમાંથી પસાર થાય છે અને યાત્રીઓને પણ સફરનો પૂરો આનંદ મળે છે.

image source

3). જાપાનના આસો મીનામી રેલવે માર્ગ એવા વિસ્તારમાંથી પસાર થાય છે જ્યાં અનેક સક્રિય જ્વાળામુખીઓ આવેલા છે. આ વિસ્તાર વિષે તો ખુદ સ્થાનિક રેલવે તંત્રને પણ નહિ ખબર હોય કે ક્યારે ક્યા જ્વાળામુખીમાં વિસ્ફોટ થશે. આ માર્ગ પરથી પસાર થતી વખતે જ્વાળામુખીના લાવાને કારણે બરબાદ થયેલા વૃક્ષો પણ જોવા મળે છે.

image source

4). ઇક્વાડોરમાં નારીજ ડેલ ડીઆબલો રેલવે માર્ગ ડેવિલ્સ નોઝ એટલે કે શૈતાનના નાકથી પણ ઓળખાય છે. આ રેલવે માર્ગ પહાડો પર લગભગ 9000 ફૂટની ઊંચાઈ પરથી પસાર થાય છે. આ માર્ગને પણ વિશ્વના સૌથી ખતરનાક રેલવે માર્ગ પૈકી એક ગણવામાં આવે છે.

image source

5). ઓસ્ટ્રેલિયાના કુરાન્ડા સ્કેનિક રેલવે માર્ગ પરથી પસાર થતી વખતે યાત્રિકોને ડરનો અનુભવ થયા વિના નથી રહેતો. અહીં ટ્રેન બૈરન જ્યોર્જ નેશનલ પાર્કના ઘનઘોર જંગલમાંથી પસાર થાય છે અને રસ્તામાં અનેક ઝરણાઓ પણ જોવા મળે છે જે ક્યારેક ક્યારેક ટ્રેનને પણ પલાળી મૂકે છે. આ રેલવે માર્ટ ઉત્તર કવિસલેન્ડના હીરીટેઝ વર્ષાવનમાંથી પણ પસાર થાય છે.

image source

6). આર્જેન્ટિનાના ” ટ્રેન એ લાસ ન્યુબ્સ ” રેલવે માર્ગના નિર્માણ કાર્યમાં લગભગ 27 વર્ષોનો સમય લાગ્યો હતો. આ રેલવે માર્ગ પણ વિશ્વના સૌથી ખતરનાક રેલવે માર્ગો પૈકી એક છે. આ રેલવે માર્ગમાં ટ્રેન એટલી બધી ઊંચાઈ પરથી પસાર થાય છે કે જ્યાંથી વાદળાઓ પણ નીચે દેખાય છે. એ ઉપરાંત આ માર્ગ પર ટ્રેન 21 ટનલ અને 13 એક સરખી ઊંચાઈ ધરાવતા પુલ પરથી પસાર થાય છે.

image source

7). ભારતના ચેન્નાઇ – રામેશ્વર રેલમાર્ગ બે કિલોમીટર કરતા પણ વધુ લંબાઈ ધરાવે છે. સમુદ્રમાં બનેલા આ રેલવે પુલનું નિર્માણ વર્ષ 1914 માં થયું હતું. નવાઈની વાત એ છે કે આ માર્ગ પરથી પસાર થતી ટ્રેનમાં તમને થોડા સમય સુધી તો જમીન દેખાશે જ નહિ અને બધે ફક્ત સમુદ્રનું પાણી જ પાણી દેખાશે. આ રેલવે માર્ગ જેટલો સુંદર દેખાય છે તેટલો જ ખતરનાક પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span