દુનિયાની આ સૌથી ખતરનાક નોકરી એક ભૂલથી જઈ શકે છે જીવ…

આજના જમાનામાં બહુ જ ઓછા લોકો એવા હશે જે પોતાની નોકરીથી સંતુષ્ટ હશે. કોઈને પોતાના પગાર ઓછો લાગે છે, તો કોઈને કામનું ટેન્શન પરેશાન કરે છે. મોટી કંપનીઓમાં કામ કરો અથવા નાની કંપનીઓમાં, દરેકને પોતાની જોબમાં ફસ્ટ્રેશન ઓછું નથી લાગતું. ક્યાંકને ક્યાંક તમે પણ મારી આ વાત માનશો કે, કામ અને જોબથી સંતુષ્ટ રહેવું કોઈ સરળ વાત નથી. દુનિયામાં બહુ જ ઓછા લોકો એવા હોય છે જેમને જોબમાં સેટીસ્ફેક્શન મળી રહે છે.

image source

અનેક લોકોને એવું લાગે છે કે બીજાની નોકરી આપણા કરતા વધુ સરળ છે અને તેઓ કેવા મજા લૂંટાવી રહ્યાં છે. આપણને તો આપણી નોકરીમાં તકલીફો જ દેખાતી હોય છે, જ્યારે કે દરેક કોઈ પોતાના કરિયરના ગ્રોથને લઈને પરેશાન રહે છે. આ આર્ટિકલમાં અમે તમને એક એવી જોબ વિશે બતાવવા જઈ રહ્યા છે, જે દુનિયામાં સૌથી વધુ ખતરનાક છે. તેમનું કામ ખતરાથી ભરાયેલું છે અને ભલે આપણા કામમાં અનેક તકલીફો હોય, પણ આ લોકોના કામ તો જરા પણ આસાન નથી.

ટ્રાન્સમિશન ટાવર વર્કરની જોબ

image source

જી હા, અમે વાત કરી રહ્યાં છે ટ્રાન્સમિશન ટાવર વર્કરની જોબ. આ જોબ વિશે તમે બહુ જ ઓછું સાંભળ્યું હશે. આ જોબ કરનારા લોકોનું કામ બહુ જ ઊંચા ટાવર પર ચઢીને કરંટ સાથે રમવાનુ હોય છે. આ જોબ જેટલી ડરાવની છે, તેટલી જ ખતરનાક પણ છે.

શું કરવાનું હોય છે આ ખતરનાક જોબમાં…

image source

ટાવર વર્કરની જોબ વિશે દરેક વ્યક્તિને ખબર હોવી જોઈએ. જેથી તેઓ અંદાજ લગાવી શકે છે, રૂપિયા માટે લોકો કેવી રીતે પોતાનો જીવ ખતરામાં મૂકે છે. આંકડાઓની માનીએ તો આ જોબમાં સૌથી વધુ દુખદ ઘટનાઓ બનતી હોય છે.

image source

આ વર્કર્સને અંદાજે 1700 ફીટ ઊંચા ટાવર પર ચઢીને ટ્રાન્સમિશન ટાવરના મેઈનટેઈનન્સનું કામ કરવાનું હોય છે. આટલા ઊંચા ટાવરને જોઈને ભલભલા ગભરાઈ જાય અને જ્યારે લોકો આ ટાવર પર ચઢીને તેને રિપેર કરતા હશે તો વિચાર કરો કે તેમની હાલત શું થતી હશે.

image source

અનેકવાર તો આ વર્કર્સને માત્ર બલ્બ લગાવવા માટે જ ઉપર ચઢવાનું હોય છે. ચોંકી જવાય તેવી વાત તો એ છે કે, ટ્રાન્સમિશન ટાવરનું મેઈનટેઈનન્સ કરતા સમયે વર્કર્સની પાસે તેમની સેફ્ટી માટે કોઈ સુવિધા હોતી નથી.

image source

આ સમાચારને વાંચ્યા બાદ તમને તમારા જોબ પ્રત્યે પ્રેમ થવા લાગશે. કેમ કે આપણા જેવા કરોડો લોકો ઓફિસમાં ખુરશી પર આરામથી બેસીને કામ કરે છે, પરંતુ આ લોકો તો કડકડતી ઠંડી, તડકો અને વરસાદમાં પણ જીવ જોખમમાં મૂકીને આ નોકરી કરતા હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.