બે દરિયા મળે છે એક જ સ્થાને પણ નથી ભળતા એકબીજામાં, અદભુત ફોટો છે….
આ આર્ટિકલ વાંચનારા પૈકી મોટાભાગના વાંચકો જાણતા જ હશે કે ધરતીના 70 ટકા વિસ્તારમાં ફક્ત પાણી જ પાણી છે. અને તે વિસ્તારમાં સમુદ્રથી લઈને બરફના પહાડો અને નદીઓ પણ છે. અને મોટાભાગના લોકો એ પણ જાણતા જ હશે કે દુનિયામાં કુલ પાંચ મહાસાગરો આવેલા છે જેમાં પાણીનો ચિક્કાર ભંડાર ભરેલો છે. મહાસાગરોના પહેલો છેડો અને અંતિમ છેડો શોધવો ભારે મુશ્કેલ કામ છે અને તેના ઊંડાણમાં તો આપણી કલ્પના બહારના રહસ્યો છુપાયેલા છે. ત્યારે આજના આ જાણવા જેવું વિભાગના આર્ટિકલમાં અમે આપને મહાસાગરોના રહસ્યો વિષે જ વાત કરવાના છીએ જેના વિષે જાણીને તમને પણ નવાઈ લાગશે.

અસલમાં હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગર અલાસ્કાની ખાડી પાસે ભેગા થાય છે પરંતુ આપણે એમ કહી શકીએ કે આ બન્ને મહાસાગરો એકબીજા સાથે ભળતા નથી. અને તે એટલા માટે કારણ કે બન્ને મહાસાગરોનું પાણી એક બીજામાં પ્રવેશતું જ નથી તથા સ્પષ્ટ જોઈ શકીએ તે રીતે પ્રશાંત મહાસાગરનું પાણી પણ અલગ રહે છે અને હિન્દી મહાસાગરનું પાણી પણ અલગ રહે છે.

સાથે જ નોંધવા જેવી બાબત એ પણ છે કે બન્ને મહાસાગરોનું પાણી અલગ અલગ રંગનું છે જેથી આ ફરક સ્પષ્ટ નજરે પડે છે. એક મહાસાગરનું પાણી આછા લીલા રંગનું છે તો બીજા મહાસાગરનું પાણી ઘેરા વાદળી રંગનું છે. મુસ્લિમોના પવિત્ર ધાર્મિક ગ્રન્થ કુરાન શરીફની એક સુરહમાં પણ આ મહાસાગરોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

વૈજ્ઞાનિકોના મત અનુસાર આ બન્ને મહાસાગરોનું પાણી એકબીજામાં નહિ પ્રવેશવાનું કારણ ખારા અને મીઠા પાણીનું ઘનત્વ, તાપમાન અને લવણતાનું અલગ અલગ હોવું છે. એવું માનવામાં આવે છે કે જે જગ્યાએ આ બન્ને મહાસાગરો ભેગા થાય છે ત્યાં પાણીના ફીણ એક દીવાલ સ્વરૂપે થઇ જાય છે અને અલગ અલગ ઘનત્વ હોવાને કારણે બન્ને મહાસાગરોનું પાણી એક બીજા સાથે અડકે તો છે પરંતુ એકબીજામાં પ્રવેશી નથી શકતું.

હિન્દ મહાસાગર અને પ્રશાંત મહાસાગરનું પાણી એકબીજામાં નહિ પ્રવેશવા વિષે એક માન્યતા એવી પણ છે કે અલગ અલગ ઘનત્વ હોવાને કારણે બન્ને મહાસાગરોના પાણી પણ જયારે સૂર્યના કિરણો પડે છે ત્યારે તેનો રંગ બદલાય જાય છે અને એવું લાગે છે કે બંને મહાસાગરોનું પાણી અલગ અલગ છે. જો કે આ માન્યતા વજન વગરની હોય તેવું જણાય છે.

બીજી બાજુ વૈજ્ઞાનિકોના મંતવ્ય સામે પણ એ પ્રશ્ન ઉભો થાય છે કે જો બન્ને મહાસાગરોનું પાણી ખરેખર અલગ અલગ ઘનત્વ, તાપમાન અને લવણ ધરાવતું હોય અને તે કારણે એકબીજામાં પ્રવેશી ન શકતું હોય તો વિચારવા જેવું છે કે આ કોઈ સરોવર, નદી કે તળાવની વાત નથી પરંતુ મહાસાગરની વાત છે જેમાં કરોડો કે અબજો ગેલન પાણીની જળરાશી છે અને પાણીના આટલા ઊંચા અને તોતિંગ દબાણ તથા લહેરોના ધક્કા વચ્ચે વૈજ્ઞાનિકોની દલીલ પાંગળી સાબિત થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.