રીલ લાઈફના આ પિતા રિયલમાં પણ છે હીરો…

રિયલ લાઈફમાં પોતાની દીકરીઓ માટે હીરો છે આ બૉલીવુડ સ્ટાર, જુઓ કેટલાક ફોટા.

બોલીવુડમાં એવા ઘણા અભિનેતાઓ છે જે ફિલ્મોમાં પિતાનો રોલ કરીને લોકોના દિલો પર રાજ કરી રહ્યા છે. પણ રિયલ લાઈફમાં પણ કેટલાક એવા સ્ટાર છે જે એમની દીકરીઓ માટે હીરોથી જરાય ઓછા નથી. તો ચાલો જાણીએ એવી જ કેટલી પિતા અને દીકરીની જોડીઓ વિશે.

આમિર ખાન અને ઇરા ખાન

image source

આમિર ખાનની દીકરી ઇરા ખાન 23 વર્ષની થઈ ગઈ છે અને લોકો હવે એના બૉલીવુડ ડેબ્યુની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઇરા હંમેશા પોતાના બોલ્ડ ફોટો શેર કરવા માટે ચર્ચામાં રહેતી હોય છે.

અજય દેવગન અને ન્યાસા દેવગન.

image source

અજય દેવગનની દીકરી ન્યાસા દેવગન 17 વર્ષની છે અને એ હમણાં આ ગ્લેમરસ દુનિયાથી થોડું દૂર રહેવું જ પસંદ કરે છે. પણ સોશિયલ મીડિયા પર હંમેશા તેના ચામડીના રંગને કારણે યુઝર્સ દ્વારા એનો મજાક ઉડાવવામાં આવે છે. એવામાં અજય દેવગન ઘણીવાર પોતાની દીકરીનો પક્ષ લઈ યુઝર્સ પર ભડકી ચુક્યો છે.

ચંકી પાંડે અને અનન્યા પાંડે

image source

ચંકી પાંડેની દીકરી અનન્યા પાંડે 21 વર્ષની છે અને ગયા વર્ષે એને કરણ જોહરની ફિલ્મ “સ્ટુડન્ટ ઓફ ધ યર 2″થી બોલીવુડમાં પગ મૂક્યો છે.

બોની કપૂર અને જહાનવી કપૂર.

image source

બોની કપૂરની દીકરી જહાનવી કપૂર 23 વર્ષની થઈ ગઈ છે અને વર્ષ 2018માં એમને ફિલ્મ “ધડક”થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. માતા શ્રીદેવીના ગયા પછી જહાનવી જ પોતાના પિતાનો સહારો બની હતી અને બંને બાપ દીકરીએ એકબીજાને સંભાળી લીધા હતા.

શાહરુખ ખાન અને સુહાના ખાન

image source

શાહરુખ ખાનની દીકરી સુહાના ખાન 20 વર્ષની થઈ ગઈ છે અને એ પોતાના ફેશન સેન્સની સાથે સાથે બૉલીવુડ ડેબ્યુને લઈને પણ ખૂબ જ ચર્ચામાં રહે છે. શાહરુખ ખાન અને સુહાના ખાન સારો બોન્ડ શેર કરે છે અને શાહરૂખ ખાન પોતાની દીકરીને ખૂબ જ સ્પોર્ટ કરે છે.

સૈફ અલી ખાન અને સારા અલી ખાન

image source

સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન 24 વર્ષની છે અને એમને ગયા વર્ષે જ બૉલીવુડ ફિલ્મ કેદારનાથની ડેબ્યુ કર્યું હતું. એ પછી ફિલ્મ સિમ્બામાં પણ એ એક મજબૂત રોલમાં દેખાઈ હતી. સૈફ અલી ખાન એમની દીકરીને ખૂબ સ્પોર્ટ કરે છે. અને સારા ઘણી વાર સૈફને મળવા ઘરે પણ જાય છે.

શત્રુઘ્ન સિન્હા અને સોનાક્ષી સિન્હા

image source

શત્રુઘ્ન સિન્હાની દીકરી સોનાક્ષી સિન્હા 33 વર્ષની છે અને એને વર્ષ 2010માં ફિલ્મ દંબગથી બોલીવુડમાં પગ મૂક્યો હતો. સોનાક્ષી સિન્હા એના પિતાની ખૂબ જ નજીક છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.