‘તારક મહેતા’ની દયાએ આ વાતનો ફોડ્યો ભાંડો, અને કહ્યું કે, આ સુપર સ્ટાર્સ સાથે કરવું હતુ….

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ના ફેમ અભિનેત્રી Disha Vakani એ કહ્યું હતું, આ સુપરસ્ટારની સાથે કરવા ઈચ્છે છે ડીનર ડેટ.
ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ફેમ અભિનેત્રી દિશા વાકાણીએ કહ્યું હતું, મહાનાયકની સાથે કામ કરવાનું તેમનું સપનું છે અને તેઓ ઈચ્છે છે કે, એક દિવસ તેમની સાથે ડીનર ડેટ પર જશે.

image source

દેશના સૌથી લોકપ્રિય કોમેડી ટીવી શોમાં સામેલ શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં દયા બેન ગડાનું પાત્ર નિભાવનાર અભિનેત્રી દિશા વાકાણીને આજે પણ દરેક ઘરમાં યાદ કરવામાં આવે છે. વચ્ચે વચ્ચે શોમાં દિશા વાકાણીની ફરી એન્ટ્રી થવા વિષે ખબરો પણ આવતી રહે છે. ત્યારે હવે અભિનેત્રી દિશા વાકાણી વિષે તાજી ખબર એ છે કે, જુના ઇન્ટરવ્યુ માંથી આવી છે. આ ઇન્ટરવ્યુ દરમિયાન અભિનેત્રી દિશા વાકાણીને પૂછવામાં આવ્યું હતું કે, તેઓ કોની સાથે વેલેન્ટાઈન ડેટ પર જવાનું પસંદ કરશે. ત્યારે અભિનેત્રી દિશા વાકાણીએ મહાનાયક અમિતાભ બચ્ચનનું નામ લીધું હતું. દિશા વાકાણીએ કહ્યું હતું કે, મહાનાયક અમિતાભ બચ્ચનની સાથે કામ કરવાનું તેમનું સપનું છે અને તેઓ ઈચ્છે છે કે, એક દિવસ તેમની સાથે ડીનર ડેટ પર જાય.

image source

અભિનેત્રી દિશા વાકાણીનો આ ઇન્ટરવ્યુ વર્ષ ૨૦૧૪માં આપ્યો હતો. ત્યારે તેમની સાથે ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં બબિતા ઐય્યરનું પાત્ર નિભાવી રહેલ અભિનેત્રી મુનમુન દત્તા પણ હાજર હતી. આ ઇન્ટરવ્યુ દરમિયાન દિશા વાકાણી અને મુનમુન દત્તાને એક બોલીવુડ અભિનેતાને પસંદ કરવા માટે કહેવામાં આવ્યું હતું, જેમની સાથે તેઓ વેલેન્ટાઈન ડે વિતાવવાનું પસાર કરશે. અભિનેત્રી મુનમુન દત્તાએ પોતાના પસંદીદા B’ Town મિત્રો માંથી એક નહી ઉપરાંત ત્રણ નામ લીધા હતા. આ હતા ત્રણ નામ: સિદ્ધાર્થ મલ્હોત્રા, વરુણ ધવન અને રણબીર કપૂર.

image source

ત્યાં જ અભિનેત્રી દિશા વાકાણીએ પહેલા પોતાની માતાને વેલેન્ટાઈન તરીકે પસંદ કર્યા હતા પરંતુ બોલીવુડ અભિનેતા વિષે વાત કરતા દિશા વાકાણીએ અભિનેતા રણબીર કપૂરને પોતાની પસંદ જણાવી હતી. આ દરમિયાન દિશા વાકાણીએ પોતાની લાઈફના પહેલા ક્રશ વિષે પણ ખુલાસો કર્યો હતો.

image source

દિશા વાકાણીનો પહેલો ક્રશ કોઈ બીજું નહી પરંતુ અભિનેતા શાહરૂખ ખાન હતા, જેમની સાથે અભિનેત્રી દિશા વાકાણીએ ફિલ્મ ‘દેવદાસ’ જેવી અન્ય ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. એટલું જ નહી દિશા વાકાણીએ વધુ જણાવતા કહે છે કે, મેં તેમની સાથે ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ માં અભિનેતા શાહરૂખ ખાન અને અભિનેત્રી કાજોલની જોડી આજે પણ કરોડો દર્શકોના દિલો પર રાજ કરે છે.

અભિનેત્રી દિશા વાકાણી થઈ શકે છે બિગ બોસની મહેમાન:

image source

આ દરમિયાન એવી માહિતી મળી રહી છે કે, અભિનેત્રી દિશા વાકાણી રીયાલીટી શો ‘બિગબોસ’ના ઘરની મહેમાન બની શકે છે. મીડિયા રીપોર્ટસમાં જણાવ્યા મુજબ અભિનેત્રી દિશા વાકાણીને ‘બિગબોસ’ તરફથી આપવામાં આવી છે. જો કે, હજી સુધી અભિનેત્રી દિશા વાકાણી તરથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.</span