ટૂંક સમયમાં તારક મહેતા સીરિયલમાં જોવા મળશે દિશા વાંકાણી…
દિશા વાકાણી કમબેક
ટીવી પર ઘણા બધા કોમેડી શો જોવા મળી જાય છે પણ એક કોમેડી શો એવો છે જે છેલ્લા એક દશક કરતા ન વધારે સમયથી દર્શકોના દિલો પર રાજ કરી રહ્યો છે. આ શો છે સોની સબ ટીવીનો કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ (Taarak Mehta Ka Ooltah Chashmah) છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં દર્શાવવામાં આવેલ દરેક પાત્રએ દર્શકોના દિલમાં પોતાની અલગ જગ્યા બનાવવા માટે સફળ રહ્યા છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો ઘણા લાંબા સમયથી શોની ટીઆરપી ટોપ પર બની રહી છે. જો કે, છેલ્લા બે મહિનાથી ચાલી રહેલ લોકડાઉનનો ધીરે ધીરે અંત આવી રહ્યો છે ત્યારે હવે અનલોક- ૧ અંતર્ગત મળેલ છૂટછાટ પછી ફરીથી શોની શુટિંગ ચાલુ થવા જઈ રહી છે. ત્યાં જ અન્ય એક ખબર મળી છે કે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં અંદાજીત બે વર્ષ જેટલા લાંબા સમયથી દયાબેન (Dayaben) એટલે કે, દિશા વાકાણી (Disha Vakani) ફરીથી શોમાં જોવા મળી શકે છે. ઉપરાંત દિશા વાકાણીનું કમબેક કરવાની સાથે જ જોરદાર ટ્વિસ્ટ આવવાની પણ શક્યતા છે.

મળેલ જાણકારી પ્રમાણે, દિશા વાકાણીના કમબેકની સાથે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોનું પણ એક વિશેષ સેલિબ્રેશન કરવામાં આવી શકે છે. બોલીવુડ લાઈફની રીપોર્ટની માનીએ તો હવે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં દિશા વાકાણીની રી- એન્ટ્રી થવાની સાથે જ ‘તારક મહેતા..’ શોને ૧૨ વર્ષ પુરા થવા જઈ રહ્યા છે તેનું પણ સેલિબ્રેશન કરવામાં આવી શકે છે.

રીપોર્ટ પ્રમાણે કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ હવે ૧૨ વર્ષ પુરા થવા જઈ રહ્યા છે આ સાથે જ ‘તારક મહેતા …’ શોના ૩ હજાર એપિસોડ પણ જલ્દી જ પુરા થવા જઈ રહ્યા છે. પરંતુ હજી સુધી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં મેકર્સ અને દિશા વાકાણી દ્વારા આ વિષે કોઈ જાહેરાત કરવામાં આવી નથી આવામાં ન્યુઝ18 દ્વારા આ આ વાતની પુષ્ટિ કરી શકાઈ નથી.
ઉલ્લેખનીય વાત છે કે, દિશા વાકાણીએ વર્ષ ૨૦૧૭થી મેટરનીટી લીવ પર ચાલ્યા ગયા પછી ત્યાર પછી દિશા વાકાણીના કમબેક માટે ઘણી બધી તકલીફો આવી રહી હતી. કેટલીક વાર દિશા વાકાણીના ફી વધુ ચાર્જ કરવા માટે કે પછી ક્યારેક શોના મેકર્સ નારાજ હોવાના કારણે જેવા અનેક કારણો સામે આવ્યા હતા.

ઉપરાંત ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો માટે દયાબેનના પાત્રને નિભાવવા માટે અન્ય અભિનેત્રીની શોધ કરવામાં આવી રહી હોય તેવા એહેવાલ પણ સામે આવ્યા હતા. પણ એવું લાગે છે કે, અત્યાર સુધી શોમાં દિશા વાકાણી સિવાય અન્ય કોઈ દયાબેનનું પાત્ર નિભાવી શકે તેવું શક્ય લાગતું નથી.

છેલ્લા બે મહિનાથી ચાલી રહેલ લોકડાઉન માંથી હવે ધીરે ધીરે છૂટછાટ આપવામાં આવી રહી છે ત્યારે કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોનું શુટિંગ જલ્દી જ ફરીથી શરુ થવા જઈ રહ્યું છે. ત્યારે દર્શકો પણ આ વાત જાણવા માટે આતુર છે કે મેકર્સ દિશા વાકાણીના કમબેકની સાથે દર્શકો માટે નવું શું લાવવાના છે? પ્રાપ્ત માહિતી પ્રમાણે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોનું શુટિંગ સરકાર તરફથી જાહેર કરવામાં આવેલી માર્ગદર્શિકાનું અનુસરણ કરતા શુટિંગ ચાલુ કરવામાં આવશે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.