સીરિયલમાં અને રિયલમાં પણ આ બંને કલાકાર છે ભાઈ બહેન…

તારક મહેતા કા ઉલટા ચશ્માં એ ટીવી જગતનો સૌથી વધારે ચર્ચામાં રહેતો શો છે. આ શોને લઈને અવાર નવાર ખબરો સોશિયલ મીડિયા તેમજ મીડિયામાં જોવા મળે છે. પણ શું આ શોના પાત્ર સુંદરલાલ અને દયાબેન વિશે તમે આ વાત જાણો છો? દિશા વાકાણી અને મયુર વાકાણી વાસ્તવિક જીવનમાં પણ સગા ભાઈ બહેન છે. એટલું જ નહિ એમનું જીવન પણ ટીવી સીરીયલ કરતા વધારે ભવ્ય છે. આજે આ બંને ભાઈ બહેન વિશે કેટલીક રસપ્રદ વાતો અમે આપની સમક્ષ લઈને આવ્યા છીએ.

સૌથી વધારે કાર્યક્રમ કરનાર શો

image source

તારક મહેતા કા ઉલટા ચશ્માં શો સૌથી વધુ ચર્ચામાં રહેતો તેમજ અત્યાર સુધીમાં સૌથી વધારે કાર્યક્રમ પ્રસારિત કરનારા શોમાં પણ એનું નામ સામેલ છે. આ શો માં ખાસ કરીને કોઈના લીડ શો મુખ્ય નથી, લગભગ દરેક પાત્ર પોતાનું અલગ જ સ્થાન ધરાવે છે. આ શોમાં દરેક પાત્ર પોતાના અભિનય દ્વારા લોકોના દિલ જીતી લે છે. આ શોમાં જેઠાલાલ, દયાબેન, તારક મહેતા સહીત બધા જ પાત્રો યોગ્ય રીતે પોતાના પત્રોને ન્યાય આપી રહ્યા છે.

મયુર એ દિશાના મોટા ભાઈ છે

image source

આપને જણાવી દઈએ કે આ શોમાં દયાબેનનું પાત્ર દિશા વાકાણી નિભાવી રહ્યા છે અને એમના જ ભાઈ એટલે કે સુંદરલાલના પાત્રમાં પણ ભાઈ મયુર વાકાણી જોવા મળે છે. જો કે દયાબેન અને સુંદરલાલ રીલ લાઈફ તેમજ રીયલ લાઈફમાં પણ ભાઈ બહેન જ છે. શું તમે જાણો છો કે મયુર એ દિશાના મોટા ભાઈ છે. જો કે હજુ ઘણી અન્ય વાતો પણ છે, તો આજે આપણે આ બંને ભાઈ બહેનના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો વિશે જાણીશું.

દિશા વાકાણી

image source

દિશા વાકાણીનો જન્મ ૧૭ ઓગસ્ટ ૧૯૭૮ના દિવસે ગુજરાતના અમદાવાદ શહેરમાં થયો છે. જો કે આપને એ પણ જણાવી દઈએ કે શરૂઆતના સમયમાં દિશાએ બી-ગ્રેડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. દિશા વાકાણીએ વર્ષ ૧૯૯૭માં આવેલી બી ગ્રેડ ફિલ્મ ‘કમસીન- ધ અનટચડ’માં બોલ્ડ દ્રશ્યો પણ કર્યા છે. આ સિવાય એમણે ગુજરાતી થીએટરમાં પણ કામ કર્યું છે. અહેવાલો અનુસાર દિશાને અનેક વાર પોતાના રોલ બદલ પૈસા પણ મળતા ન હતા. પણ તારક મહેતા કા ઉલટા ચશ્મામાં કામ શરુ કર્યા પછી એમણે ક્યારેય પાછળ ફરીને જોયું નથી. તારક મહેતાના એક શો કરવા માટે દિશાને લગભગ ૪૦,૦૦૦ જેટલા રૂપિયા મળે છે.

મયુર વાકાણી

image source

મયુર વાકાણીનો જન્મ વર્ષ ૧૯૭૬માં અમદાવાદમાં થયો છે. જો કે એમના લગ્ન હેમાલી વાકાની સાથે થયા છે અને એમના આ લગ્નથી બે બાળકો પણ છે. અહેવાલો દ્વારા મળેલ માહિતી પ્રમાણે તારક મહેતાના શોમાં એક ભાગ માટે તેઓ ૨૦,૦૦૦ જેટલા રૂપિયા લે છે. જો કે તારક મહેતાના શોમાં કામ કરતા પહેલા મયુરે અનેક ગુજરાતી ફિલ્મો અને સીરીયલોમાં પણ કામ કરી ચુક્યા છે.

દિશા અને મયુર બંને સાથે જ કામ કરે છે

image source

મીડિયા દ્વારા મળેલ અહેવાલ મુજબ મયુર અને દિશા લગભગ ૩૫ વર્ષથી સાથે જ કામ કરી રહ્યા છે. દિશાએ ઈન્ટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે જ્યારે તે ૪ વર્ષની હતી ત્યારે જ એમણે થીયેટર જોઈન કર્યું હતું અને આ બંને ભાઈ બહેન ત્યારે પણ રમવાથી વધારે ધ્યાન શુટીંગમાં આપતા હતા. રીપોર્ટસની માનીએ તો તારક મહેતાના શોમાં મયુર અને દિશાના પિતા ભીમ વાકાણીએ માવજી ચઢ્ઢાનું પાત્ર ભજવ્યું હતું. જો કે માવજી આ શો માં જેઠાલાલના પિતા ચંપકલાલના મિત્રના રૂપે જોવા મળ્યા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.