તમને શાહરુખ ખાન અને કાજોલની “દિલ વાલે દુલહનિયા લે જાયેંગે” ફિલ્મનો “પલટ સીન” યાદ છે?,

શાહરુખ ખાન અને કાજોલ પર ફિલ્માવવામાં આવેલી “દિલવાલે દુલહનિયા લે જાયેંગે” ફિલ્મ બોલીવુડની સૌથી આદર્શ કહી શકાય તેવી બ્લોકબસ્ટર ફિલ્મ છે. કદાચ એવું કોઈ જ નહીં હોય જે આ ફિલ્મના રાજ અને સીમરન વચ્ચેના પ્રેમને ભૂલી ગયું હશે? આજે પણ લોકો આ ફિલ્મના ડાયલોગ બોલતા દેખાય છે એના પરથી જ આ ફિલ્મની પ્રસિદ્ધનો ખ્યાલ આવી જાય. ચાલતી ટ્રેનમાં કાજોલનો હાથ પકડતો શાહરુખ વાળો સીન હોય કે પછી કાજોલનો ટોવેલ ડાન્સ કે પછી કબૂતરને દાણા નાખતા અમરીશ પુરી, આ ફિલ્મના બધા જ સીન ખૂબ જ યાદગાર સાબિત થયા છે.

image source

એમાય પેલો પલટ સીન જેમાં સીમરન જઇ રહી છે અને રાજ મનમાં કહે છે કે જો એ તેને પ્રેમ કરતી હશે તો પાછું વળીને જોશે,એ તો સૌના હૈયે વસી ગયો છે. પણ શું તમને જરા સરખો પણ અંદાજો છે કે ખરેખરમાં એ સીન ક્લિન્ટ ઇસ્ટવુડની હોલીવુડ ફિલ્મ “ઇન ધ લાઇન ઓફ ફાયર” જે વર્ષ 1993માં રિલીઝ થઈ હતી એમાંથી કોપી કરવામાં આવ્યો છે? દિલવાલે દુલહનિયા લે જાયેંગે ફિલ્મ એ પછી 2 વર્ષ બાદ 1995માં રિલીઝ થઈ હતી.

આ સીન છે ફિલ્મ “ઇન ધ લાઇન ઓફ ફાયર” નો

 

View this post on Instagram

 

A post shared by Kimon Padayachee (@kimon_padayachee) on

અને હવે જુઓ “દિલવાલે દુલહનિયા લે જાયેંગે” ફિલ્મનો આ પલટ સીન

 

View this post on Instagram

 

A post shared by Bollywood Musings (@bollywoodmusings) on

આદિત્ય ચોપરાએ પોતાના પુસ્તક “આદિત્ય ચોપરા રીલિવસ”માં આ વિશે વાત કરતા કહ્યું છે કે આ સીન માટે પોતે હોલીવુડની ફિલ્મમાંથી પ્રેરિત થયા હતા. આદિત્ય આગળ જણાવે છે કે “મેં આ સીન મારા દિમાગ માં કેદ કરી રાખ્યો હતો પણ પછી હું આ વિશે સાવ ભૂલી ગયો. પમ જ્યારે હું દિલવાલે દુલહનિયા લે જાયેંગે ફિલ્મના આ સીન વિશે લખતો હતો ત્યારે ફરી એ હોલિવુડનનો સીન મારા દિમાગમાં આવ્યો. મને એ આઈડિયા ખૂબ ગમ્યો અને મેં એને મારી ફિલ્મમાં ઉપયોગ કરી લીધો”

image source

હાલમાં જ, કાજોલે દિલવાલે દુલહનિયા લે જાયેંગેના જાણીતા ગીત “મહેંદી લગા કે રખના”ના પોતાના દેખાવનો એક ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે. કાજોલે કેપશનમાં કોરોના વાયરસ વર્લ્ડ અને એ પહેલાં જ્યારે આપણે તૈયાર થઈને બહાર જતા હતા એ વિશે રમુજી સરખામણી કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Kajol Devgan (@kajol) on


તમને જણાવી દઈએ કે દિલવાલે દુલહનિયા લે જાયેંગે ફિલ્મે સતત 1000 અઠવાડિયા સુધી થિયેટર પર ચાલીને પોતાના નામે એક રેકોર્ડ સર્જ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.