આટલી મોટી વાડને ઉભા ઉભા જ ઠેકી ગયું આ નાનકડું હરણ, વીડિયો જોનારા બોલ્યા-આ તો કુદરતની કમાલ છે

હરણ એકદમ સ્ફુર્તિલા હોય છે. જમ્પિંગના કિસ્સામાં તેનો કોઈ જવાબ નથી. અને અલબત્ત સિંહ હોય કે ચિત્તો હોઇ તેને બંને પાસેથી કેવી રીતે ભાગવું તે સારી રીતે આવડે છે. હરણના જંગી કૂદકાનો શાનદરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આમાં તે આટલો ઉંચો કૂદકો ત્યાં જ ઉભા ઉભા મારી દે છે. ઇન્ટરનેટ પર આ વીડિયો જોઈ પબ્લિક ચોંકી ગઈ છે. મોટાભાગના લોકો આશ્ચર્ય પામી રહ્યા છે કે આ કેવી રીતે બન્યું? કારણ કે એક જ જગ્યાએ ઉભા ઉભા આટલી મોટી છલાંગ મારવી એ કોઈ જેવાતેવાનું કામ નથી. કારણ કે પહેલાં દોડીને પછી છલાંગ લગાવે તો એ સમજી શકાય એવી વાત છે. પરંતુ અહીં તો આ હરણ ત્યાં જ ઉભા ઉભા આટલી મોટી છલાંગ મારી દે છે.

આ વિડિઓ ટ્વિટર વપરાશકર્તા @ dpkpillay12 દ્વારા શેર કરવામાં આવી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે, ‘અમેઝિંગ. આશ્ચર્ય થયું કે તો પછી વિજ્ઞાન શું છે? મને ખબર નથી કે કેટલા લોકો આવા અવરોધોને દૂર કરવાનો પ્રયાસ કરશે! ‘તેમના ટ્વીટને સમાચાર લખવાના સમય સુધી ચાર હજારથી વધુ વ્યૂઓ અને છસો પચાસથી વધુ લાઈક્સ મળી છે. ઉપરાંત, ઘણા લોકોએ ટિપ્પણી કરીને અને પ્રકૃતિની પ્રશંસા કરીને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે પ્રાણીઓને રોકવા માટે ફેન્સીંગ લગાવવામાં આવી છે. પરંતુ હરણ થોડી એ મોટી વાડની નજીક ઉભું છે. પછી થોડી સેકન્ડ વિચાર કરે છે અને વિચારીને ત્યાં ઉભા ઉભા જ એવો જોરદાર કૂદકો લગાવે કે તે આખી વાડને સરળતાથી પાર કરી શકે છે. એવું લાગે છે કે તે વાયર ખૂબ નીચા હતા. આ દૃશ્યને યોગ્ય રીતે જોયા પછી તમે હરણની પ્રશંસા કરશો એ વાત તો નક્કી જ છે પણ વીડિયો પણ શેર કરવા મજબૂર બની જશો!

આ પહેલાં એક દીપડાનો વીડિયો પણ વાયરલ થયો હતો કે જેમાં હરણના શિકાર બતાવવામાં આવ્યો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે દીપડો પહેલાથી જ એક વૃક્ષ પર ચઢીને બેઠો હોય છે અને ત્યાં તૃણાહારી હરણોનું એક ટોળું ઘાસ ચરતું ચરતું આવી ચઢે છે.

image source

હરણ પોતાના માથે ભમતા મોતથી બેખબર આરામથી ચરી રહ્યા હોય છે ત્યારે જ દીપડો ઝાડ પરથી તેમના પર ત્રાટકે છે અને એક હરણ તેની ઝપેટે ચઢી જાય છે. એ હરણને ભાગવાની પણ તક નથી મળતી, કારણ તેની ગરદન જ દીપડાએ પકડી લીધી હતી. આ વીડિયો ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસના અધિકારી સુશાંત નંદાએ ટિ્વટર પર શેર કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.