એક બોડીગાર્ડની વળી આટલી બધી સેલેરી કેવી રીતે હોઈ શકે?

દીપિકા પાદુકોણના બોડીગાર્ડની સેલેરી જાણી તમે પણ ચોંકી ઉઠશો

દીપિકા પાદુકોણ બોલીવૂડ ઇન્ડસ્ટ્રીમાં સૌથી વધારે લોકપ્રિય એક્ટ્રેસીસમાંની એક છે. તેનું ફેન ફોલોઈંગ પણ કરોડોમાં છે. દીપિકાના ફોટો શૂટ પણ સોશયિલ મડિયા પર આવતા જ વાયરલ થઈ જાય છે. રણવીર સિંહ અને દીપિકાની રીલ કે પછી રિયલ લાઈફ બન્ને જોડી કમાલની છે. દીપિકાએ પોતાની કેરિયરની શરૂઆત શાહરુખ ખાન શાથે ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં ફરાહ ખાનના દીગ્દર્શન હેઠળ કરી હતી. પહેલી જ ફિલ્મથી દીપિકા હીટ બની ગઈ છે.

image source

પાપારાઝી દીપિકાના ફોટોઝ લેવા હંમેશા આતુર રહે છે. ઘરની બહાર પગ મુકતા જ તેની તસ્વીરો લેવા માટે પાપારાઝીની ભીડ જામી જાય છે. ઘણીવાર ટોળાઓ વચ્ચેથી પસાર થવાથી દીપિકા તેમજ અન્ય સ્ટાર્સને લોકો સ્પર્શ પણ કરી લેતા હોય છે અને ક્યારેક તેમને ધક્કો પણ લાગી જતો હોય છે. અને આ જ બધી બાબતોથી તેમને સુરક્ષિત રાખવા માટે તેઓ લાખો રૂપિયા ખર્ચીને પોતાના વિશ્વાસુ બોડીગાર્ડ રાખે છે. જે તેમને દરેકે દરેક અસુરક્ષિત બાબતોથી રક્ષણ આપે છે.

image source

પોતાના ફેન ફોલોઈંગને ધ્યાનમાં રાખતા દીપિકાએ પણ બોડીગાર્ડ રાખ્યો છે. જેનું નામ છે જલાલ. તેણી તેના પર ખૂબ વિશ્વાસ કરે છે. અને જલાલ પણ દીપિકાને મુસાફરીથી લઈને શૂટિંગ સુધી સુરક્ષિત રાખવાની જવાબદારી ઉઠાવે છે. ઘણા વર્ષોથી જલાલ દીપિકાના બોડીગાર્ડ તરીકે ફરજ બજાવે છે. એવું પણ સાંભળવામા આવ્યું છે કે દીપિકા તેમને માત્ર પોતાનો બોડી ગાર્ડ જ નથી માનતી પણ પોતાનો ભાઈ પણ માને છે. એક અહેવાલ પ્રમાણે દીપિકાએ પોતાના બોડીગાર્ડને રાખડી પણ બાંધી હતી. દીપિકાના જીવનમાં બેડીગાર્ડ જલાલ કેટલું મહત્ત્વ ધરાવે છે તેનો ખ્યાલ તો તમને આવી ગયો હશે. હવે વાત કરીએ જલાલની સેલેરીની.

image source

મળેલા અતહેવાલ પ્રમાણે જલાલની સેલેરી 80 લાખથી 1 કરોડ વચ્ચે છે. ચોંકી ગયાને તમે ? એક બોડી ગાર્ડની વળી આટલી બધી સેલેરી કેવી રીતે હોઈ શકે. પણ તમને જણાવી દઈએ જેટલી જ વ્યક્તિ પોપ્યુલર તેના બોડીગાર્ડની જવાબદારીઓ પણ તેટલીજ વધે છે અને સાથે સાથે તેમની સેલેરી પણ તેટલી જ ઉંચી હોય છે.

image source

અહેવાલનું માનવામા આવે તો રણવીર અને દીપિકાના જ્યારે લગ્ન થયા હતા ત્યારે જલાલ જ વેન્યૂ સિક્યોરીડી ગાર્ડનો હેડ હતો. હવે દીપિકા અને રણવીરની આવનારી ફિલ્મોની વાત કરીએ તો તેઓ લગ્ન બાદ પહેલીવાર એક સાથે ફિલ્મ 83માં જોવા મળવાના છે. જો કે લોકડાઉનના કારણે ઘણી બધી ફિલ્મોના શેડ્યૂલ ચેન્જ થઈ ગયા છે 83 ફિલ્મનું પણ તેવું જ થયું છે તેની રિલિઝ પોસ્ટપોન થઈ છે.

image source

આ ફિલ્મનું દીગ્દર્શન એક થા ટાઇગર અને બજરંગી ભાઈજાન ફેમ કબીર ખાન કરી રહ્યા છે. આ ફિલ્મ 1983માં ભારતીય ક્રિકેટ ટીમે જ્યારે પ્રથમ વાર વિશ્વ કપ જીત્યો તેના પર આધારીત છે. તે સમયે ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન હતા કપીલ દેવ. અને તેમના જ જીવન સાથે આ વર્લ્ડકપની કથા પણ વણવામાં આવી છે. અને રણવીર સિંહ આ ફિલ્મમાં કપિલ દેવનું પાત્ર નિભાવી રહ્યો છે જ્યારે દીપિકા કપિલ દેવની પત્નીનું પાત્ર નીભાવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.