દીપિકાએ ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર બદલ્યું પોતાનું નામ, જાણો શું રાખ્યું નવું નામ અને કેમ કર્યુ આવું

દીપિકા પાદુકોણ આજે બોલીવુડની ટોપ એક્ટ્રેસમાની એક છે. એની એક્ટિંગથી સૌ કોઈ મંત્રમુગ્ધ થઈ જાય છે. આ બોલિવૂડ એક્ટ્રેસ
દીપિકા પાદુકોણએ બોલિવૂડમાં ડેબ્યૂ કરવાને 13 વર્ષ પૂરા થઈ ગયા છે. દીપિકા પાદુકોને શાહરુખ ખાન સાથેની ફિલ્મ ઓમ શાંતિ ઓમથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. અને સોમવારે દીપિકાની આ ડેબ્યૂ ફિલ્મ ઓમ શાંતિ ઓમને 13 વર્ષ પુરા થઈ ગયા છે.

image source

દીપિકા પાદુકોણએ પોતાના આ અચીવમેન્ટને સેલિબ્રેટ કર્યું હતું. એટલું જ નહીં એની સાથે જ દીપિકા પાદુકોને પોતાના ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ પર પોતાનું નામ બદલીને શાંતિપ્રિયા કરી દીધું છે. તમને જણાવી દઈએ કે આ ડેબ્યૂ ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં દીપિકા પાદુકોણનું નામ શાંતિપ્રિયા હતું.

image source

ફક્ત નામ જ નહીં પણ દીપિકા પાદુકોણએ પોતાની ડિસ્પ્લે ઈમેજ પણ બદલીને આ ફિલ્મમાનો પોતાનો અને શાહરૂખ ખાનનો ફોટા
ડિસ્પ્લેમાં મૂકયો હતો. આ ફિલ્મમાં શાહરૂખ ખાન દીપિકા પાદુકોણ સાથે લીડ એક્ટર હતો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર પણ સફળ
રહી હતી.

image source

દીપિકા પાદુકોણના જીવનના આ ખાસ દિવસને યાદ કરતા દીપિકા પાદુકોણના ફેન્સે પણ તેમના પર ખૂબ પ્રેમ અને પ્રસંશા
વરસાવી છે. તમને જણાવી દઈએ કે દીપિકા પાદુકોનના આ ખાસ દિવસને તેના ફેન્સ અડધી રાતથી જ સેલિબ્રેટ કરી રહ્યા હતા અને
એક કોમન ડિસ્પ્લે પિક્ચર પણ લગાવી રહ્યાં હતા. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં લોકોને દીપિકા પાદુકોણની એક્ટિંગ પણ ખૂબ જ ગમી હતી.

image source

દીપિકા પાદુકોણએ પોતાની ડેબ્યૂ ફિલ્મ પછી પીકુ ફિલ્મમાં પિકૂ, બાજીરાવ મસ્તાની ફિલ્મમાં મસ્તાની, પદ્માવત ફિલ્મમાં પદ્માવતી,
અને ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મમાં મીનમ્મા જેવા અલગ અલગ અને જબરદસ્ત રોલ ભજવીને સ્ક્રીન પર તેના એક્ટિંગ ક્ષમતાને પુરવાર કર્યું છે. પોતાના ક્રિયરના આ 13 વર્ષોમાં દીપિકા પાદુકોણએ એક અભિનેત્રીના રૂપમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ ઉભી કરી છે. દીપિકા પાદુકોણ દરેક રોલ માટે તૈયાર રહે છે અને હવે તેમના ફેન્સ તેની હવે પછીની ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

દીપિકા પાદુકોણએ પોતાની પહેલી ફિલ્મથી જ ફેન્સના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. સાથે જ દીપિકાની પહેલી ફિલ્મ ઓમ શાંતિ ઓમમાં તેને ઘણાં એવોર્ડ્સ પણ મળ્યા હતા. દીપિકા પાદુકોણ ટૂંક સમયમાં શકુન બત્રાની અનટાઈટલ્ડ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં દીપિકા પાદુકોનની સાથે સિદ્ધાંત ચતુર્વેદી અને અનન્યા પાંડે પણ દેખાશે