વાસ્તવમાં દિપીકા પાદુકોણ અને અમૃતા રાવ એકબીજાના છે સંબંધીઓ, જાણો શું થાય છે સગા

આપણે બધા એ સારી રીતે જાણીએ છીએ કે બોલીવૂડમાં એકવાર પ્રવેશ્યા બાદ લોકો પોતાના ભાઈ-ભાંડરડા તેમજ સંતાનોને પણ તે લાઇનમાં ખેંચતા હોય છે. જેને હવે લોકો નેપોટીઝમ પણ કહે છે. અને ચોક્કસ આ સંબંધોનો લાભ પણ તેમને તેમની કેરિયરમાં મળે છે. કેટલાકના લોહીના સંબંધ હોય છે તો કેટલાક દૂરના સગા હોય છે. તાજેતરમાં જાણવા મળ્યું છે કે દીપિકા પાદુકોણ અને અમ્રિતા રાઓ એકબીજાના સંબંધીઓ છે. જો કે આ સંબંધ તેમની વચ્ચે દીપિકાના રણવીર સાથેના લગ્ન બાદ બંધાયા હતા.

image source

વાસ્તવમાં થોડા સમય પહેલા દીપિકા પાદુકોણ, રણવીર અને અમ્રિતા રાઓ સાથે તેના પતિ આર.જે અમોલ સાથે એક લગ્નમાં જોવા મળ્યા હતા. અમૃતાએ બોલીવૂડમાં ઘણી ઓછી ફિલ્મો કરી છે પણ તેણીની ટેલેન્ટની ચોક્કસ લોકોએ નોંધ લેવી પડી હતી. બીજી બાજુ દીપિકા પાદુકોણ આજની સુપર સ્ટાર છે પણ હાલ આ બન્ને એટલા માટે ચર્ચામાં છે કારણ કે તાજેતરમાં તેઓ સંબંધીઓમાં ફેરવાયા છે.

image source

બોલીવૂડમાં ઘણા બધા સેલેબ્રીટી એકબીજા સાથે વિવિધ રીતે જોડાયેલા છે.  જેમ કે અનિલક કપૂરના લગ્ન રણવીર સિંઘની આન્ટી સાથે થયેલા છે તો વળી પાકિસ્તાની સિંગર એક્ટર અલિ ઝફર ભારતના સુપરસ્ટાર આમિર ખાનના દૂરના કઝીનને પરણીને તેનો સંબંધી બન્યો છે અને હવે દીપિકા અને અમ્રિતા સાથે પણ આવા સંબંધ બંધાયા છે.

 

થોડા મહિનાઓ પહેલાં, દીપિકા અને તેનો પતિ રણવીર સિંઘ મુંબઈ ખાતે તેના કઝીનના મેરેજમાં જોવા મળ્યા હતા. તે જ લગ્નમાં, અમ્રિતા રાઓ અને તેનો હસ્બન્ડ આરજે અમોલ પણ ત્યાં હાજર હતો. મળેલી માહિતી પ્રમાણે આ બન્ને અભિનેત્રીઓ એક બીજા સાથે ત્યારે સંબંધમાં જોડાઈ જ્યારે દીપિકાની કઝીન અને અમિતાના કઝીનના એક બીજા સાથે લગ્ન થયા.

image source

આ લગ્નમાં દીપીકાએ સુંદર નેક વ્હાઇટ સારી પહેરી હતી જેના પર મોટા કમળની પ્રિન્ટ હતી. જ્યારે અમ્રિતા એ હોટ પીંક કાંજીવરમ લહેંગો અને હાલ્ટર ચોલી પહેર્યા હતા. આ આખાએ લગ્નમાં રણવીર એકધારો દીપિકા સાથે જોવા મળ્યો હતો. તેણે આ દરમિયાન દીપિકાના સેન્ડલ્સ પણ હાથમાં પકડ્યા હતા. અને તેના માટે પણ તેના સોશિયલ મિડિયા પર ખૂબ વખાણ થયા હતા.

image source

તમને કદાચ બોલીવૂડ સ્ટાર્સના આ સંબંધો વિષે પણ નહીં ખબર હોય. ચાલો અમે તમને જણાવીએ કે કયો સ્ટાર કોની સાથે સંબંધ ધરાવે છે. તમને જણાવી દઈએ કે ફારાહ ખાન અને ફJહાન અખ્તરની માતાઓ બહેનો છે એટલે કે તેઓ કઝીન બ્રધર સીસ્ટર છે. તો કાજોલ અને સુપરહીટ ફિલ્મો વેકઅપ સિદ અને યે જવાની હૈ દીવાનીનો જુવાનિયો ડીરેક્ટર આયાન મુખર્જી પણ પિતરાઈ ભાઈ બહેન છે.

Aditi Rao Hydari Praised Thugs Of Hindostan And Netizens lashed Out
image source

તો વળી અદીતી રાઓ હૈદરી અને કરણ રાઓ કે જેણી આમિર ખાનની  બીજી પત્ની છે તેઓ તેલંગાણાના વાનોપાર્થી રાજઘરાનાની રાજકુમારીઓ છે આમ તે બન્ને પણ બહેનો છે. તો વળી શ્રદ્ધા કપૂર આશા ભોંસલે અને લતામંગેશ્કર સાથે સંબંધ ધરાવે છે. શ્રદ્ધા કપૂરના નાના લતા-આશાના કઝીન હતા. આમ શ્રદ્ધા આશા ભોંસલે અને લતા મંગેશ્કરની ભત્રીજી પૌત્રી કહેવાય. શું તમને  ખબર હતી આ સંબંધોની ?