કોઇ પણ પાર્ટીમાં લોકોની નજર તમારા પર ટકી રહે તે માટે ફોલો કરો દિપીકાથી લઇને અનુષ્કા સુધીના આ લુક્સને

લગ્ન પ્રસંગે, દરેક છોકરી ખૂબ તૈયાર થઈ અને સજાવટ કરવા માંગે છે. તેઓ વિચારે છે કે તેઓ આ લગ્નનની ભીડમાં તદ્દન અલગ જ તરી આવે, પરંતુ કેટલીકવાર તેઓ આમ કરવા જતાં ગડબડ કરી બેસે છે. લગ્ન પ્રસંગે સંગીતથી લઈને રિસેપ્શન પાર્ટી સુધી, કપડાં અને તેના મેચિંગ ઘરેણાં અને મેકઅપની તૈયારી કરવી પડતી હોય છે. જેમાં ક્યારેક દ્વિધાને કારણે બધુ ખરાબ થઈ જાય છે. લગ્નના સમારોહને યાદગાર બનાવવા માટે અમે અહીં તમારા માટે કેટલીક ઉપયોગી ટિપ્સ લઈને આવ્યા છીએ. અનુષ્કા શર્માથી લઈને દીપિકા પાદુકોણ સુધીના આ લૂક રિસેપ્શન પાર્ટી માટે એકદમ પરફેક્ટ છે.

image source

અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથે ઇટલીમાં સાત ફેરા લીધા હતા. તે પછી તેઓએ ભારત આવીને દિલ્હી અને મુંબઈમાં રિસેપ્શન કર્યું હતું. જેમાં અનુષ્કા શર્માના દરેક લુક ખૂબ જ ખાસ જોવા મળ્યા હતા. દિલ્હીની રિસેપ્શન પાર્ટી માટે તૈયાર થયેલી અનુષ્કા શર્માનો લુક કોઈપણ ભારતીય બ્રાઇડને પસંદ આવે તેવો હતો. લાલ અને સોનેરી જરીવાળી બનારસી સાડી સાથે માંગ માં લાલ સિંદૂર અને લો બન સાથે વાળમાં ગજરો લગાવેલ જે અનુષ્કા શર્મા ને એકદમ પરફેક્ટ લુક આપી રહી હતી.

image source

તેના ઘરેણાંની વાત કરીએ તો, માત્ર તેને ગળામાં હેવી નેકપીસ અને ઈયરિંગસ પહેર્યા હતા તેમજ હાથમાં લાલ રંગની બંગડીઓ ખૂબ જ સુંદર દેખાતી હતી. જો તમે લગ્ન પછી રિસેપ્શન પાર્ટી માટે ટ્રેડિશનલ ભારતીય લુક ઇચ્છતા હોવ તો અનુષ્કા શર્માનો આ લુક એ દરેક યુવતી ચોક્કસપણે પસંદ આવશે.

image source

બીજી બાજુ, જો તમે દુલ્હનની સાથે પરંપરાગત ઉપરાંત મોર્ડન લુક ઇચ્છતા હોવ તો અનુષ્કા શર્માનો આ બીજો લુક ચોક્કસપણે જુઓ. લાઈટ રંગના લહેંગા અને તેની સાથે ડાયમંડ જ્વેલરી હાથમાં લાલ બંગડીઓ તેમજ સાથે સાથે ઓછામાં ઓછો મેકઅપ કરવામાં આવ્યો છે. જેને જોઈને ભવિષ્યમાં બનનારી દરેક બ્રાઇડ પ્રેરણા લઈ શકે છે.

image source

અનુષ્કા શર્માના જ નહીં પણ, દીપિકા પાદુકોણના પણ કેટલાક લુક ખાસ જોવા મળ્યા હતા. જેનાથી બ્રાઇડ બનનારી દરેક છોકરીઓ પ્રેરણા લઈ શકે છે. પ્રખ્યાત ડિઝાઇનર સવ્યસાચીના લહેંગાથી લઈને અબુ જાની સંદિપ ખોંસલા સુધીની, દીપિકાએ દરેક વખતે નવી ફેશન વ્યાખ્યા નક્કી કરી હતી. દીપિકા પાદુકોણના સવ્યસાચીના ડ્રમેટિક કલેક્શનમાંથી રિસેપ્શનનો આ લુક આશ્ચર્યજનક હતો. ફૂલો સાથેનો આ અનન્ય હેન્ડ-સ્ટડેડ લહેંગા લગ્ન સમારોહ માટે યોગ્ય છે. જો કોઈએ સંપૂર્ણ પરંપરાગત બ્રાઇડનો પોશાક પહેરવો હોય તો દીપિકા પાદુકોણનો લગ્નની પહેલી વર્ષગાંઠનો લુક સૌથી વિશેષ અને સુંદર છે. જેમાં તે સંપૂર્ણપણે ભારતીય દુલ્હન બની હતી. ભારે સોનાના ઘરેણાં સાથે દીપિકાએ કાંજીવરામ સાડી પહેરી હતી. આ લુક ફોલો કરીને ગર્લ્સ તેમના ડ્રિમ વેડિંગના સપનાના પૂર્ણ કરી શકે છે.

દીપિકા પાદુકોણે તેના લગ્ન બાદ બેંગાલુરુમાં રાખવામાં આવેલ રિસેપ્શનમાં સાડી પહેરી હતી. ગોલ્ડન સાડી સાથે વ્હાઇટ ફુલ સ્લીવ બ્લાઉઝ પહેરેલી દીપિકા પાદુકોણ બેહદ સુંદર લાગી રહી હતી. મેકઅપની વાત કરીએ તો, મરૂન લિપસ્ટિક અને કપાળ પર લાલ બિંદી સાથે કોહલ આઈ મેકઅપ દ્વારા ટ્રેડિશનલ લુક આપવામાં આવ્યો હતો. જેને વાળમાં ગજરો અને ચોકર નેકપીસથી પરફેક્ટ બનાવવામાં આવ્યો હતો. દીપિકા પાદુકોણનો આ લુક રિસેપ્શન પાર્ટી માટે પણ ઘણો લાજવાબ અને પરફેક્ટ છે. જેને કોઈપણ છોકરી સરળતાથી અપનાવી શકે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.