બોલિવૂડના અનેક સ્ટાર્સ સાથે સારા સંબંધો ધરાવતી આ સ્માર્ટ ગર્લે કરી લીધી આત્મહત્યા, બોલિવૂડ શોકમાં

બોલિવુડમાંથી એક ખુબ જ ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પ્રખ્યાત અભિનેતા સુશાંત સિંહ રાજપુતે મુંબઈમાં તેમના ઘરે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. સુત્રોના જણાવ્યા અનુસાર તે છેલ્લા ધણા સમયથી ડિપ્રેશનમાં હતો. જો કે સૌથી ચોંકાવનારી વાત તો એ છે કે, બરાબર પાંચ દિવસ પહેલા જ સુશાંતની પૂર્વ મેનેજર રહી ચુકેલી દિશાએ પણ આત્મહત્યા કરીને પોતાનુ જીવન ટૂંકાવ્યુ હતુ.

image source

દિશા બોલીવુડમાં જાણીતું નામ છે, તે સ્ટાર નથી પણ બોલીવુડ સાથે સંકળાયેલી છે. સુશાંત સિંહ રાજપૂત જેવા મોટા સ્ટાર્સની મેનેજર દિશા સલિયાને અચાનક જ આત્મહત્યા કરી લીધી છે. સોમવારે રાત્રે તે મુંબઇની એક બિલ્ડિંગનાં 14મા માળે જોવા મળી હતી. જો કે આ પહેલા દિશા મલાડના પશ્ચિમ વિસ્તારમાં એક બિલ્ડિંગના 12માં માળે પોતાના મંગેતર સાથે રહેતી હતી. આ ઘટના બનતા ક એને નજીકની બોરીવલી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.

image source

આ ઘટના અંગે પોલીસ તપાસ કરી રહી છે. જો કે દિશાના આત્મહત્યા પાછળનું કારણ શું હોઈ શકે તે અંગે હજી સુધી કોઈ ચોક્કસ પરિણામ પર પોલીસ પહોંચી નથી. હાલમાં પોલીસ આ બધું નજરે જોનાર સાક્ષીઓના નિવેદનોને પણ નોધી રહી છે. પોલીસે દિશાના માતા-પિતાના નિવેદનો નોધ્ય છે અને આ કેસમાં દિશાના મંગેતરના નિવેદનો પણ લેવામાં આવ્યા છે.

image source

આ ઘટના બાદ તેણે દિશા સાથેની પોતાની તસવીર સોશિયલ મીડિયામાં શેર કરતા લખ્યું હતું કે, મારી પાસે શબ્દો નથી. હું પુરી રીતે નિશબ્દ થઈ ગયો છું. આ બિલકુલ સાચુ હોય એમ લાગતું નથી. કેટલી બધી યાદો જોડાયેલી છે. એક શાનદાર વ્યક્તિ અને પ્યારી મિત્ર. તું હંમેશાં તારા સ્મિત અને વિનમ્રતા સાથે રહીને દરેક વસ્તુ સાથે ડીલ કરતી રહી. તારી કમી હંમેશા સાલશે. ભગવાન તારા પરિવારને આ મુશ્કેલ સમયમાં પણ ઘણી હિંમત આપે. મને તો હજુ પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે, દિશા તું જતી રહી છે. તું બહુ જલ્દી જતી રહી. મનોરંજન ઉદ્યોગ અત્યારે ખુબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો છે.

image source

મનોરંજન જગતમાં અત્યારે કામ ન મળવાને કારણે પણ અનેક કલાકાર તણાવમાં જીવી રહ્યા છે. કેટલાક સમય પહેલા જાન ખાન નામના એક ટીવી સ્ટારે પણ સોશિયલ મીડિયા પર કહ્યું હતું કે તેના શોના નિર્માતાઓ છેલ્લા એક વર્ષથી પૈસા ચૂકવી રહ્યા નથી. આ કપરો સમય છે. જેના કારણે એને અને પોતાની સાથે કામ કરતા શોના યુનિટને પણ ઘણી બધી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો કે આ સિવાય એપ્રિલ મહિનામાં ઋષિ કપૂર અને ઇરફાન ખાન જેવા દિગ્ગજ કલાકારોએ પણ આ દુનિયાને અલવિદા કહી દીધું છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે દિશા સાલીયાએ પોતાની કારકિર્દી પબ્લિક રિલેશન્સ મેનેજર તરીકે કરી હતી. જો કે આ પછી, તે સેલિબ્રિટી ટેલેન્ટ મેનેજર પણ બની હતી. પોતાના કાળમાં તે સુશાંત સિંહ રાજપૂત ઉપરાંત તે ભારતી સિંઘ, રિયા ચક્રવર્તી અને વરૂણ શર્મા જેવા કલાકારોની મેનેજર પણ રહી ચુકી હતી. જો કે એણે આ સાથે બંટી સચદેવાના કોર્નરસ્ટોન સ્પોર્ટ્સ અને એન્ટરટેઇનમેન્ટ લિમિટેડ સાથે પણ કામ કર્યું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.