ચોમાસામાં મચ્છરજન્ય રોગોથી બચવા કરો આ ઘરગથ્થું ઉપચાર…
વાતાવરણમાં સતત ફેરફાર થઈ રહ્યા છે જેના કારણે અનેક બીમારીઓ ફેલાવા લાગી છે. જેમાં આજકાલ સૌથી વધારે ભય ફેલાયો છે ડેંગ્યુએ. આ બીમારીમાં વ્યક્તિનું મોત પણ થઈ શકે છે, આ બીમારી થાય તો વ્યક્તિને પહેલાં માથામાં દુખાવો, સાંધામાં દુખાવો શરૂ થાય છે અને સાથે જ પ્લેટલેટ્સ કાઉન્ટ પણ ઘટી જાય છે. આ બીમારી ચેપી નથી પરંતુ તેમ છતાં આ સીઝનમાં તેનું પ્રમાણ વધી જતું હોવાથી જરીર છે કે થોડી સાવધાની આપણે સૌ રાખીએ જેથી દવા વિના જ ડેંગ્યુથી દૂર રહી છે.

દવા વિના ડેંગ્યૂથી બચવાના નુસખા

– ડેંગ્યૂની અસર હોય તો નાળિયેરનું પાણી સૌથી વધારે પીવું જોઈએ. આ પાણીમાં જે પોષક તત્વ અને મિનરલ્સ હોય છે તે શરીરને મજબૂત બનાવે છે.

– તુલસીના પાનને ગરમ પાણીમાં ઉકાળી અને પછી આ પાણીનો ઉપયોગ દિવસ દરમિયાન પીવા માટે કરવો, તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધશે. જો આ પાણી દિવસભર પી શકાય તેમ ન હોય તો દિવસમાં ચાર વખતે ચાર ગ્લાસ પાણી અચૂક પીવું.

– ડેંગ્યુ તાવથી બચવામાં મેથીની ભાજી પણ ઉપયોગી થાય છે. મેથીના પાનને પાણીમાં ઉકાળી આ પાણીનો ઉપયોગ કરવો. આ પાણી પીવાથી શરીરમાં પ્રવેશેલા જેરી પદાર્થ દૂર થાય છે અને તેનાથી ડેંગ્યુ થવાનું જોખમ પણ ઘટી જાય છે.

– પપૈયાના પાન પણ ડેંગ્યુ માટેની અસરદાર દવા છે. પપૈયાના પાનમાં પપેન નામનું દ્રવ્ય હોય છે જેનું જ્યૂસ પીવાથી પ્લેટલેટ્સ ઝડપથી વધે છે.
– આ ઉપરાંત તુલસીના પાન અને મરીને એક સાથે ઉકાળી તે પાણીનું સેવન કરવાથી પણ ડેંગ્યુનું જોખમ દૂર થાય છે.
અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.
વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.