દેશમાં કોરોના વેક્સીનને લઈને આવ્યા ગુડ ન્યૂઝ, આ મહિનામાં આવી જશે કોરોનાની રસી

કોરોના વાયરસ જેવી વૈશ્વિક મહામારી દુનિયામાં ફેલાઈ છે ત્યારે લોકોને આશા છે કે તેની વેક્સીન જલ્દી જ આવે. લોકો તેની રાહ જોઈ રહ્યા છે. એવામાં ભારતના લોકો માટે સારા સમાચાર એ છે કે આવનારા ફેબ્રુઆરી મહિનામાં સરકાર કોરોના વાયરસની વેક્સીન લોન્ચ કરી શકે છે. સરકારે પહેલાં જ કહ્યું છે કે તેઓ વેક્સીન દરેક નાગરિકને ફ્રીમાં આપશે.

image source

દેશમાં અનેક કંપનીઓનું વેક્સીનનું ટ્રાયલ ચાલી રહ્યું છે કેટલીક કંપનીઓનું કામ ચાલુ છે તો કેટલીક કંપનીના ટ્રાયલમાં ખામી આવતા તેની પર રોક લગાવાઈ છે. આ સમયે દરેકની આશા ઝડપથી આવનારી વેક્સીન પર ટકી છે.

image source

મળતી માહિતી અનુસાર ભારત સરકાર દ્વારા ફેબ્રુઆરી મહિનામાં વેક્સીન લોકો સુધી પહોંચાડી શકાય તેમ છે. ભારત બાયોટેક, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની સાથે મળીને COVAXINને વિકસિત કરી રહી છે. આ પહેલાં તે વર્ષના બીજા ત્રિમાસિકમાં લોન્ચ થાય તેવી શક્યતા હતી.

image source

COVID-19 ટાસ્ક ફોર્સની સભ્ય અને આઈસીએમઆરની વૈજ્ઞાનિકે ગુરુવારે કહ્યું કે વેક્સીનને સારું રીઝલ્ટ આપ્યું છે. વેક્સીન નવા વર્ષે ફેબ્રુઆરીમાં આવી શકે છે. આ કેસમાં ભારત બાયોટેક તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી.

ભારતની આ પહેલી વેક્સીન હશે જેને રોલઆઉટ કરાશે

image source

ફેબ્રુઆરીમાં COVAXIN ને લોન્ચ કરી શકાશે. ભારતની આ પહેલી વેક્સીન હશે જેને રોલઆઉટ કરાશે. ભારતમાં ગુરુવારે કોરોનાના 50201 નવા કેસની સાથે કુલ દર્દીની સંખ્યા 83 લાખ પહોંચી છે. કોરોના સંક્રમણમાં ભારત અમેરિકા બાદ બીજા ક્રમે છે. આ મહામારીના કારણે અત્યાર સુધીમાં 124315 લોકોના મોત થયા છે. સપ્ટેમ્બર મધ્યથી સંક્રમણ અને મોતમાં દૈનિક વૃદ્ધિ જોવા મળી રહી છે.

image source

અનેક અગ્રણી કંપનીઓના વેક્સીન ટેસ્ટિંગ છેલ્લા ચરણમાં છે. બ્રિટનની એસ્ટ્રાજેનેકા દ્વારા વિકસિત વેક્સીન સૌથી વધુ પ્રભાવશાળી ગણાય છે. બ્રિટનને ડિસેમ્બર અંતમાં કે ફેબ્રુઆરીની શરૂઆતમાં વેક્સીન આવે તેવી શક્યતા છે. એસ્ટ્રાજેનેકાને સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ દુનિયાભરની કંપનીઓ તથા સરકારની સાથે અનેક કરાર પણ કર્યા છે.