ટીવી પર આવતા હાસ્ય કલાકારોની છે અદ્ભુત કમાણી આંકડા જાણશો તો છક થઈ જશો

લોકોને હસાવીને લોટપોટ કરી નાખતા હાસ્ય કલાકારોની કમાણી છે અધધધ આંકડા જાણી ઉડી જશે તમારા હોશ

આજના સમયમાં ટીવી પર કોમેડી કરનારા અભિનેતાઓ પોતાની એક આગવી ઓળખ બનાવી ચુક્યા છે. એમનો દરેકે દરેક એપિસોડ દર્શકોને ખૂબ જ પસંદ પડી રહ્યો છે.તમને જણાવી દઈએ કે આ કોમેડી કલાકારોની કમાણી બોલીવુડના કલાકારોથી ઓછી નથી હોતી.તાજેતરમાં જ આઈ.આઈ. ફોર્બ્સ દ્વારા જાહેર કરેલી એક યાદીના ટોપ 100માં પોતાનું નામ સામેલ કરવામાં કેટલાક કોમેડી આર્ટિસ્ટ સફળ થયા છે. એ લોકોએ આજકાલ ટીવી પર ના રિયાલિટી શો, વિવિધ એવોર્ડ ફંક્શન અને બીજા ઘણા શો પણ હોસ્ટ કરતા નજરે પડી રહ્યા છે. તો ચાલો તમને જણાવી દઈએ કે આ કલાકારો આ શોને હોસ્ટ કરવાં માટે શું ફી લે છે.

image source

કપિલ શર્મા-

ટીવીના કોમેડી શો થી જાણીતો બનેલો કપિલ શર્મા આજે એક મોટું નામ બની ચુક્યા છે.આજે કપિલ શર્મા “કોમેડી નાઈટ્સ વિથ કપિલ” નામનો પોતાનો એક શો કરી રહયા છે.જે લોકોમાં ખૂબ જ પ્રચલિત છે.કપિલ શર્મા એક શો હોસ્ટ કરવાના 70થી 80 લાખ રૂપિયા ફી વસુલે છે.ફોર્બ્સની યાદી પ્રમાણે કપિલને 11માં નંબરે સ્થાન મળ્યું છે.

image source

કૃષ્ણા અભિષેક-

ટીવી શો પર નામના મેળવનાર આ બીજા કલાકાર છે. કૃષ્ણા અભિષેક એક શો માટે 35થી 40 લાખ રૂપિયા ચાર્જ કરે છે. કૃષ્ણાએ અત્યાર સુધીમાં ઘણા બધા ટીવી શો અને ઘણા ઇવેન્ટ પણ હોસ્ટ કર્યા છે.

ભારતી

ભારતી સિંહ ટીવી પરની પહેલી મહિલા કોમેડિયન છે જેને સાબિત કરી બતાવ્યું કે સ્ત્રીઓ પણ કોમેડી ક્ષેત્રમાં કોઈના થી ઉણી ઉતરે એમ નથી. નચ બલિયે 8માં ભારતી સૌથી વધારે ફી લેતી સેલિબ્રિટી હતી. ખતરો કે ખેલાડી જેવા શો માં પણ ભરતી પોતાના પતિ હર્ષ સાથે ભાગ લેતી નજરે પડી હતી. ભારતી એક શો હોસ્ટ કરવાના 25થી 30 લાખ વસુલ કરે છે.

image source

સુનિલ ગ્રોવર

ટીવી પર પહેલા ગૂતથી અને પછી ડૉ મશહૂર ગુલાટીના નામથી જાણીતા બનેલા સુનિલ ગ્રોવરે અત્યાર સુધી માં ઘણી નામના મેળવી છે. આમ જોવા જઈએ તો સુનીલ ઘણા શો અને એવોર્ડ ફંક્શન હોસ્ટ કર્યા છે. સુનિલ એક શો માટે 15 -16 લાખ ફી તરીકે વસુલ કરે છે.

image source

સિદ્ધાર્થ સાગર

ટીવી શો માં માસીની ભૂમિકા નિભાવનાર આ કલાકારને દર્શકો ખૂબ જ પસંદ કરતાં હતાં.એમને પણ ઘણા શો હોસ્ટ કર્યા છે. સિદ્ધાર્થ એક શો ના 12થી 14 લાખ રૂપિયા લે છે.અત્યાર સુધી સિદ્ધાર્થે “કોમેડી કે ફટકે”, “કોમેડી સર્કસ” અને ” કોમેડી નાઈટ્સ લાઈવ” જેવા શો માં નજરે પડી ચૂકયો છે.