ધનતેરસના દિવસે રાશિ પ્રમાણે કરો આટલી વસ્તુની ખરીદી, પછી જુઓ કેવો થાય છે ચમત્કાર અને વધી જાય છે સંપત્તિ

હિંદુ શાસ્ત્ર પ્રમાણે દિવાળીના મહાપર્વની શરૂઆત અગિયારસથી જ માનવામાં આવે છે અને લોકોમાં તહેવારોનો રંગ પણ ત્યાંથી જ લાગે છે. પરંતુ એક વાત એ પણ નકારી ન શકાય કે મોટા તહેવારોની શરૂઆત ધનતેરસથી થાય છે. જો કે આ વર્ષે તો કોરોના કારણે બધું વેર વિખેર થઈ ગયું છે અને તહેવારો ઉજવવાનું માધ્યમ જ જાણે બદલાઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. ધન તેરસની જો આપણે વાત કરીએ તો આ દિવસે ભગવાન ધનવંતરી અને લક્ષ્મીજીની પૂજા થાય છે. આ દિવસે કશુંક ને કશુંક ખરીદવાની પરંપરા છે. જેમ કે સોના-ચાંદીના આભૂષણ, વાસણ, વાહન, ઝાડૂ વગેરે.

image source

તો જો આપણે માન્યતા મુજબ વાત કરીએ તો ધનતેરસના દિવસે વસ્તુ ખરીદવાથી ધન તેર ગણું વધે છે. આ દિવસે બધા સુખ સમૃદ્ધિની કામના કરતા લક્ષ્મીજીનું પૂજન કરે છે. આ દિવસે રાશિ અનુસાર ધન ખરીદવું ખૂબ જ શુભ હોય છે. બધી રાશિના સ્વામી ગ્રહ જુદા જુદા હોય છે, તેની અસર બધા પર પડે છે.જો કે આ વર્ષે ખરીદી દર વર્ષ કરતાં ઘણી ઓછી થશે, કારણ કે કોરોનાએ પહેલાંથી જ પાયમાલ કરી નાંખ્યા છે. છતાં પણ જો તમે જશો તો આટલું ધ્યાન રાખજો.

મેષ

મેષ રાશિની વાત કરીએ તો આ રાશિનો સ્વામી ગ્રહ મંગળ છે. આવામાં ધન તેરસે આ રાશિના લોકોએ સોનાના ઘરેણા, સિક્કા કે પછી તાંબાના વાસણ ખરીદવા જોઈએ. આ ઉપરાંત તેમા માટે પિત્તળની ખરીદી પણ શુભ પુરવાર થાય છે. મેષ રાશિના જાતકો આ દિવસે પિત્તળની ચીજ ખરીદે તો તેમના ધનમાં અપાર વધારો થાય છે. જેથી ભવિષ્ય ઉજળું રહે છે અને આવતું વર્ષ સારુ રહે.

વૃષભ

વૃષભ રાશિનો ગ્રહ શુક્ર છે. આ ગ્રહ સુખ, સંપન્નતા અને વૈભવનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે સોનું ખરીદવાનું ટાળવુ જોઈએ. આ રાશિના જાતક માટે ચાંદીની ધાતુ ખૂબ જ શુભ છે. વૃષભ રાશિના જાતકોએ પૈસામાં વૃદ્ધિ માટે સામર્થ્ય અનુસાર ચાંદીની વસ્તુની ખરીદી કરવી જોઈએ. આવામાં ધન તેરસના દિવસે ચાંદીના સિક્કા, ઘરેણા, કપડા અને વાહનની ખરીદી શુભ રહેશે.

મિથુન

મિથુનની વાત કરીએ તો સ્વામી ગ્રહ બુધ છે. બુધ કૌશલ્ય, શિક્ષા અને વિવેકનું પ્રતિનિધિત્વ કરે છે. આ રાશિના જાતકોએ ધનતેરસે શિક્ષા સંબંધિત ચીજો ખરીદવી જોઈએ. આ રાશિના જાતકોએ ધનતેરસે તાંબાની કોઈ ચીજ ઘરે લાવવી જોઈએ. આનાથી તમારા પર લક્ષ્મીજીની કૃપા વરસશે.

કર્ક

એ જ રીતે કર્ક રાશિનો સ્વામી ચંદ્રમા છે. આ રાશિના જાતકોએ ચાંદીથી બનેલી ચીજો ખરીદવી જોઈએ. તેમણે કપડાની ખરીદી ટાળવી જોઈએ. ધનતેરસે સ્ટીલ કે કોઈ વાસણ ખરીદો, મહાલક્ષ્મી માતાજીની કૃપા અવતરશે.

સિંહ

સિંહ રાશિનો સ્વામી ગ્રહ સૂર્ય છે. ધન તેરસે સોનાનો સિક્કો કે આભૂષણ ખરીદવું તમારા માટે શુભ રહેશે. આ ઉપરાંત તમે વાસણ કે ધાર્મિક પુસ્તક પણ ખરીદી શકો છો. આ રાશિના જાતકો માટે સોનુ ખૂબ જ શુભ છે.

મીન

મીન રાશિનો સ્વામી ગુરુ છે. ધનતેરસે તેમના માટે સોના અને ચાંદીની વસ્તુઓ ખરીદવી ફાયદાકારક રહેશે. તમે નવા સોદા પણ કરી શકો છો જે તમારા માટે પ્રગતિના કારક બનશે.

ધન

ધન રાશિનો સ્વામી ગ્રહ ગુરુ છે. વાહન અને ચાંદીના વાસણની ખરીદી કરવાથી ધન રાશિના જાતકોને લાભ થશે.

મકર

મકર રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. તેમણે ધન તેરસના દિવસે વાહન અને સજાવટની ચીજો ખરીદવી જોઈએ.

વૃશ્ચિક

વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ છે. આવામાં ધનતેરસને શુભ ફળદાયી બનાવવા માટે તેમણે સોનાના ઘરેણા અને પૂજાના સામાનની ખરીદી કરવી જોઈએ.

કુંભ

કુંભ રાશિનો સ્વામી ગ્રહ શનિ છે. આવામાં તેમને ચાંદી અને સ્ટીલના વાસણ ખરીદવાથી શુભ ફળ મળશે.

કન્યા

કન્યા રાશિનો સ્વામી બુધ ગ્રહ છે. આ રાશિના જાતકોએ ધનતેરસે ચાંદીના સિક્કા કે નવા વાહનની ખરીદી કરવાથી પારાવાર લાભ મળે છે.

તુલા

તુલા રાશિની વાત કરીએ તો તેનો સ્વામી શુક્ર ગ્રહ છે. ધનતેરસે વર્ષને શુભ ફળદાયી બનાવવા માટે ચાંદીના વાસણ અને નવા કપડા ખરીદવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.