9 નવેમ્બરથી શરૂ થઇ રહી છે સરકારની આ સ્કિમ, જેમાં સસ્તામાં સોનું ખરીદવાનો છે અવસર, જાણો જલદી તમે પણ આ વિશે

ધનતેરસના તહેવાર પર સરકાર લાવી છે સસ્તું સોનુ ખરીદવા માટેનો અવસર, સરકારની આ સ્કીમ તા. ૯ નવેમ્બર, ૨૦૨૦થી શરુ થવા જઈ રહી છે.

સસ્તું સોનુ ખરીદવાનો અવસર…

image source

ધનતેરસનો તહેવાર આવવાનો છે, આ અવસર પર સોનાની ખરીદી કરવી ઘણી શુભ માનવામાં આવે છે. આ જ કારણ છે કે, લોકો સોનાની ખરીદી કરવા માટે ધનતેરસની ખુબ જ આતુરતાપૂર્વક રાહ જોવે છે. આ વર્ષે ધનતેરસના અવસર પર સરકાર સસ્તું સોનુ ખરીદવાનો અવસર આપી રહી છે. ચાલો જાણીએ કેવી રીતે….

સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ:

image source

ખરેખરમાં, કેન્દ્ર સરકારની સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમ એકવાર ફરીથી તા. ૯ નવેમ્બર, ૨૦૨૦ના રોજથી શરુ થવા જઈ રહી છે. કેન્દ્ર સરકારની આ સ્કીમ હેઠળ આપની પાસે ફીજીકલી સોનાની ખરીદી તો નહી કરી શકો, પરંતુ રોકાણ કરવા માટે સોવરેન ગોલ્ડ બોન્ડ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે.

બોન્ડની ખરીદી કરીને રોકાણ.:

image source

આપને જણાવી દઈએ કે, સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં બોન્ડની ખરીદી કરીને રોકાણ કરી શકાય છે. બોન્ડ તરીકે આપે ઓછામાં ઓછું એક ગ્રામ સોનુ અને વધુમાં વધુ ચાર કિલો સોના સુધી રોકાણ કરી શકો છો. સામાન્ય રીતે સોવરેન ગોલ્ડ બોન્ડ સ્કીમમાં સોનાની કીમત માર્કેટ કીમત કરતા ઓછી જ હોય છે.

બોન્ડની કીમત ૫૧૭૭ રૂપિયા પ્રતિ ગ્રામ.:

image source

ભારતીય રીઝર્વ બેંક તરફથી આપવામાં આવેલ જાણકારી મુજબ, આ વખતે સોવરેન ગોલ્ડ બોન્ડની કીમત ૫૧૭૭ રૂપિયા પ્રતિ ગ્રામ નક્કી કરવામાં આવી છે. જો કે, દરેક વખતની જેમ આ વખતે પણ ઓનલાઈન અરજી કરનાર રોકાણકારોને બોન્ડની નક્કી કરવામાં આવેલ કીમત પર પ્રતિ ગ્રામ ૫૦ રૂપિયાની છૂટ આપવામાં આવશે.

ઓનલાઈન અરજી કરવા પર છૂટ.:

એવા રોકાણકારોને અરજીની સાથે ચુકવણી પણ ડીજીટલ રીતે જ કરવાની રહેશે. ભારતીય રીઝર્વ બેંકનું કહેવું છે કે, ઓનલાઈન અરજી કરનાર રોકાણકારો માટે સોવરેન ગોલ્ડ બોન્ડની કીમત ૫૧૨૭ રૂપિયા પ્રતિ ગ્રામ રહેશે.

image source

બોન્ડ આઠ વર્ષની અવધિ માટે.:

આપને જણાવી દઈએ કે, સોવરેન ગોલ્ડ બોન્ડ આઠ વર્ષની અવધિ માટે જાહેર કરવામાં આવે છે અને પાંચ વર્ષ થઈ ગયા પછી એમાંથી બહાર નીકળવાના વિકલ્પ પણ ઉપલબ્ધ હોય છે.

image source

ક્યાંથી ખરીદી શકાય?

સોવરેન ગોલ્ડ બોન્ડની ખરીદી કરવા માટે આપે પોતાની બેંક, બીએસઈ, એનએસઈની વેબસાઈટ કે પછી પોસ્ટ ઓફીસનો સંપર્ક કરવાનો રહેશે. અહિયાથી આપ સોવરેન ગોલ્ડ બોન્ડને ડીજીટલ રીતે ખરીદી કરી શકો છો. આ એક રીતેનું સુરક્ષિત રોકાણ છે કેમ કે, ના તો શુદ્ધતાની ચિંતા રહે છે. અને નહી જ સુરક્ષાની કોઈ મૂંઝવણ રહે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો.